Thursday, April 23, 2026
HomeGujaratઅમદાવાદ: કાંકરીયામાં રાઇડ્સ દુર્ઘટનામાં 2ના જીવ ગયા છતાં ફરીએ એ જ કોન્ટ્રાક્ટરોને...

અમદાવાદ: કાંકરીયામાં રાઇડ્સ દુર્ઘટનામાં 2ના જીવ ગયા છતાં ફરીએ એ જ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાકટ અપાયો

- Advertisement -

નજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના કાંકરીયામાં ત્રણ વર્ષ પહેલા રાઈડ દુર્ઘટનાના કારણે બેના મોત થયા હતા જ્યારે 29ને ઇજાઓ પહોંચી હતી, તેમ છતાં AMC દ્વારા આશ્ચર્યજનક નિર્ણય કરી એ જ કોન્ટ્રાકટરને ફરીથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આટલી મોટી દુર્ઘટના બનવા છતાં AMC દ્વારા કાર્યવાહી કરવાના બદલે ફરી મળતીયાને રાઈડ ફરીથી ચાલુ કરવા મંજૂરી આપવામાં આવી છે.

કાંકરીયાના એમ્યુઝમેન્ટ પાર્કમાં ડીસ્કવરી રાઈડ અચાનક તુટી પડતા 30 જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા હતા. ઉપરાંત પાંચથી વધુને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને બે વ્યક્તિના કરૂણ મૃત્યુ થયા હતા. આ દુર્ઘટના બાદ AMCએ કોન્ટ્રાકટર સામે પગલાં લેવાના બદલે ત્રણ વર્ષ બાદ ફરીથી તે કોન્ટ્રાકટરને રાઈડ્સ શરૂ કરવા માટેની મંજૂરી આપી દીધી છે. ઉપરાંત ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ દુર્ઘટના થાય તો તેની જવાબદારી માત્ર રાઈડ માલિક અને સંચાલકોની રહેશે તેવી બાંહેધરી લેવામાં આવી છે. એમ્યુઝમેન્ટ પાર્ક-2માં આવતી રાઈડ્સની ચકાસણી કરાવી ISO એજન્સીનું પ્રમાણપત્ર મેળવવા સૂચના પણ આપવામાં આવી છે.

- Advertisement -

દુર્ઘટનાના કારણે છેલ્લા ત્રણ વર્ષથી બંધ એમ્યુઝમેન્ટ પાર્કને હવે નવેસરથી શરૂ કરવામાં આવશે. એમ્યુઝમેન્ટ પાર્ક-2 શરૂ કરવા માટે સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લિ. કોન્ટ્રાકટરે તમામ લાઈસન્સ નવેસરથી લીધા છે. એમ્યુઝમેન્ટ પાર્ક બૂમરેંગ, રોલર કોસ્ટર, ડિસ્કોફ્લિપિંગ એક્શન આર્મ રાઈડ શરૂ થશે. આ રાઈડનું ચેકિંગ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના એક્સપર્ટ અધિકારીઓ પાસે કરાવી સર્ટિફિકેટ આપવામાં આવતા NOC મળી હતી. જો સમગ્ર મામલે AMC વિપક્ષના નેતાનો આક્ષેપ છે કે એમ્યુઝમેન્ટ પાર્કના માલિક ભાજપના પૂર્વ કોર્પોરેટરના ભાઇ છે જેના કારણે આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી નથી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular