પ્રશાંત દયાળ નવજીવન : માણસ ગમે એટલો મોટો થઈ જાય પણ પોતાના મુળ અને ભુતકાળને ભુલતો નથી તેમને વર્તમાન આનંદદાયક હોય છે, 2004 બેંચના ગુજરાતના આઈપીએસ અધિકારી ગૌતમ પરમારની કથા પણ કઈક આવી છે, દિવાળીના તહેવારો દરમિયાનનો એક વિડીયો અમારી પાસે આવ્યો જેમાં તેઓ અમદાવાદના શાહપુર વિસ્તારની એક પોળમાં જાય છે, સામાન્ય રીતે પોલીસને જોતા લોકોના મનમાં એક પ્રકારનો ડર હોય છે, પરંતુ તેમને જોતા પોળના સ્ત્રી પુરુષો અને બાળકોના ચહેરા ઉપર આનંદ હતો તેમને જોતા ઘણા તો અરે ગૌતમ આયા કહી પ્રેમથી તુકારો પણ આપી રહ્યા હતા.
મુળ અમદાવાદના વતની અને શાહપુરના સરકારી દવાખાનામાં તેમને જન્મ થયો તેમનું બાળપણ અને સ્કુલનું શિક્ષણ અહિયા થયુ, શહેરની પોળો ત્યારે પણ સાંકડી હતી, પણ સાંકડી ગલીઓ અને સાંકડા ઘરોમાં મોટા હ્રદયના માણસો રહેતા એક એવો સમય હતો જયારે હિન્દુ મુસ્લિમો સાથે રહેતા હતા તેમના માટે દિવાળી અને ઈદ સરખી હતી આ પ્રકારના માહોલમાં ઉછેરલા ગૌતમ પરમાર અત્યંત સામાન્ય પરિવારમાં રહેતા, એક નાનકડુ ઘર જયાં તેઓ રહેતા હતા, આ જ પોળમાં તેમનો એક મિત્ર શૌકત જેનું પ્રમાણમાં મોટુ કહી શકાય તેવુ ઘર હતુ, ગૌતમ પરમાર અને શૌકત સાથે વાંચતા આજે શૌકત વિદેશમાં ડૉકટર છે.

પથ્થરવાલી મસ્જીદની પોળમાં અત્યંત ગરીબી અને સંઘર્ષમાં જીવ્યા છતાં ગૌતમ પરમારને બીજા કરતા કઈક જુદુ કરવુ હતું, 2004 માં UPSC પાસ કરી તેઓ ગુજરાત કેડરના IPS બન્યા આજે તેઓ અમદાવાદ સેકટર 2 માં અધિક પોલીસ કમિશર તરીકે ફરજ બજાવે છે, મુળ અમદાવાદના હોવાને કારણે અમદાવાદ અને અમદાવાદના મીજાજને બીજા કરતા સારી રીતે સમજે છે, આજે તેમની પાસે બધુ જ છે, છતાં પોતાનું બાળપણ જયા પસાર થયુ તે નાનકડુ ઘર, પેલા હિન્દુ મુસ્લિમ મિત્રો, શાકની લારીવાળી બહેન, પોળના નાકે આવેલી નાની દુકાનના માલિકો ભુલ્યા નથી, બધુ જ હોવા છતાં મન તો પોળની જીંદગીમાં જ રમ્યા કરે છે, દિવાળીના દિવસોનાં ફરી ગૌતમ પરમારને પોતાનું જુનુ ઘર આવી ગયુ એટલે ત્યાંથી પસાર થતી વખતે તેમણે પોતાના કાફલાને રોકયો અને પોળમાં દાખલ થયા.
પથ્થરવાળી મસ્જીદની પોળમાં દાખત થતાં તેમને જોતા બધાના ચહેરા ઉપર એક પ્રકારનો આનંદ હતો, બધાને તેમણે એક પછી એક યાદ કર્યા અને મિત્ર શૌકત વિદેશ રહેતો હોવા છતાં તેમની એકલી રહેતી માતાને મળવા તેમના ઘરે ગયા, દરવાજો ખટખટાવી પહેલા તો પોલીસ સ્ટાઈલમાં કહ્યુ શૌકત કહાએ અને શૌકતને માતાએ દરવાજો ખોલતા ગૌતમ પરમાર તેમને પગે લાગ્યા હતા આખી ઘટના શબ્દોમાં સમજવા કરતા તેનો વિડીયો જુઓ
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









