નવજીવન અમદાવાદઃ અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક અગ્રણી ગ્રુપ પર ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે. આજે અમદાવાદમાં સાલ ગ્રુપના ચેરમેન રાજેન્દ્ર શાહના ઘર પર ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રેડ કરવામાં આવી છે. આજે સવારે છ વાગેથી રાજેન્દ્ર શાહના ઘરે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે દરોડા પાડ્યા હતા પરંતુ આ રેડમાં અગત્યની વાત તે છે કે રેડમાં એક પણ અધિકારી ગુજરાતના નથી. મુંબઈ અને દિલ્હીની ટીમ દ્વારા આ રેડ કરવામાં આવી રહી છે.
આજે વહેલી સવારે આઈટી ટીમ દ્વારા સાલ ગ્રુપના ચેરમેન રાજેન્દ્ર શાહના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સાલ ગ્રુપ દ્વારા સંચાલીત સાલ હોસ્પિટલ, સાલ કોલેજ અને સાલ સ્ટીલમાં પણ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી મણિચંદ્ર સાસોયટી વિભાગ 5માં નવકાર બેગ્લોઝમાં રાજેન્દ્ર શાહના નિવાસ સ્થાને મુંબઈ અને દિલ્હીના ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. રેડ દરમિયાન જે વિગતો મળશે તે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રેડ પત્યા પછી જણાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ 23 નવેમ્બરે પણ અમદાવાદના રત્નમણિ ગ્રુપ પર પણ ઈન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તે સમયે આઈટી વિભાગ દ્વારા 1 કરોડની રકમ સીઝ કરી હતી તે ઉપરાંત આઈટીને 5 કરોડની કિંમતના ઘરેણા પણ મળી આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં એક પછી એક આઈટી દ્વારા દરોડા કરવામાં આવી રહ્યા હોવાથી સમગ્ર વેપાર ઉદ્યોગ ક્ષેત્રમાં ફફડાટ સર્જાયો છે. અમદાવાદ, રાજકોટ, સુરત જેવા શહેરોમાં મુખ્યત્વે બિલ્ડર ગ્રુપ્સ પર દરોડા પડવામાં આવ્યા છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









