પ્રશાંત દયાળ (ભાગ-33 દિવાલ) : ઈન્સપેક્ટર જાડેજા PI Jadeja ફિરોજચાચા Firozchacha ને લઈ ક્રાઈમ બ્રાન્ચ Crime Branch પહોંચ્યા અને કારમાંથી તેમને હાથ પકડી ઉતાર્યા ત્યારે ત્યાં હાજર પોલીસવાળા માની રહ્યા હતા કે કોઈ મોટો શિકાર જાડેજા Jadeja સાહેબે પકડયો છે. પણ બીજી જ ક્ષણે એવો વિચાર પણ આવતો કે આવો ઘરડો ટેરેરીસ્ટ થોડો હોય. પોલીસ પણ આખરે તો હિન્દુ જ હતી. તરત ત્રીજો વિચાર પણ આવી જતો આ મીયાઓનો કોઈ ભરોસો નહીં. નાનો છોકરો હોય કે ઘરડો આ બધા બહુ કટ્ટર જ હોય છે. જો કે જાડેજા Jadeja ના મનમાં ક્રાઈમ બ્રાન્ચ Crime Branch આવતા ઘણી બધી સ્પષ્ટતા આપમેળે આવવા લાગી હતી. તેમણે કારમાં ફિરોજચાચા Firozchacha ને એક પણ પ્રશ્ન પુછ્યો ન્હોતો પણ ચાચાની બાજુમાં બેસી તેમને ચાચા માટે કોઈ નકારાત્મક ભાવ આવતો ન્હોતો.
ચાચાને ડીસીપી સિન્હા DCP Sinha ની ચેમ્બર બહાર બેસાડ્યા અને ડીસીપી DCP ના કમાન્ડોને પુછ્યુ સાહેબ શુ કરે છે? કમાન્ડોએ કહ્યુ હજી હમણાં જ સાહેબ જમવા બેઠા છે. જાડેજા Jadeja એ તરત પોતાની કાંડા ઘડીયાળ સામે જોયુ પોણા નવ થવા આવ્યા હતા. સિન્હા Sinha સાહેબ રાતે મોટા ભાગે ઘરે જઈને જ જમતા હતા પણ આજે તેમણે ટિફિન મંગાવી લીધુ તેનો અર્થ તેઓ નાઈટ કરવાના હશે અને ડીસીપી નાઈટ DCP NIght કરે તો સ્ટાફે પણ નાઈટ કરવી જ પડે. જાડેજાએ વિચાર કર્યો અને પછી કમાન્ડોને કહ્યુ સારૂ આ ચાચાને પાણી આપો અને ચ્હાનું કહી દો. સાહેબ જમી લે એટલે મને બોલાવજો, આટલુ કહી જાડેજા Jadeja પોતાની ચેમ્બરમાં જતા રહ્યા હતા. જાડેજા પોતાની ચેમ્બરમાં જઈ વિચાર કરવા લાગ્યા જો ખરેખર આ ચાચા આખી ઘટના સાથે સંકળાયેલા નથી તો ટેરેરીસ્ટ કોણ હતા? પહેલા તો ફિરોજ Firoz ના નામનો ઉલ્લેખ થયો ત્યારે લાગ્યુ કે બસ હવે ગણતરીના કલાકમાં કેસ ઉકેલાઈ જશે, પણ ચાચાને જોઈ નિરાશા થઈ હતી અને તેમને કંઈ પણ પુછ્યા વગર એવુ લાગી રહ્યુ હતું કે ચાચા પાસે કંઈ ખાસ વિગત મળવાની શક્યતા નથી. 10 મિનિટમાં જ કમાન્ડો આવ્યો અને કહ્યુ સર DCP સાહેબનું જમવાનું થઈ ગયુ છે. જાડેજા Jadeja એકદમ ખુરશીમાંથી ઉઠ્યા અને ડીસીપી DCP ની ચેમ્બરમાં દાખલ થયા. જાડેજા Jadeja ને જોતા ડીસીપી સિન્હા DCP Sinha એ પુછ્યુ ફિરોજ કો ઉઠા લાયે? મિલા કે નહીં? જાડેજાના ચહેરા ઉપર થોડો સંકોચ આવ્યો. તેમણે કહ્યુ મિલા સર લેકીન ફિરોજ એક બુઢા આદમી હૈ, ડીસીપી DCP ના કપાળની રેખાઓ સાંકડી થઈ, તેમણે ફરી પુછ્યુ બુઢા આદમી? જાડેજાએ કહ્યુ જી સર, ડીસીપી DCP એ માથા ઉપર ફરી રહેલા પંખા સામે સામે જોયુ અને પછી જાડેજા સામે જોતા કહ્યુ ઠીક કોઈ બાત નહીં લે આઓ ઉન્હે.
જાડેજા Jadeja ચેમ્બરની બહાર નિકળ્યા ત્યારે ચાચા તેમના માટે આવી રહેલી ચ્હા પી રહ્યા હતા. જાડેજા Jadeja ને જોતા ચાચા કપ નીચે મુકવા ગયા. જાડેજાએ કહ્યુ કોઈ વાંધો નહીં ચાચા ચ્હા પી લો. ચાચાએ ફરી ચ્હાનો કપ મોંઢે માંડ્યો અને બે ચુસકી ચ્હા પુરી કરી. જાડેજા Jadeja એ કમાન્ડો સામે જોયુ તેણે તરત ચાચાના હાથમાંથી કપ લઈ લીધો. જાડેજાએ ચાચાને ખભાને પકડી તેમને ઉભા થવા માટે મદદ કરી અને તેમને ચેમ્બરમાં લઈ ગયા. ડીસીપી DCP ચાચાને જોતા જ રહ્યા, ચાચાની ઉંચાઈ 5 ફુટની હશે, પાતળો બાંધો ચહેરા ઉપર મુછ વગરની દાઢી, સફેદ લેંધો હતો. જે પગના પંજાથી 2 ઈંચ ઉચો હતો, આછા પીળા રંગનો ઝભ્ભો હતો, તેની બાયો હાથની કોણી સુધી વાળેલી હતી. ડીસીપી DCP જોતા જ રહ્યા, વિચાર આવ્યો આપણે જે ફિરોજ Firoz ની જરૂર હતી તે આ જ માણસ હતો? તેમણે જાડેજા Jadeja સામે પ્રશ્નાર્થ નજરે જોયુ.
જાડેજાએ કહ્યુ સર યાકુબનગર Yakubnagar માં તેમનું જ મકાન છે. ડીસીપીને હજી ખાતરી કરવી હતી, તેમણે ગુજરાતીમાં જ વાત શરૂ કરતા પુછ્યુ ચાચા યાકુબનગર Yakubnagar માં તમારૂ કોઈ મકાન છે? ચાચાએ માથુ હલાવી હા પાડી, તેમણે પુછ્યુ તમારા મકાનનો નંબર કેટલો છે? ચાચાએ એક ક્ષણ વિચાર કર્યો અને કહ્યુ સાહેબ 5 નંબર છે. તરત ડીસીપી DCP અને જાડેજા Jadeja ની નજર એક થઈ, ડીસીપી DCP ચાચાને ખુરશી તરફ ઈશારો કરતા કહ્યુ બેસો મારે તમારી સાથે કેટલીક વાત કરવી છે. જાડેજા Jadeja એ ચાચાને ખુરશીમાં બેસવા માટે મદદ કરવા માટે ટેબલને અડીને રહેલી ખુરશી થોડી પાછી કરી અને ચાચાને બેસાડ્યા. ડીસીપી DCP છેલ્લાં કેટલાય દિવસથી જે પ્રકારે બ્લાસ્ટ કેસ Blast case ડિટેક્ટ કરવા માટે મહેનત કરી રહ્યા હતા, તેમને યાકુબનગર Yakubnagar પછી લાગ્યુ કે ફિરોજ Firoz મળી જાય તો તેની પાસે ઓકાવવા માટે તેની સર્વિસ કરવી પડશે, પણ ચાચા ની ઉંમર એટલી હતી કે તેમની પાસેથી તેમની વાત જાણ્યા વગર તેમની સાથે ઉંચા અવાજે વાત કરવુ પણ વાજબી ન્હોતુ.
ડીસીપી DCP એ પુછ્યુ દેખો મે આપકી ઈજ્જત કરતા હું, લેકીન આપ કો મે જો પુછતા હું એકદમ સહી બતાના. ચાચાએ જાડેજા Jadeja, સાહેબ સામે જોયુ કારણ તેમને ડર લાગ્યો હતો. જાડેજા Jadeja એ તેમને આશ્વાસન આપતા કહ્યુ ચાચા ડરો નહીં, સાહેબ તમને પુછે તે સાચુ કહી દેજો. ડીસીપી DCP એ પોતાની 2 કોણીએ ટેબલ ઉપર ગોઠવી અને થોડા આગળ થતાં પુછ્યુ ચાચા તમે ઘર કોઈને ભાડે આપ્યુ હતું? ફરી ચાચાએ જાડેજા Jadeja સામે જોયુ, કારણ ડીસીપી DCP ગુજરાતીમાં ભલે બોલતા હતા પણ તેઓ હિન્દી ભાષી હોવાને કારણે તેમની ગુજરાતી સ્પષ્ટ ન્હોતી. જાડેજાએ ફરી તે જ પ્રશ્ન સમજાવતા પુછ્યુ તમારૂ યાકુબનગર Yakubnagar નું ઘર કોઈને ભાડે આપ્યુ હતું?
ચાચાએ ડીસીપી DCP સામે જોતા કહ્યુ સાહેબ યાકુબનગર Yakubnagar માં તો કોણ ભાડે રહેવા આવે? આ વાક્ય સાંભળી ડીસીપી DCP ના ચહેરા ઉપર ગુસ્સો દોડી આવ્યો, પણ તેમણે પોતાની ઉપર નિયંત્રણ રાખ્યો અને સવાલ જુદી રીતે પુછ્યો. તો પછી છેલ્લાં અઠવાડીયા Last Week, 15 દિવસ કે પછી મહિનાથી તમારા ઘરમાં કોઈ રહેતુ હતું? હવે ચાચાને આખી વાત સમજાઈ. તેમણે કહ્યુ હા સાહેબ કોઈ રહેવા તો આવ્યા હતા પણ તે કોણ છે તેની મને ખબર નથી. ડીસીપી DCP ગુસ્સામાં જોવા લાગ્યા હતા. ચાચાએ ફરી જાડેજા Jadeja સામે જોયુ અને બોલ્યા વગર જાણે એવુ પુછી રહ્યા હતા કે હું કઈ ખોટુ બોલ્યો, જાડેજા Jadeja એ પુછ્યુ ચાચા તમારા ઘરમાં કોઈ રહેવા આવે અને તમને ખબર ના હોય કે કોણ રહેતુ હતું, મને લાગે છે હવે તમે વાજબી જવાબ આપતા નથી. જાડેજાનો હમણાં સુધીનો મૃદુ અવાજ કઠોર થયો હતો.
ચાચા પણ બદલાયેલા અવાજને સમજી ગયા હતા, તેમણે જાડેજા સામે હાથ જોડતા કહ્યુ સાહેબ સાચુ કહુ છુ, કોણ રહેતુ હતું તેની મને ખબર નથી પણ હૈદરાબાદવાળા નસિરૂદ્દીન Nasiruddin from Hyderabad આવ્યા હતા અને તેમણે મને કહ્યુ કે આપણા છોકરાઓ 15 દિવસ માટે અમદાવાદ Ahmedabad આવવાના છે, તમારૂ ઘર ખાલી છે તો તેમને આપો. ડીસીપી DCP એકદમ ટટ્ટાર થઈ ગયા તેમણે તરત પોતાની સામે પડેલા કાગળ ઉપર નસીરૂઉદ્દ Nasiruddin નું નામ લખ્યુ અને ચાચા સામે જોયુ ચાચાએ વાતને સ્પષ્ટ કરતા કહ્યુ નસીરૂદ્દીન Nasiruddin ને હું પહેલા ક્યારેય મળ્યો ન્હોતો, હા તેમનો વીડિયો Video જોતો હતો, તેઓ અમારી જમાતના છે, તે મહિના પહેલા મારે ઘરે આવ્યા ત્યારે હું ખુબ રાજી થયો હતો, તેઓ ઈસ્લામના સારા જાણકાર છે. ડીસીપી DCP એ જાડેજા સામે જોયુ અને તેમને બેસવાનો ઈશારો કર્યો. જાડેજા ચાચાની બાજુની ખુરશીમાં બેઠા, ચાચાએ ફરી વાતને આગળ વધારતા કહ્યુ નસીરૂદ્દી Nasiruddin ને મને પંદર 15 દિવસ માટેનું ભાડુ આપવાનું પણ કહ્યુ હતું, પણ મેં કહ્યુ જમાત માટેનું કામ હોય તો ભાડુ થોડુ લેવાય. ડીસીપી DCP એ ટેબલ ઉપર પડેલા સિગરેટના પાકિટમાંથી સિગરેટ કાઢી અને કશ ખેંચ્યો જાણે તે સિગરેટનાં ધુમાડોમાં સત્ય શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
(ક્રમશ:)
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.