Monday, April 27, 2026
HomeGujaratનર્મદાઃ મહિલા તલાટીએ વીજ કનેક્શન માટે 1 લાખ માગ્યા, ACBથી બચવા પૈસા...

નર્મદાઃ મહિલા તલાટીએ વીજ કનેક્શન માટે 1 લાખ માગ્યા, ACBથી બચવા પૈસા સુરતથી ગાંધીનગર આંગડીયામાં નખાવ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નર્મદાઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ACBની કડક કાર્યવાહીના કારણે લાંચીયા અધિકારીઓમાં ફફડાટ મચ્યો છે. તેમ છતાં હજુ પણ કેટલાક અધિકારી સુધરવાનું નામ નથી લઈ રહ્યા. આજે સતત ચોથા દિવસએ પણ કાર્યવાહી હાથ ધરીને લાંચીયા મહિલા તલાટીને ઝડપી પાડી છે. મહિલા દ્વારા લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. જોકે પૈસા લેવા જતાં ACBના હાથે ઝડપી પાડવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકામાં નરખડી ગામમાં ફરિયાદીની જમીન આવેલી છે. આ જમીનની દેખરેખ અને અન્ય કામગીરી ફરિયાદી સંભાળે છે. આ જમીનમાં ખેતીને લગતા બીયારણ, ખાતર વગેરે સામાન મુકવા અને મજુરોને રહેવા માટે પતરાના શેડવાડી ઓરડી બનાવવામાં આવી હતી. જેમા વિજ મીટર નખાવા માટે ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજુરી મેળવવા માટે નરખડી ગ્રામપંચાયતમાં અરજી કરી હતી.

- Advertisement -

નરખડી ગ્રામ પંચાયતમાં આ પ્રકારની અરજી આવતા તલાટી નિતા મોકમ પટેલે ફરિયાદી પાસેથી એક લાખ રૂપિયાની માગણી કરી હતી. ઉપરાંત ભેજાબાજ મહિલા તલાટી દ્વારા ACBની પકડથી બચવા માટે નવી તરકીબ અજમાવી હતી. તેમ છતાં ACBની પકડથી બચી ન શકી. મહિલા દ્વારા લાંચની રકમ આંગડીયા મારફતે ગાંધીનગરના મહેશ અમૃત આહજોલીયા (ખાનગી વ્યક્તિ)ને આપવા જણાવ્યું હતું. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા ગઈકાલે ટ્રેપીંગ અધિકારી પોલીસ ઇન્સપેકટર એ. કે. ચૌહાણ દ્વારા લાંચના છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન ફરિયાદીએ સુરતથી આંગડીયા મારફતે મોકલાવેલા રૂપિયા ૧,૦૦,૦૦૦ની રકમ ગાંધીનગર આંગડીયાની ઓફિસ ખાતેથી મહેશએ સ્વીકાર્યા હતા. લાંચના છટકાની કાર્યવાહી દરમ્યાન નિતા નર્મદા જીલ્લા ખાતેથી અને મહેશ ગાંધીનગરથી મળી આવ્યો છે. ACBએ હાલ બંનેને ડિટેઈન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular