Sunday, May 31, 2026
HomeGujaratગાંધીનગરમાં માજી સૈનિકોનું આંદોલન: વિરોધ કરી રહેલા એક માજી આર્મી જવાનનું મોત

ગાંધીનગરમાં માજી સૈનિકોનું આંદોલન: વિરોધ કરી રહેલા એક માજી આર્મી જવાનનું મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવા સમયે અલગ-અલગ સંઠનો દ્વારા પોતાની પડતર માગણી લઈને આંદોલનનો કરી સરકારને ભીંસમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે આજે માજી સૈનિકો દ્વારા પોતાની પડતર માગણીને લઈને આંદોલન પર ઉતર્યા હતા. જોકે પોલીસની મંજૂરી ન હોવાના કારણે ગાંધીનગરમાં પ્રવેશતા તમામને અટકાવવામાં આવ્યા હતા. આંદોલન દરમિયાન એક માજી આર્મી જવાનનું મોત નિપજ્યું છે.

ગુજરાતના માજી સૈનિકો દ્વારા છેલ્લા ઘણા સમયથી પોતાની પડતર માગણીને લઈને સરકારને અનેક વખત રજૂઆત કવામાં આવી હતી. જોકે અગાઉ સરકાર દ્વારા માજી સૈનિકોની પાંચ માગણીઓને સ્વીકારી લેવામાં આવી હતી. ત્યારે આજે ફરી માજી સૈનિક દ્વારા પડતર માગણીને લઈને ગાંધીનગરના ચિલોડા ખાતે ભેગા થયા હતા. આ આંદોલનમાં સહીદ જવાનોના પરિવાર પણ જોડાયા હતા.

- Advertisement -

સરકાર દ્વારા આંદોલન માટેની જગ્યા ફાળવવામાં ન આવતા માજી સૈનિકો ચિલોડા નજીક ધરણાં પર ઉતર્યા હતા. જોકે પોલીસ દ્વારા ગાંધીનગરમાં પ્રવેશવાના માર્ગો પર બેરિકેટ્સ લાગવીને રોડ કોર્ડન કર્યા હતા. માજી સૈનિકોએ આજે ગાંધીનગર વિધાનસભા તરફ કૂચ કરી હતી ત્યારે પોલિસે બળપ્રયોગ કરીને તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ તકરારમાં હાથાપાઈ થતા એક માજી આર્મી જવાન કાનજી મોથલિયા ઈજાગ્રસ્ત થયા હતા. તેમને 108 મારફતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. માજી આર્મી જવાનના મોત બાદ આંદોલન વઘુ ઉગ્ર બને તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આંદોલનકારી દ્વારા આક્ષેપ લગાવામાં આવી રહ્યો છે કે પોલીસના લાઠીચાર્જના કારણે મોત નિપજ્યું છે. તમામ માજી સૈનિકો હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ તરફ કુચ કરી રહ્યા છે. ઉપારાંત લાઠીચાર્જ કરનારા પોલીસકર્મી વિરુધ્ધ રાજદ્રોહનો ગુનો દાખલ કરી સસ્પેન્ડ કરવાની માગ પણ કરી રહ્યા છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular