Sunday, June 28, 2026
HomeGujaratરાજકોટમાં ઈથેનોલ અને સીરપ ભેળવી નકલી બ્રાન્ડના દારૂની મીની ફેકટરી ઝડપાઈ

રાજકોટમાં ઈથેનોલ અને સીરપ ભેળવી નકલી બ્રાન્ડના દારૂની મીની ફેકટરી ઝડપાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ બોટાદ લઠ્ઠાકાંડના પડઘા હજી શાંત થયા નથી ત્યાં તો ફરી લઠ્ઠાકાંડ જેની ઘટના બનતા રાજકોટમાં રહી ગઈ છે. રાજકોટમાં પોલીસે નકલી દારૂ બનાવવાની મીની ફેકટરી ઝડપી પાડી છે. ભેજાબાજ બુટલેગર ઈથેનોલ અને સીરપમાંથી દારૂ તૈયાર કરીને ત્યારબાદ ખાલી બોટલ્સમાં ભરીને તેના પર દારૂની કંપનીના સ્ટીકર લગાવી દેતો હતો.

રાજકોટના લોધિકાના મોટાવડા ગામમાં દારૂની નકલી ફેકટરી ઊભી કરીને ભેળસેળ વાળો દારૂ તૈયાર કરવામાં આવતો હોવાની માહિતી સ્થાનીક પોલીસને મળી હતી. માહિતીના આધારે લોધિકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર સહિતનો પોલીસ કાફલો સ્થળ પર તપાસ કરવા જતાં પોલીસને જોઈને એક વ્યક્તિએ બાઈક પર ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસે તેને કોર્ડન કરીને પકડી પાડ્યો હતો.

- Advertisement -

પોલીસ પુછપરછમાં ઝડપાયેલા વ્યક્તિનું નામ યોગેન્દ્રસિંહ હોવાનું સામે આવ્યું હતું. યોગેન્દ્રને સાથે રાખીને પોલીસે જગ્યાની તલાસી લેતા ઓરડીમાંથી કેરબા, પ્લાસ્ટિકના કોથળા, પાંણીની ટાંકી મળી હતી. પાંણીની ટાંકી ચેક કરતા તેમાંથી કેફી પ્રવાહીની વાસ આવતી હતી. ઉપરાંત નકલી વિદેશી દારૂ બનાવવાની સામગ્રી, કેફી પ્રવાહી ભરેલી 60 બોટલ, 385 લિટર કેફી પ્રવાહી ભરેલા કેરબા, વિદેશી દારૂની મેકડોલ્સ નં.1 બ્રાન્ડની શરાબના સ્ટિકર, રેપર, બોક્સ મળી આવ્યા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, યોગેન્દ્રસિંહ અને રાજકોટના નવલનગર-2માં રહેતો તેના કાકાના છોકરાએ ભેગા મળીને નકલી દારૂ બનાવવાની બોટલ્સમાં પેકિંગ કરીને વેચાણ કરવાનું છેલ્લા બે દિવસથી શરૂ કર્યું હતું. દારૂમાં નોન આલ્કોહોલિક બીયર, સીરપ, ફ્લેવર, ઇથેનોલ મિક્સ કરીને બનાવવામાં આવતો હતો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular