નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતમાં હાલમાં ચૂંટણીની તૈયારીઓ લગભગ તમામ રાજકીય પાર્ટીઓએ શરૂ કરી દીધી છે. તેવા સંજોગોમાં ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં જ વિધાનસભા ચૂંટણી માટેના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરી દીધું છે. આગામી સમયમાં બીજા ઉમેદવારો જાહેર કરવામાં આવશે. તેવા સંજોગોમાં કેજરીવાલની ગુજરાતમાં ફરી એન્ટ્રી સૂચક બની છે.
ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીને લઈ ભારે મહેનત કરવાનું શરૂ કરી દેવાયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અને નેતા ઈસુદાન ગઢવી સહિતના મોટા ચહેરાઓ આગામી વિધાનસભા ચૂંટણી લડશે તે લગભગ નક્કી છે. ત્યારે ગુજરાતમાંથી બહુ જ પ્રેમ મળી રહ્યો છે અને હું આજે બે દિવસ માટે ગુજરાત જઈ રહ્યો છું. તેવું સોશિયલ મીડિયા પર લખ્યું છે.
ઉપરાંત પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતના કેટલાક વેપારીઓ સાથે કેજરીવાલ આજે બપોરે 3 વાગ્યાના અરસામાં બેઠક કરી જીએસટી, મોંઘવારી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. તે ઉપરાંત બીજા દિવસે તેઓ આદિવાસી ભાઈઓ બહેનોને મળશે.








