નવજીવન ન્યૂઝ. જૂનાગઢઃ ગુજરાતમાં SHE ટીમ જ્યારથી કાર્યરત થઈ છે. ત્યારથી મહિલાને લગતી અનેક ફરિયાદોનો નીવાડો ઝડપથી ઉકેલવા લાગ્યો છે. ઉપરાંત ઘરેલું બાબતમાં પણ મહિલાઓનું કાઉન્સીલીંગ કરીને પરીવારને તુટતા બચાવ્યાના અનેક કિસ્સાઓ પ્રકાશિતમાં આવ્યા છે. ત્યારે આજે SHEની સહાનીય કામગીરી સામે આવી છે. માનસિક અસ્વસ્થ મહિલાને મદદ કરવાને મદલે લોકો તેમનો તમાશો ઉડાવતા હતા તે મહિલાની વારે જૂનાગઢની SHE ટીમ આવી છે.
જૂનાગઢના ઝાંઝરડા રોડ પાસે એક માનસિક અસ્વસ્થ મહિલા નિર્વસ્ત્ર થઈને ફૂટપાથ પાસે હતી અને લોકો મદદ કરવાના બદલે તમાશો જોઈને વિકૃત આનંદ મેળવતા હોવાની જાણ આગેવાનો અને પત્રકાર દ્વારા જૂનાગઢ ડિવિઝનના DySP પ્રદીપસિંહ જાડેજાને કરવામાં આવી હતી. માનસિક અસ્વસ્થ મહિલા વિષે જાણ થતાં તરત જ DySP જાડેજાએ જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એન.આર.પટેલ, પોલીસ સબઈન્સપેક્ટર કે.કે. મારું, હેડકોન્સટેબલ ધાનિબેન અને SHE ટીમના મહિલા ASI રસીલાબેન, પો.કો. મિત્તલબેન, સહિતની મહિલા પોલીસની ટીમને ગણતરીની મિનિટમાં બજારમાંથી કપડા ખરીદીને તે મહિલા પાસે મોકલી આપ્યા. SHE ટીમે માનસિક અસ્વસ્થ લાવારીસ મહિલાને કપડા પહેરાવીને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. મહિલાની પૂછપરછ કરતા કોઈ પ્રતિક્રીયા આપતી ન હતી.
SHE ટીમે માનસિક અસ્વસ્થ મહિલાની સાફસફાઈ કરી તેના માટ જમવાનું મગાવીને મહિલાને જમાડી પોતાના પરિવારની જેમ સારસંભાળ રાખી હતી. ત્યાર બાદ માનસિક અસ્વસ્થ મહિલાએ પોતાનું નામ અને તેના વિષેની વિગતો જણાવતા કહ્યું હતું કે, તે જૂનાગઢ તાલુકાના ગામડાની રહેવાસી છે, તેનો પતિ હયાત નથી અને તે દાતાર રોડપર પરિવાર સાથે રહે છે. SHE ટીમને મહિલાના પરિવાર અંગે જાણ થતાં તેના પરિવારનો સંપર્ક કરીને તેમના દિકરાને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. મહિલાને પોતાના દિકરા સાથે ઘરે પરત ફરવાનું કહેતા તેણે જવાનો ઈનકાર કરી દીધો હતો. બી ડિવિઝન પોલીસની SHE ટીમ દ્વારા મધ્યસ્થી કરીને માનસિક અસ્વસ્થ મહિલાનું કાઉન્સીલીંગ કરી કુટુંબીજનોને સમજાવતા મહિલા પરિવાર સાથે જવા માટે તૈયાર થઈ ગઈ હતી. આમ જૂનાગઢ પોલીસની SHE ટીમ દ્વારા મધ્યસ્થી થઈને માનસિક અસ્વસ્થ મહિલાનું કુટુંબીજનો સાથે મિલન કરાવ્યું હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











