Tuesday, August 25, 2026
HomeGujaratલઠ્ઠાકાંડ વચ્ચે પોલીસની શરાબ પાર્ટી: વલસાડના SP મધરાત્રે રેડ કરતાં 1 PSI,...

લઠ્ઠાકાંડ વચ્ચે પોલીસની શરાબ પાર્ટી: વલસાડના SP મધરાત્રે રેડ કરતાં 1 PSI, 3 કોન્સટેબલ સહિત 20 ઝડપાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વલસાડ: બોટાદમાં લઠ્ઠાકાંડ બાદ ગુજરાત પોલીસ ઠેર-ઠેર દરોડા પાડીને ઘોડા છૂટ્યા બાદ તબેલા બાંધવા બેઠી છે. ત્યારે વલસાડમાં પોલીસને દારૂની મહેફિલની જાણકારી મળતા રેડ પાડવા પહોંચી હતી. જેમાં દારૂની મહેફિલ માણતા એક પોલીસ સબ ઈન્સ્પેકર, ત્રણ કોન્સટેબલ સહિત 20 ઝડપાયા છે.

ગુજરાતમાં દારૂબંધી વચ્ચે લઠ્ઠાકાંડની ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવતાં પોલીસની વરદી પર એક ડાઘ લાગ્યો હતો. જો કે હવે દારૂબંધીની આબરૂ બચાવવા પોલીસ કામે લાગી ગઈ છે. ત્યારે વધુ એક ડાઘ પોલીસ વરધી પર લાગ્યો છે. વલસાડમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પોલીસના ધ્યાને આવતા મોડી રાત્રે દરોડા પાડ્યા હતા.

- Advertisement -



વલસાડમાં આવેલી અતુલ સોસાયટીમાં મોડી રાત્રે જિલ્લાના પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાએ પોલીસ કાફલા સાથે રેડ કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં એક બંગલામાં દારૂની મહેફિલ માણતા એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ત્રણ કોન્સટેબલ સહિત 20 લોકો ઝડપાયા હતા. પોલીસને મહેફિલમાંથી મોંઘીદાટ વિદેશી દારૂની બોટલ્સ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular