Sunday, April 19, 2026
HomeGujaratબનાસકાંઠા: દારૂના અડ્ડાઓ બંધ કરાવવા મહિલાઓએ રેલી કાઢી, ASP કચેરીએ ધરણાં કર્યા

બનાસકાંઠા: દારૂના અડ્ડાઓ બંધ કરાવવા મહિલાઓએ રેલી કાઢી, ASP કચેરીએ ધરણાં કર્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: બોટાદમાં લઠ્ઠાકાંડ બાદ એક તરફ પોલીસ દેશી દારૂના અડ્ડાઓ પર તવાઈ બોલાવી રહ્યા છે તો બીજી તરફ હવે લોકોમાં પણ દેશી દારૂ અંગે જાગૃતિ આવી રહી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. પ્રજા હવે પોલીસ સમક્ષ જઈને દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટેની માગણીઓ કરી રહ્યા છે. બનાસકાંઠાના થરાદમાં મહિલાઓએ ASP ઓફિસ જઈને ખુલ્લેઆમ વેચાતા દારૂને બંધ કરવા ધરણાં પર ઉતર્યા હતા.

બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડની અસર સમગ્ર રાજ્ય પર થઈ છે. રાત દિવસ ધમધમતા દારૂના અડ્ડાઓ પર એકાએક દરોડા પાડવાનું શરૂ થયું છે. બીજી બાજુ બોટાદના લઠ્ઠાકાંડમાં અનેકના મોત બાદ દેશી દારૂ ઢીચનારાઓમાં ફફળાટ થતાં દારૂના અડ્ડા તરફ જોવાનું પણ બંધ કરી દીધું છે. ત્યારે બનાસકાંઠાના થરાદમાં આવેલા શિવનગરમાં આજે દેશી દારૂના અડ્ડાઓને બંધ કરાવવા માટે રેલી નીકળવામાં આવી હતી.

- Advertisement -

શિવનગરથી નીકળેલી રેલીમાં પુરુષો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર રહી હતી. રેલી ASP કચેરીએ પહોંચતા અડ્ડા બંધ કરાવવાના સુત્રાચાર પણ કરવામાં આવ્યા હતા અને ASPને આવેદન પત્ર પાઠવીને મહિલાઓએ દારૂના વેચાણ કરતાં શખ્સોને પકડી કડક કાર્યવાહીની માગ સાથે રજૂઆત કરી હતી. મહિલા આગેવાન ગીતાબહેન જણાવ્યુ હતું કે, શિવનગર વિસ્તારની મહિલાઓની એક જ માગ છે કે શહેરમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવે, ગામના બાળકોનું ભવિષ્ય, માતાનો પ્રેમ, બાપનું સપનું દારૂના કારણે બંધુ જ છીનવાય જાય છે. આ પ્રકારની ઘટનાઓની જવાબદારી કોની? બોટાદમાં જે ધટના બની છે તે બાદ શિવનગરની મહિલાઓએ દારૂના અડ્ડા ચલાવતા લોકો અને તેમણે સમર્થન કરતાં લોકોની સામે લડતા રહેવાનુ જણાવ્યુ હતું.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular