Monday, April 27, 2026
HomeGujaratવિનોદ દુઆઃ એક એવું નામ જેવો હતો, તેવું જ જીવ્યો

વિનોદ દુઆઃ એક એવું નામ જેવો હતો, તેવું જ જીવ્યો

- Advertisement -

પ્રશાંત દયાળ (અમદાવાદ): માણસ કેટલું લાંબુ જીવ્યો તેના કરતાં કેવું જીવ્યો તે ઉત્તમ છે, આ કહેવું અને સાંભળવું બહુ સારું લાગે પરંતુ ભારતીય પત્રકારત્વમાં વિનોદ દુઆનું નામ એવું છે કે તમે વિનોદ દુઆને અરિસ્સો બતાડવાની હિંમત ન કરી શકો. આજે 67 વર્ષની ઉંમરે વિનોદ દુઆનો દેહ પંચમહાભૂતમાં વિલિન થશે તો પણ વિનોદ દુઆ ભારતના લાખો પત્રકારોના જીવનમાં સદા જીવી જશે. નવી પેઢી અને નવી પેઢીના પત્રકારોને કદાચ યાદ પણ નહીં હોય કે જ્યારે 1990નો દસક ભારતમાં ટેલિવિઝન યુગનો પ્રારંભ થયો, ટેલિવિઝનમાં દુરદર્શન સિવાય કોઈ માધ્યમ ન્હોતું ત્યારે રાષ્ટ્રીય પ્રશ્નો અને ઈક્વિપમેન્ટ્સની સમીક્ષામાં આ બંને વિષયની ચર્ચામાં હિન્દીમાં વિનોદ દુઆ અને અંગ્રેજીમાં પ્રણવ રોય સિવાય કોઈનું નામ ન્હોતું.





યુગ બદલાયો રાજકારણ અને પત્રકારત્વ બદલાયું દુરદર્શન જેવા માધ્યમમાં કામ કરતા વિનોદ દુઆ અને પ્રણવ રોય સરકારનો કાન આમળવાની હિંમત પણ કરતાં હતા. કદાચ આવી હિંમત કરવાનું સ્વપ્ન પણ નવી પેઢીના પત્રકારને આવી શકે નહીં પણ વિનોદ દુઆ અને પ્રણવ રોયે તેવું કામ કર્યું.

કોરોના પછી શારિરિક અસ્વસ્થ થયેલા વિનોદ દુઆ અનેક લાંબી લડાઈ લડ્યા. મન થાક્યું ન્હોતું પણ શરિર થાકી ગયું અને 67 વર્ષની ઉંમરે તેમણે દેહત્યાગ કર્યો. વિનોદ દુઆ હતા તેવું કહી તેમનું અમે અપમાન નથી કરતા, વિનોદ દુઆ આજે અને કાયમ આપણી સાથે રહેશે તેવું કહી અમે તેમને સલામ કરીએ છીએ.




- Advertisement -

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular