નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદમાં આમ આદમી પાર્ટીની સભા થઈ હતો. જેમાં ગુજરાત પ્રદેશ આપના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ભાજપ અને કોંગ્રેસને આડેહાથ લીધી હતી. અહીં ભાષણમાં તેમણે એટલા ધારદાર પ્રહાર કર્યા હતા કે શ્રોતાઓએ પણ તેમના આ શબ્દોને તાળીઓથી વધાવ્યા હતા.
તેમણે આ સભામાં મફત વીજળી સહિતની જે આમ આદમી પાર્ટીની જાહેરાતોને રેવડી કહેવામાં આવી હતી તે બાબતે કહ્યું કે, નેતાઓને 4000 યુનિટ ફ્રી મળે છે, લોકોને 200 યુનિટ ફ્રિ આપવાની દિલ્હીમાં આપ દ્વારા શરૂઆત કરાઈ. આ લોકો કહે છે કે લોકોને મફત આપશો તો લોકોને ટેવ પડી જશે. દેશ બરબાદ થઈ જશે. તમે કેટલું મફત લઈને બેઠા છો. આપણે વધુ વાત ન કરતાં આવો જોઈએ તેમના ભાષણનો આ વીડિયો…








