Sunday, May 31, 2026
HomeGujaratઅમદાવાદ: અમારી માગ પૂરી નહીં થાય તો ચૂંટણીમાં ભાજપ વિરોધી પ્રચાર કરીશું....

અમદાવાદ: અમારી માગ પૂરી નહીં થાય તો ચૂંટણીમાં ભાજપ વિરોધી પ્રચાર કરીશું. જાણો કોણે અને કેમ કહ્યું આવું

- Advertisement -

મિલન ઠક્કર (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): GISFC (Gujarat Industrial Security Force) અને ભારતીય મજદૂર સંઘ દ્વારા આજે સોમવારે અમદાવાદ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું. જેમાં આંગણવાડીમાં, મધ્યાહ્ન ભોજનમાં અને આશાવર્કર તરીકે કામ કરતાં બહેનો મોટી સંખ્યામાં જોડાયાં હતાં.

તેઓની સરકાર પાસેની માગણી નીચે મુજબ છે.

- Advertisement -

(૧) પગાર વધારો,
(ર) પ્રાઇવેટ એક્ટ નાબુદ કરો,
(૩) રહેમરાહે નોકરી આપો,
(૪) રિટાયર્ડની ભરતી બંધ કરી અને શિક્ષિત બેરોજગારોને રોજગારી આપો,
(૫) GISFC સંસ્થાને બોર્ડ નિગમ કોર્પોરેશન બનાવી તેનું સીધું સંચાલન જે હાલમાં રિટાયર્ડ કર્મચારીઓ કરે છે તે સરકારી ચાલુ અધિકારી દ્વારા કરવામાં આવે.
(૬) તેઓના સંઘને માન્યતા આપો.

ભારતીય મજદૂર સંઘના જણાવ્યા મુજબ અગાઉ પણ આ વિષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જીતુભાઈ વાઘાણી, તથા અનેક વિભાગના સચિવો સાથે ચર્ચા કરવામાં આવી છે પણ હજી સુધી આ મુદ્દાઓનો કોઈ નિકાલ આપવામાં આવ્યો નથી.

સંઘ દ્વારા સરકાર પર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે, ચૂંટણી નજીક આવતી હોવાથી સામ્યવાદી અને ધંધાદારી, લેભાગુ યુનિયનો સાથે આંદોલન કરીને તેમને મહત્વ આપે છે અને બેઠક માટે પણ બોલાવે છે. જેમાં તેઓએ કોંગ્રેસના કાર્યકર્તા અને સામાજિક કાર્યકર ચંદ્રિકાબેન સોલંકી સાથે થયેલી આરોગ્યમંત્રીની બેઠકનો પણ વિરોધ કર્યો છે.

- Advertisement -

વર્તમાન ગુજરાત સરકારને વિરોધની ચીમકી આપતાં જણાવ્યું હતું કે, જો અમારા પ્રશ્નો અંગે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ચૂંટણી સમયે અમે ભાજપા વિરુદ્ધ પ્રચાર કરીશું કે, ભાજપ સરકાર આપણાં પ્રશ્નોનો નિકાલ લાવવામાં નિષ્ફળ ગઈ છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular