Monday, May 4, 2026
HomeNationalગોવા કોંગ્રસમાં ભંગાણના એંધાણ, 8 MLA કોંગ્રેસનો છેડો ફાડશે BJPનો દાવો

ગોવા કોંગ્રસમાં ભંગાણના એંધાણ, 8 MLA કોંગ્રેસનો છેડો ફાડશે BJPનો દાવો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પણજીઃ ગોવામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત અને વિપક્ષના નેતા માઈકલ લોબો સહિત કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ભાજપની સરકાર બન્યા બાદ ગોવામાં બીજી વખત આ પ્રકારની ચર્ચોઓ ચાલી રહી છે.

ગોવા બીજેપી અધ્યક્ષ સદાનંદ શેટ તનાવડે દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ટૂંક સમયમાં કોંગ્રેસના 8 ધારાસભ્યો ભાજપમાં જોડાશે. તેમાં કોંગ્રેસના ઘણા મોટા નેતાઓના નામ સામેલ છે. 40 બેઠકો ધરાવતી ગોવા વિધાનસભામાં હાલમાં ભાજપ પાસે 20 ધારાસભ્યો છે. જ્યારે કોંગ્રેસ પાસે 11 બેઠકો છે. આ સિવાય મહારાષ્ટ્રવાદી ગોમંતક પાસે બે અને ગોવા ફોરવર્ડ પાર્ટી પાસે એક સીટ છે. જ્યારે અન્યના પાસે છ બેઠકો છે. આવી સ્થિતિમાં જો કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાય છે તો કોંગ્રેસ પાસે વિધાનસભામાં માત્ર ત્રણ બેઠકો જ બચશે. આ સાથે જ ભાજપની સંખ્યા વધીને 28 થઈ જશે.

- Advertisement -

મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિગંબર કામત, માઈકલ લોબો, ડી લોબો, રાજેશ ફાલદેસાઈ, કેદાર નાયક, સંકલ્પ અમોનકર, એલેક્સો સિક્વેરા અને રૂડોલ્ફ ફર્નાન્ડિસ કોંગ્રેસ છોડી શકે છે. બુધવારે આ ધારાસભ્યો ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને પણ મળ્યા હતા. ટૂંક સમયમાં જ ધારાસભ્યો દ્વારા ભાજપમાં જોડાવાની જાહેરાત કરવામાં આવી શકે છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular