Wednesday, June 24, 2026
HomeGujaratEDએ કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારને સમન્સ પાઠવ્યું, આવતીકાલે હાજર થવાનો આદેશ

EDએ કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારને સમન્સ પાઠવ્યું, આવતીકાલે હાજર થવાનો આદેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ વિવાદોમાં ઘેરાયેલા કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારને EDએ સમન્સ જારી કર્યું છે. ગુરુવારે સમન્સ જારી કરીને કેન્દ્રીય એજન્સીએ મની લોન્ડરિંગ કેસમાં આવતીકાલે 7 ઓક્ટોબરે નવી દિલ્હીમાં ED હેડક્વાર્ટરમાં હાજર થવા માટે હાકલ કરી છે. પરંતુ હજુ એ નક્કી નથી કે શિવકુમાર આવતીકાલે ED ઓફિસ આવશે કે નહીં. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના અધિકારીઓએ બુધવારે કોંગ્રેસના કર્ણાટકના પ્રમુખ ડી.કે. શિવકુમારના પૈતૃક નિવાસસ્થાન અને તેમના સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરી હતી.

સીબીઆઈએ અપ્રમાણસર સંપત્તિ કેસમાં શિવકુમાર વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. કોંગ્રેસના નેતાના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સીબીઆઈ અધિકારીઓએ બુધવારે ડી.કે. શિવકુમારની કનકપુરા, ડોડલહલ્લી, સાંતે કોડીહલ્લી ખાતે આવેલી મિલકતો અને તેના સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે CBI અધિકારીઓએ તેમની સાથે કનકપુરા તહસીલદાર અને પોલીસની મુલાકાત લીધી હતી.

- Advertisement -

કોંગ્રેસે ગુરુવારે આરોપ મૂક્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP) ‘ભારત જોડો યાત્રા’ માટેના જાહેર સમર્થનથી ગભરાઈ ગઈ હતી અને તેના કારણે કર્ણાટક એકમના પ્રમુખ ડીકે શિવકુમારને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું હતું. પાર્ટીના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ પત્રકારોને જણાવ્યું હતું કે, “તેઓ ડીકે શિવકુમાર અને ડીકે સુરેશને 500 વખત બોલાવી શકે છે. તેઓ અમારી યાત્રા રોકવા માંગતા હતા. શિવકુમાર, સુરેશ, સિદ્ધારમૈયા અને અન્ય કોઈ નેતા ડરવાના નથી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular