નવજીવન ન્યૂઝ. મુંબઈ: રાજકીય સંકટ બાદ બે દિવસથી મહારાષ્ટ્રમાં સત્તાનો સંગ્રામ હિંસક બનતો જાય છે. કેટલાક લોકોએ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોના કાર્યાલય અને એકનાથ શિંદેના સાંસદ પુ્ત્ર શ્રીકાંત શિંદેના થાણે સ્થિત કાર્યાલય પર હુમલા કર્યા હતા. ત્યાર બાદ ગઇકાલે સંજય રાઉતે પણ ચેતવણીના સ્વરે શિવસૈનિકોના ગુસ્સાની ગર્ભિત વાત કરી હતી. ત્યારે આજે શિવસેનાના શિંદે જૂથ સાથે ગયેલા 15 બળવાખોર ધારાસભ્યોને કેન્દ્ર સરકારે Y પ્લસ સુરક્ષા આપી છે.
કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રના શિંદે જૂથના બળવાખોર ધારાસભ્યોને Y પ્લસ સુરક્ષા આપતા તેમના ઘર પર CRPFના જવાનો તૈનાત કરી દેવાયા છે. આ નિર્યણ મહારાષ્ટ્રના શિવસૈનિકોએ બળવાખોર ધારાસભ્યોના કાર્યાલય પર કરેલા હુમલા બાદ લેવામાં આવ્યો છે. બીજી તરફ 16 ધારાસભ્યો અયોગ્તાની નોટિસને પગલે સુપ્રીમ કોર્ટના દ્વારે જવાના નિર્ણય પર આવ્યા છે, ત્યારે બળવાખોર જૂથના ધારાસભ્યો પણ શિવસેનાના ધારાસભ્ય દળના નેતાના નિર્ણય મામલે કાયદાની શરણે જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શિવસેનામાં તડાં અને રાજકીય સંકટ બાદ મહારાષ્ટ્રના રાજકારણની ગતિ વધી ગઈ છે. શિવસૈનિકો દ્વારા મુંબઈમાં શિવસેનાના કાર્યાલય ‘સામાના’ બહાર બળવાખોર ધારાસભ્યોના વિરોધમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે મંત્રી અને બળવાખોર નેતા એકનાથ શિંદે જૂથના સમર્થકોએ થાણેમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પોસ્ટર પર કાળો રંગ લગાવ્યો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











