Sunday, November 8, 2026
HomeGeneralરાજસ્થાન તરફ જતા ગુજરાતીઓની મુશ્કેલી વધી, GSRTCની બસોને શામળાજી અટકાવી દેવાઈ

રાજસ્થાન તરફ જતા ગુજરાતીઓની મુશ્કેલી વધી, GSRTCની બસોને શામળાજી અટકાવી દેવાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અરવલ્લી: રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલની હત્યા બાદ માહોલ તણાવભર્યો જોવા મળી રહ્યો છે. કનૈયાલાલ હત્યાકાંડના વિરોધમાં ગુરુવારે સર્વ સમાજ તરફથી મૌન રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઉપરાંત રાજસ્થાનના અનેક શહેરોમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. તેવામાં રાજસ્થાન જતાં ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા છે.



રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલની હત્યા બાદ આજે રાજસ્થાનનો માહોલ ગરમાયો છે. જયપુર, ઉદયપુર સહિત અનેક જિલ્લાઓમાં બંધનું એલાન આપ્યું છે. બંધના એલાન વચ્ચે મુસાફરોની તકલીફમાં વધારો થયો છે. તકેદારીના ભાગરૂપે ડુંગરપુરના રતનપુર બોર્ડરથી રાજસ્થાન તરફ જતી ગુજરાતની બસોને ગુજરાતના છેલ્લા બસ સ્ટેન્ડ શામળાજી નજીક અટકાવી દેવામાં આવી છે. તમામ મુસાફરોને શામળાજીથી રાજસ્થાન તરફ જતી અન્ય બસો દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. નાથદ્વારા અને ઉદયપુર જતી બસોને પણ શામળાજી બસસ્ટેન્ડ નજીક રોકી દેવામાં આવી છે.

GSRTCની તમામ બસ આગામી આદેશ સુધી રાજસ્થાનમાં જવા અંગે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત જે બસ હાલ રાજસ્થાનમાં છે તેમને પણ પરત બોલાવવાનો નિર્ણય મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યો છે. GSRTC સિવાયની તમામ ખાનગી બસો રાબેતા મુજબ ચાલી રહી છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular