Thursday, April 16, 2026
HomeGujaratપાટણ: CMના કાર્યક્રમ માટે બંદોબસ્તમાં જતી પોલીસ વાનનો અકસ્માત, કચ્છના PSIનું મોત

પાટણ: CMના કાર્યક્રમ માટે બંદોબસ્તમાં જતી પોલીસ વાનનો અકસ્માત, કચ્છના PSIનું મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પાટણઃ પાટણના સાંતલપુરમાં એક દુર્ઘટના સામે આવી છે. પોલીસ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં એક પોલીસ સબ ઈન્સપેકટરનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય પોલીસ કર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ કર્મી સરકારી પોલીસ વાનમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે બંદોબસ્તમાં જઈ રહ્યા હતા આ દરમિયાન ગરખ્વાર અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર, બનાસકાંઠામાં યોજાવનારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યક્રમના બંદોબસ્ત માટે પશ્ચિમ કચ્છના ચાર પોલીસ કર્મી સરકારી વાહનમાં જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન ડગાચીયા દાદા મંદિર પીપરાળા ગામ નજીક પીપરાળા ચેક પોસ્ટથી સાંતલપુર તરફ જવાના રસ્તા તરફ ગઈકાલ મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ પોલીસ વાન અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. બંને વાહન વચ્ચેની ટક્કર એટલી જબરદસ્ત હતી કે પોલીસની વાન ફંગોળાઈને રસ્તાની સાઈડમાં જઈને પડી હતી. આ અકસ્માતમાં પશ્વિમ કચ્છના લીવ રીઝર્વના પોલીસ ઈનસ્પેક્ટર કુંવરજી ફુલસીંગ વસાવાનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે પોલીસ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.  પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું આ દુર્ઘટનામાં અવસાન થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular