Sunday, April 19, 2026
HomeNationalદિલ્હીમાં AAP ખતરામાં: MLA સંપર્કવિહોણા થતાં બોલાવી તાબોડતોબ બેઠક, અનેક રહ્યા ગેરહાજર

દિલ્હીમાં AAP ખતરામાં: MLA સંપર્કવિહોણા થતાં બોલાવી તાબોડતોબ બેઠક, અનેક રહ્યા ગેરહાજર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે AAP ધારાસભ્યોની બેઠક ચાલી રહી છે. હાલમાં આ બેઠકમાં 62માંથી 40 ધારાસભ્યો પહોંચી ગયા છે. સૂત્રોનું માનીએ તો આ બેઠક એટલા માટે થઈ રહી છે કારણ કે પાર્ટીના કેટલાક ધારાસભ્યો સાથે સંપર્કમાં નથી. અગાઉ આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યોએ ભાજપ પર 20 કરોડમાં ખરીદવાનો અને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો.

ભાજપના ઓપરેશન લોટસ હેઠળ આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટીને શંકા છે કે ભાજપ તેમના ધારાસભ્યોને તોડી નાખશે, જેથી ગઈકાલે સાંજે આમ આદમી પાર્ટીની રાજકીય બાબતોની સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે તમામ ધારાસભ્યોને બોલાવા જોઈએ. આજની આ બેઠકમાં આમ આદમી પાર્ટીના કેટલા ધારાસભ્યો પહોંચે છે તેના પર નજર રાખવામાં આવશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કુલ 62 ધારાસભ્યો છે. આ બેઠક 11 વાગ્યે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાઈ છે. આ બેઠકમાં આપના 62માંથી 52 ધારાસભ્યો હાલ પહોંચ્યા છે.

- Advertisement -

દિલ્હીમાં દારૂ નીતિ કૌભાંડને લઈને સંઘર્ષ ચાલી રહ્યો છે. આમ આદમી પાર્ટીનો દાવો છે કે ભાજપ દિલ્હીમાં પાર્ટીના ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસમાં નિષ્ફળ ગયો અને ઓપરેશન લોટસનો પર્દાફાશ થયો. ગઈકાલે AAPના કેટલાક ધારાસભ્યો પ્રેસ કોન્ફરન્સ દ્વારા બહાર આવ્યા હતા અને દાવો કર્યો હતો કે તેમને ભાજપ તરફથી 20-20 કરોડની ઓફર કરવામાં આવી હતી અને અન્ય ઘણા આકર્ષક વચનો પણ આપ્યા હતા. AAPના દાવા પર ભાજપે કહ્યું કે, આમ આદમી પાર્ટી એક્સાઈઝ પોલિસી અંગેના આરોપોથી બચવા માટે આવા જુઠ્ઠાણા ફેલાવી રહી છે.

સંજય સિંહે બુધવારે કહ્યું હતું કે ભાજપે અમારા ધારાસભ્યોને ધમકી આપી હતી અને કહ્યું હતું કે અમારી 20 કરોડ રૂપિયાની ઓફર સ્વીકારો અથવા સિસોદિયાની જેમ CBI કેસનો સામનો કરો. ભાજપે 20-25 ધારાસભ્યોના સંપર્કમાં હોવાનો આપએ દાવો કર્યો છે. તેઓ દિલ્હીના શિક્ષણ મોડલથી ચિંતિત છે, તેઓ દેશને વેચવા માંગે છે, કેજરીવાલ દેશને બચાવવા માંગે છે. સાવચેત રહો આ દિલ્હી છે, અહીં AAPની સરકાર છે, તે વેચાવાની નથી.

ઉલ્લેનીય છે કે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાજપ પર AAPને તોડીને ભગવા પાર્ટીમાં જોડાવાની ઓફર આપવાનો આરોપ લગાવ્યા બાદ દિલ્હીનું રાજકારણ ગરમાયું હતું. સિસોદિયાએ ટ્વીટ કર્યું હતું કે, મને ભાજપનો સંદેશ મળ્યો છે “આપ” તોડો અને ભાજપમાં જોડાઓ, CBI EDના તમામ કેસ બંધ કરવામાં આવશે. ભાજપને મારો જવાબ છે કે, હું મહારાણા પ્રતાપનો વંશજ છું, હું રાજપૂત છું, હું ભ્રષ્ટાચારીઓ સામે ઝૂકીશ નહીં. મારી સામેના તમામ કેસ ખોટા છે, તમારે જે કરવું હોય તે કરો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular