નવજીવન ન્યૂઝ.સુરતઃ રાજસ્થાનના ઉદયપુરમાં હાલમાં જ કન્હૈયાલાલ નામના દરજીની નુપુર શર્માના સમર્થન કરવા બદલ ઘાતકી હત્યા કરી દેવામાં આવી. જે ઘટનાને વખોડી અયોગ્ય ગણાવનારા સુરતના એક યુવાનને સોશિયલ મીડિયાના માધ્યમથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જેમ કન્હૈયાલાલની ગળું કાપી હત્યા કરાઈ તેવી જ રીતે આ યુવકની પણ હત્યા કરાશે તેવી ધમકી મળી છે. જેને પગલે પોલીસ કમિશનરના દ્વારે આ યુવાનની અરજી પહોંચતા તેને પોલીસે ગનમેનની સુરક્ષા આપી છે.
હાલમાં જ રાજસ્થાનના ઉયદપુરમાં જ્યારે કન્હૈયાલાલ નામના દરજીએ નુપુર શર્માના નિવેદનને ટેકો આપતી પોસ્ટ મુકવામાં આવી તે પછી તેમને ધમકી મળી હતી અને ત્યાર બાદ કેટલાક શખ્સોએ દુકાનમાં માપ આપવાના બહાને તેમની હત્યા કરી નાખી હતી. ઘાતકી હત્યાને તેમણે સોશિયલ મીડિયા પર પણ જાહેર કરી હતી. જે પછી રાજસ્થાનમાં તંગદીલી ભર્યું વાતાવરણ ઊભું થયું હતું. આ કારણે રાજસ્થાનમાં કરફ્યૂ અને 144ની કલમ લાગુ કરવામાં આવી હતી. હવે આવી જ એક ધમકી સુરતના યુવરાજ પોખરણા નામના યુવકને મળી છે. આ યુવકે હત્યાની આ ઘટનાને વખોડી હતી અને તેનો વિરોધ નોંધાવ્યો હતો. હવે આ યુવાનને ઈન્સ્ટાગ્રામ પર એક યુવક દ્વારા ધમકી આપવામાં આવી રહી છે કે તેની હત્યા કરી દેવામાં આવશે. સોશિયલ મીડિયા પર મળેલી ધમકીને પગલે યુવરાજ અને તેના પરિવારમાં ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે.
યુવકને સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરવાની સામે ફૈઝલ નામના એક શખ્સ દ્વારા ધમકી આપી છે. તેણે લખ્યું છે કે ગુસ્તાક એ રસુલકી એક હી સજા, સર તનસે જુદા. આ ધમકીને પગલે યુવરાજ દ્વારા આ મામલે સુરતના પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી હતી. જેને પગલે ઉમરા પોલીસે યુવરાજનું નિવેદન લીધું હતું અને પોલીસે યુવકની સુરક્ષાને ધ્યાનમાં લઈ યુવરાજને ગનમેનની સુરક્ષા આપી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











