પ્રશાંત દયાળ (ભાગ 25 દીવાલ) : બીજા દિવસે સવારે ડીસીપી એચ કે સિન્હા DCP HK Sinha સવારે 11 વાગે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch પહોંચી ગયા, તેમની કાર જેવી ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ની ઓફિસમાં દાખલ થઈ ત્યારે તેમને પહેલી નજર પાર્કિગમાં જેસીપી વિવેક ગૌડ JCP Vivek Gowdની કાર ઉપર પડી, સાહેબ આટલા વહેલા આવી ગયા.. સાહેબ તો સામાન્ય રીતે બપોરના 2 પહેલા કયારેય ઓફિસ આવતા નથી, આવા બધા પ્રશ્નો ડીસીપી સિન્હા DCP Sinha ના મનમાં ચાલી રહ્યા હતા, ત્યારે તેમની કારના ડ્રાઈવરે પોર્ચમાં કાર ઉભી રાખવા માટે બ્રેક મારી, જેના કારણે તેમને એક સામાન્ય ઝડકો વાગ્યો અને તેમણે આગળની સીટનો ટેકો લીધો, ડીસીપી DCP ની કાર નજરે પડતા ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં હાજર સ્ટાફ સાવધાન થઈ ગયો હતો, એક પોલીસવાળો દોડતો ડીસીપી DCP ની કારનો દરવાજો ખોલવા માટે આવ્યો, તેણે પહેલા સલામ કરી અને દરવાજો ખોલ્યો, ડીસીપી DCP એ પોતાની કારની બહાર પગ મુકતા જ જે પોલીસવાળાએ દરવાજો ખોલ્યોને જે જેસીપી JCP ની કાર તરફ ઈશારો કરતા પુછયુ સર કેટલાં વાગ્યા, પોલીસવાળાનો ચહેરો કહેતો હતો, જેસીપી JCP સાહેબ તો કયારના આવી ગયા, પણ ડીસીપી DCP સાહેબને ખબર નથી.
ડીસીપી DCP ને પોલીસવાળાના ચહેરા ઉપર થઈ રહેલી ગરબડ જોઈ ગુસ્સો પણ આવ્યો, જો કે તરત પોલીસવાળો સમજી ગયો તેણે સાવધાન થતાં કહ્યુ જેસીપી સાહેબ તો સવારના 4 વાગ્યાના આવી ગયા. ડીસીપી DCP ના ચહેરા ઉપર આશ્ચર્ય નજરે પડયુ, સવારના 4 વાગે, પછી તેમણે યાદ કર્યુ તો તે પોતે પણ 3 વાગે ઓફિસમાંથી નિકળ્યા હતા, ત્યાં સુધી તો જેસીપી JCP સાહેબનો કોઈ ફોન આવ્યો ન્હોતો, તો પછી જેસીપી JCP સવારના 4 વાગે કેમ આવી ગયા હશે. ડીસીપી DCP કારના ખુલ્લા દરવાજા પાસે જ ઉભા કરી વિચાર કરી રહ્યા હતા, ત્યારે તેમને યાદ આવ્યુ કે રાતે એક વાગે તો મિટીંગમાંથી સાહેબ ગાંધીનગર હોમ સેક્રેટરી સાથે મિટીંગ છે તેમ કહી નિળ્યા હતા, તેનો અર્થ ગાંધીનગરમાં પણ મોડી રાત સુધી મિટીંગ ચાલી હશે, અને સાહેબ ત્યાંથી સીધા જ ક્રાઈમ બ્રાન્ચ Crime Branch આવ્યા હશે, તેનો અર્થ હજી તેઓ ઘરે ગયા નથી.
ડીસીપી સિન્હા DCP Sinha ના મનમાં થોડો દોષીતભાવ આવ્યો, પોતે ડીસીપી DCP હોવા છતાં રાત્રે 3 વાગે ઘરે જતા રહ્યા હતા, જયારે જેસીપી JCP તેમના સિનિયર અધિકારી હોવા છતાં હજી ઘરે ગયા નથી, સિન્હા Sinha ને ખાતરી થઈ કે નક્કી સાહેબ બ્લાસ્ટ કેસ ઉપર કામ કરતા હશે, સિન્હા Sinha પોતાના સિનિયર ગૌડ સાહેબ પાસે ઘણુ બધુ શીખી રહ્યા હતા, તેમાં આ પાઠ પણ અગત્યનો હતો, કે જયાં સુધી કામ પુરૂ થાય નહીં, ત્યાં સુધી પરિવાર, ઘર અને પોતાની જાતને પણ ભુલી જઈ કામ કરતા રહેવાનું, ડીસીપી DCP ની કાર પાસે ઉભો રહેલો પોલીસવાળો અને ડ્રાઈવર ડીસીપી DCP ના ચહેરા ઉપર થઈ રહેલા ફેરફાર જોઈ રહ્યા હતા, ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના ગ્રાઉન્ડ ફલોર ઉપર ડીસીપીની ઓફિસ હતી.
તેની બરાબર ઉપરના માળે જેસીપી JCP ની ઓફિસ હતી, ડીસીપી DCP એ કઈક વિચાર કર્યો, અને તેમણે કારના ખુલ્લા દરવાજાને સહેજ હડસેલો મારી બંધ કર્યો અને જેવા તેમના પગ આગળ વધ્યા તેની સાથે ત્યાં ઉભો રહેલો પોલીસ વાળો તેમની ચેમ્બરનો દરવાજો ખોલવા દોડયો, જો કે ડીસીપી DCP એ સિન્હાએ પોતાની ચેમ્બર તરફ દોડતા કોન્સટેબલને રોકતા કહ્યુ રહેને દો , મેં જેસીપી JCP સર કે પાસ જાતા હું, કહી ડીસીપી ઝડપથી ઉપરના માળે જતી સીડી ચઢવા લાગ્યા, જેસીપી JCP ઓફિસની બહાર ઉભા રહેલા કોન્સટેબલને સલામ કરતા કહ્યુ જય હિન્દ સર, ડીસીપી DCP એ પુછયુ સર કે પાસ કોઈ હૈ , કોન્સટેબલે ના પાડી, એટલે ડીસીપી DCP પહેલા દરવાજો નોક કર્યો અને દરવાજો ખોલી જય હિન્દ સર કહ્યુ, જેસીપી વિવેક ગૌડ JCP Vivek Gowd પોતાના લેપટોપમાં કઈક કામ કરી રહ્યા હતા, તેમણે ઉપર નજર કરી અને સિન્હા સામે જોયુ, સામાન્ય રીતે IPS અધિકારીઓ પોતાના જુનિયરને નામથી સંબોધતા હોય છે, એટલે જેસીપી JCP એ સિન્હા સામે જોતા કહ્યુ આ ગયે હરીશ, સિન્હાનું નામ હરીશ સિન્હા Harish Sinha હતું, પણ તેઓ એચ કે સિન્હા પોતાની નેઈમ પ્લેટ ઉપર લખતા હતા.
જેસીપી JCP એ આ ગયે હરીશ કહેતા ઘડીયાળ સામે જોયુ, એટલે ડીસીપી DCP ને લાગ્યુ કે સરને માઠુ લાગ્યુ કે હું ઘરે જતો રહ્યો અને સાહેબ કામ કરતા હતા. જેસીપી JCP એ ડીસીપી DCP ને બેસવાનો ઈશારો કર્યો, એટલે સિન્હાએ સંકોચ અને માફીના સ્વરમાં કહ્યુ, સર મેં 3 બજે હી ઘર જાને કો નિકલા થાં, મુઝે લગા આપ ગાંધીનગર સે સીધે ઘર ચલે જાયેગે, ગૌડે બહુ સહજતાથી કહ્યુ અરે હરીશ સાડે 3 બજે તક તો સેક્રેટરી સાબને મિટીંગ લીયા, ફિર સોચા ઘર જાકે ભી નીંદ તો નહી આયેગી, તો સોચા ઓફિસ જાકે કુછ કામ કરલે, સિન્હા Sinha ના સંકોચમાં વધારો થયો, તેમને તો ઘરે જઈ પડતાની સાથે જ ઉંઘ આવી ગઈ હતી, પણ જેસીપી JCP સાહેબની તો ઉંઘ જ ઉડી ગઈ છે. સિન્હાએ ફરી પોતાના બચાવ કરતા કહ્યુ સર આપને ફોન કર દીયા હોતા તો મે ઘર નહીં જાતા.
વિવેક ગૌડ Vivek Gowd સમજી ગયા કે ડીસીપી DCP ને ખરાબ લાગી રહ્યુ છે. તેમણે પહેલા બેલ વગાડી અને પછી કહ્યુ અરે હરીશ Harish ઈસમે બુરા લગાને કી કોઈ બાત નહીં, મેરી તો આદત હી ઐસી હો ગઈ હૈ, મુઝે પરેશાન હોના અચ્છા લગતા હૈ, ડીસીપી DCP એ જોયુ કે જેસીપી JCP સાહેબની આંખો ઉંઘના અભાવે લાલ અને ભારે થઈ ગઈ હતી. જેસીપી JCP એ બેલ માર્યો હોવાને કારણે દરવાજામાં કોન્સટેબલ આવી ઉભો હતો, અચાનક જેસીપી JCP નું ધ્યાન તેની તરફ જતા તેમણે કોન્સટેબલને કહ્યુ અરે બેટા દો કોફી લે આવો, પછી પોતાનું કપાળ દબાવતા કહ્યુ સર ભી ભારી હો ગયા હૈ, ડીસીપી DCP એ વિનંતીના સ્વરમાં કહ્યુ સર અબ મેં આ ગયા હું, આપ ઘર જાઓ થોડા આરામ કરો, જેસીપી JCP એ પોતાનું માથુ દબાવતા કહ્યુ હા હરીશ Harish થોડા આરામ તો કરના હી પડેગા , તુમ આ ગયે તો ચલા જાઉગા, પછી લેપટોપ ફેરવી તેનો સ્ક્રીન ડીસીપી DCP તરફ ફેરવતા કહ્યુ, મેં રાત મેં જો કામ કિયા હૈ, ઉસમે મુઝે જાનકારી મીલી કે સિવિલ હોસ્પિટલ Civil Hospital ઔર એલજી હોસ્પિટલ LG Hospital મેં જો કાર કા ઈસ્તામાલ હુવા , વો દોનો કાર મુંબઈ પાસીગ કી હૈ, મેને રાત કો અમદાવાદ-મુંબઈ હાઈવે Ahmedabad-Mumbai Highway સભી ટોલ ટેકસ કે CCTV ફુટેજ મંગાવે લીયે, ડીસીપી DCP ના ચહેરા ઉપર આશ્ચર્ય સાથે કુતુહલ પણ હતું, જેસીપી JCP એ વાત આગળ વધારતા કહ્યુ યહ દોનો કાર પંદરહા દિન પહેલે મુંબઈ સેન્ટ્રલ Mumbai Central સે ચોરી હુંઈ થી , દેખો દોનો કાર ચોરી કી ફરિયાદ ભી હુઈ હૈ.
ચોરી કે બાદ કાર કો અમદાવાદ Ahmedabad લાયા ગયા, હાંલાકી ઉસકે નંબર ચેંજ કરી દીયા, પછી કેટલાંક CCTV ના ફુટેજ ચાલુ કરતા કહ્યુ, દોને કાર બ્લાસ્ટ કે 4 દિન પહેલે ભરૂચ કે ટોલ ટેકસ પે કેમ્પચર હુઈ હૈ, લેકીન ફીર વો કરજણ ટોલ ટેકસ Karjan Toll Tax નજર નહીં આતી, ઉસકા મતલબ કાર ભરૂચ મેં હી રૂક ગઈ, બ્લાસ્ટ કે એક દિન પહેલે કી યહ ફુટેજ દેખો, કાર કરજણ, બરોડા ઔર અમદાવાદ કે ટોલ ટેકસ પે આતી, હાંલાકી કાર કૌન ચલા રહા ઉસકા ચહેરા ઠીક તરાહ નહીં દિખ રહા હૈ, ડીસીપી એચ કે સિન્હા DCP HK Sinha મનમાં વિચાર કરી રહ્યા હતા, કે સાહેબે એક રાતમાં કેટલી મહેનત કરી અને કેટલુ બધુ કામ કરી નાખ્યુ, જેસીપી JCP એ પોતાનું લેપટોપ પોતાની તરફ ફેરવતા કહ્યુ અબ તુમ્હારી ટીમો, કો ભરૂચ ઔર મુંબઈ કે લીયા રવાના કરદો, દેખો કયા જાનકારી મીલતી હૈ.
(ક્રમશ:)
PART – 24 | ટેલીવીઝન ચેનલોને એક મૅઇલ આવ્યો ત્યાર રહો અને તાકાત હોય તો શોધી લેજો
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









