Thursday, April 23, 2026
HomeNationalઉદ્ધવ જૂથને મોટો ફટકો, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિવસેનાના 67 પૂર્વ કાઉન્સિલરોમાંથી 66એ...

ઉદ્ધવ જૂથને મોટો ફટકો, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિવસેનાના 67 પૂર્વ કાઉન્સિલરોમાંથી 66એ શિંદે જૂથને સમર્થન આપ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. થાણે: થાણેમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેનાના જૂથને મોટો ઝટકો લાગ્યો છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, પાર્ટીના 67 પૂર્વ કાઉન્સિલરોમાંથી 66એ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને ટેકો જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે 131 સભ્યોની થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનનો કાર્યકાળ થોડા સમય પહેલા પૂરો થયો હતો અને હવે ચૂંટણી યોજાવાની છે. આ મહાનગરપાલિકા શિવસેનાનો ગઢ માનવામાં આવે છે.

એકનાથ શિંદેના કાર્યાલયે અહીં એક રિલીઝમાં જણાવ્યું હતું કે પૂર્વ મેયર નરેશ મહાસ્કેના નેતૃત્વમાં શિવસેનાના 66 પૂર્વ કાઉન્સિલરોએ બુધવારે રાત્રે એકનાથ શિંદેને તેમના મુંબઈના નિવાસસ્થાન “નંદનવન” બંગલામાં મળ્યા હતા અને તેમને સમર્થન આપ્યું હતું.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદેએ ગયા મહિને શિવસેના સામે બળવો કર્યો હતો. તેમને શિવસેનાના મોટાભાગના ધારાસભ્યોએ ટેકો આપ્યો હતો, જેના કારણે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (MVA) સરકારનું પતન થયું હતું. શિવસેના ઉપરાંત, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ એમવીએમાં અન્ય ઘટક હતા.

શિંદેએ 30 જૂને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular