Monday, April 27, 2026
HomeGujaratકંડક્ટરે LRD જવાનને બાજુમાં ખસવાનું કહ્યું તો દારૂ પીધેલા જવાને કંડક્ટરને લાફા...

કંડક્ટરે LRD જવાનને બાજુમાં ખસવાનું કહ્યું તો દારૂ પીધેલા જવાને કંડક્ટરને લાફા ઝીંક્યા: વડોદરા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરા શહેરમાં એક પોલીસ જવાન દ્વારા ખાખીના રોફમાં ભાન ભૂલીને કંડક્ટરને લાફા મારી દેવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એસટી ડેપોમાં બસ અંદર જતા સમયે વચ્ચે ઊભેલા LRD જવાનને બાજુ પર ઉભા રહેવાનું કહેતા જવાને પ્લેટફોર્મ પર જઇને કંડક્ટરને લાફા મારી દીધા હતા અને તેનો શર્ટ ફાડી નાંખ્યો હતો. આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ઉલ્લેખનીય છે કે LRD જવાન પણ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતો હતો. ફરિયાદમાં જવાને દારૂ પીધેલો હોવાનું જણાવાયું છે.

પ્રાપ્ત વીગત મુજબ, વિષ્ણુભાઈ હમીરભાઈ દેસાઇ નવસારી પાટણ ખાતેની બસમાં કંડક્ટર તરીકેની ફરજ બજાવે છે. ગઇરાત્રે તેઓ જે બસમાં હતા તે બસ નવસારીથી પાટણ જવા નીકળી હતી તે દરમિયાન રાત્રે સાડા બાર વાગ્યે બસ વડોદરા એસટી ડેપોના ગેટ પાસે આવી હતી. બસ ગેટ પાસે આવતા વચ્ચે ઊભેલા એક LRD જવાનને વચ્ચેથી ખસી જવાનું કહેતા જવાન ઉશ્કેરાઇ ગયો હતો અને બેફામ ગાળો બોલવા લાગ્યો હતો. આટલેથી નહિ અટકતા બસ જ્યારે ડેપોમાં ગઇ અને પ્લેટફોર્મ નંબર 4 પર ઉભી હતી તે દરમિયાન જવાને પાછળથી આવીને બસ કંડક્ટરને, “તું મને ઓળખે છે હું પોલીસવાળો છું” તેમ કહીને કંડક્ટર સાથે ઝપાઝપી કરીને ઉપરાછાપરી લાફા ઝીંકી દીધા હતા. આખરે બસ ડ્રાઇવર અને અન્ય પેસેન્જરોએ વચ્ચે પડીને કંડક્ટરને છોડાવ્યો હતો. આ અંગે કંડક્ટરે LRD જવાન રાજેશદાન મોરારદાન ગઢવી સામે ફરિયાદ નોંધાવી હતી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular