Thursday, April 23, 2026
HomeGujaratનેશનલ ગેમ્સના ખેલાડીઓને કેમ હોટલ પર જમવાનું આપવામાં નથી આવી રહ્યું ?

નેશનલ ગેમ્સના ખેલાડીઓને કેમ હોટલ પર જમવાનું આપવામાં નથી આવી રહ્યું ?

- Advertisement -

કિરણ કાપુરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગઈકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ગેમ્સનું ગ્રાન્ડ ઓપનિંગ કર્યું. દસ દિવસ સુધી આ ગેમ્સ રમાવાની છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગરમાં અલગ-અલગ સ્ટેડિયમ પર તેનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાંથી 7000 એથ્લેટિક્સ આ ગેમ્સમાં સામેલ થયા છે. આ ગેમ્સનું આયોજન ખૂબ ભવ્ય રીતે કરવામાં આવ્યું છે અને તમામ ખેલાડીઓના રહેવાની વ્યવસ્થા વિવિધ હોટલમાં કરવામાં આવી છે.

પરંતુ આ તમામ ખેલાડીઓ જે હોટલમાં રહી રહ્યાં છે ત્યાં તેમને નવરાત્રીના કારણે નોન-વેજ ફૂડ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં આવેલાં અહેવાલ મુજબ આ જ કારણે ખેલાડીઓના આહારની વ્યવસ્થા સ્ટેડિયમ પર જ કરવામાં આવી છે. ખેલાડીઓ રોજિંદા જીવનમાં પ્રોટિન સૌથી અગત્યનો સ્ત્રોત હોય છે અને તેની આપૂરતી નોન-વેજ ફૂડથી થાય છે. ઉપરાંત, ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં નોન-વેજ ફૂડ છૂટથી આરોગાય છે તેથી પણ રોજિંદા જીવનમાં ખેલાડીઓની માગ નોન-વેજ ફૂડની રહેવાની.

- Advertisement -

ખેલાડીઓની પાયાની સગવડ ન સચવાઈ હોય તો ભવિષ્યમાં ઑલિમ્પિક ગેમ્સની બિડ ભારત તરફથી થશે ત્યારે તેનું આયોજન આવાં કોઈ તહેવાર સિવાયના સમયમાં કરવું પડશે. નોન-વેજ ફૂડનો વિરોધ બધી જ જગ્યાએ સગવડીયો જોવા મળે છે. હાલના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ પણ જ્યારે ઝારખંડના રાજ્યપાલ પદે હતાં ત્યારે તેમણે રાજ્યપાલ હાઉસમાં માત્ર શાકાહારી ભોજન પીરસવાનો આગ્રહ રાખ્યો હતો, પરંતુ હવે તેઓ રાષ્ટ્રપતિ છે અને હવે તે આગ્રહ છોડવા સિવાય છૂટકો નથી, કારણ કે રાષ્ટ્રપતિ ભવનમાં રોજબરોજ અનેક આમંત્રિતો વિદેશી હોય છે. 

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular