Monday, April 27, 2026
HomeGujaratCNGમાં ટેક્સ ઘટાડા સહિતની માગ સાથે રિક્ષા ચાલકો પહોંચ્યા અમદાવાદ કલેક્ટર પાસે,...

CNGમાં ટેક્સ ઘટાડા સહિતની માગ સાથે રિક્ષા ચાલકો પહોંચ્યા અમદાવાદ કલેક્ટર પાસે, આપ્યું આવેદનપત્ર

- Advertisement -

નવજીવન અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલનો ભાવ સતત વધી રહ્યો છે ત્યારે તેના વૈકલ્પિક સ્ત્રોત CNGનો પણ સતત ભાવ વધી રહ્યો છે. આ ભાવ વધારાની અસર લગભગ બધા જ ક્ષેત્રોમાં જોવા મળી રહી છે. તેમ છતાં રિક્ષા ચાલકો ઉપર આ ભાવ વધારાની અસર ખાસ જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં ચાલતી મોટા ભાગની રિક્ષાઓ CNG પર ચાલે છે. ભાવ વધારાને કારણે રિક્ષા ચાલકો આર્થિક ભીંસમાં મુકાયા છે. ભાવ વધારો પાછો ખેંચવા માટે આજે અમદાવાદના રિક્ષા ચાલકોએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.



- Advertisement -

આજે અમદાવાદ કલેક્ટર ઓફિસ આગળ મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો અને તેમના યુનિયનના લીડર્સએ એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રેસિડેન્ટ વિજય મકવાણાએ કલેક્ટર સંદીપ સાગલેને પોતાની માગો સાથે આવેદન પત્ર આપ્યું હતું.

અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રેસિડેન્ટ વિજય મકવાણાએ જણાવ્યું હતું કે,” CNGનો ભાવ વધારે રિક્ષા ચાલકો માટે અભિશાપ રૂપ છે જેથી અમે કલેક્ટર સમક્ષ ચાર માગો લઈને આવેદન આપવા જઈ રહ્યા છે. જો અમારી માગો સ્વીકારવામાં નહીં આવે તો આગળ જતાં આક્રમક વિરોધ કરીશું.”

રિક્ષા ચાલકોની માગો

- Advertisement -

1. CNGમાં ભાવ ધટાડો કરવામાં આવે. CNGમાં જે ટેક્સ લેવામાં આવી રહ્યો છે તે ઘટાડવામાં આવે.
2. રિક્ષા ચાલકોને આર્થિક સહાય આપવામાં આવે.
3. પોલિસ દ્વારા લગાવવામાં આવતી કલમ 188 અને 283 માંથી રિક્ષા ચાલકોને મુક્તિ આપવામાં આવે.
4. અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો છે જેમના માટે પૂરતા રિક્ષા સ્ટેન્ડ બનવવામાં આવે.



- Advertisement -

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular