Sunday, November 8, 2026
HomeGujaratરાજકોટના સાંસદ મોહન કુંડારિયાને કોરોનાઃ વિદેશથી હમણાં જ આવ્યા હતા

રાજકોટના સાંસદ મોહન કુંડારિયાને કોરોનાઃ વિદેશથી હમણાં જ આવ્યા હતા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના આંકડા ધીમે ધીમે વધી રહ્યા છે, તેવામાં હાલમાં જ યોજાયેલી આઈપીએલની ફાઈનલ મેચ પછી ટકાવારીની દૃષ્ટીએ મોટો ઉછાળો જોવા મળ્યો છે, ત્યારે થોડા જ દિવસો પહેલા કોરોના સંક્રમિત થયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ તેનાથી બાકાત રહ્યા નથી. તેઓ ગઈકાલે જ નેગેટિવ રિપોર્ટ આવ્યા પછી આજે રથયાત્રામાં અમદાવાદ ખાતે જોડાયા હતા અને પહિંદ વિધિ કરી રથને પ્રસ્થાન કરાવ્યું હતું. હાલમાં રાજકોટથી માહિતી આવી રહી છે કે રાજકોટના સાંસદ મોહન કુંડારિયા પણ કોરોના સંક્રમિય થયા છે.



સાંસદ મોહન કુંડારિયા વિદેશથી હાલમાં જ પાછા આવ્યા છે ત્યારે તેમનામાં કોરોનાના લક્ષણો દેખાયા હતા. તેમણે તરુંત આ લક્ષણો જોતાં તેઓએ રિપોર્ટ કરાવવા સેમ્પલ આપ્યા હતા.તેઓ કોરોના પોઝિટીવ હોવાનું સામે આવ્યું હતું. મોરબીમાં તેમને આઈસોલેટ કરવામાં આવ્યા હતા.

રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી પણ કોરોના પોઝિટિવ થયા છે. તેમણે આ અંગેની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા લોકોને આપી હતી. કોરોનાના કેસ હમણાંથી વધી રહ્યા છે અને રોજનો આંકડો 400થી 500 પાર પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા કેસને જોતા ગુજરાત હાઈકોર્ટ પણ ચિંતામાં પડી ગઈ હતી. ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોના ટોળા થવાનું ટાળવું જોઈએ. કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાય લોકોના ટોળાએ આવવાની જરૂર નથી. કોર્ટે ગાઈડલાઈન્સનું પાલન થાય તે જરૂરી હોવાનું માન્યું હતું.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular