નવજીવન ન્યૂઝ. ઉનાઃ પોલીસ અને પ્રજા વચ્ચે ઘણી વાર ઘર્ષણની સ્થ્તિ ઊભી થતી હોય છે, આવા ઘર્ષણના વીડિયો પણ ઘણીવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય છે. આવી સ્થિતિમાં પોલીસ અને પ્રજા બંને એક બીજા ઉપર આક્ષેપ પ્ર્ત્યાક્ષેપ કરતાં હોય છે ત્યારે આવી સ્થિતિમાં સાચી હકીકત સામે આવી શકે તે માટે પોલીસ વિભાગમાં આધુનિકરણના ભાગ રૂપે ઉના પોલીસને બોડી વોર્ન કેમેરા ફાળવવામાં આવ્યા છે.
ટ્રાફિક પોલીસને આપવામાં આવેલા આ બોડી વોર્ન કેમેરાની કડક રીતે અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે ઉના પોલીસને ૧૨ જેટલા બોડી વોર્ન કેમેરા આપવામાં આવ્યા છે જેની સંખ્યા આગામી સમયમાં વધારવામાં આવી શકે છે. આ બોડી વોર્ન કેમેરા પોલીસને સજાગતાથી પોતાની ફરજો બજાવવામાં મદદરૂપ થશે. તેમજ પોલીસનું પ્રજા તરફનું વર્તન અને પ્રજાનું પોલીસ તરફના વર્તનમાં અને ઘર્ષણોમાં પણ આ બોડી વોર્ન કેમેરાની અસરકારક ભૂમિકા રહેશે.
આ અંગે ઉના PI એમ.યુ.મસીએ જણાવ્યુ હતું કે, “આ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ ટ્રાફિક નિયમન દરમિયાન, પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલિંગમાં, પોલીસ ઇન્વેસ્ટીગેશનમાં, રેડ દરમિયાન અને સભા-સરઘસોમાં આ કેમેરા ઉપયોગી નીવડશે. જે અંગેની તાલીમ તેમજ લાઇવ ડેમોસ્ટ્રેશન પણ આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે.”
(તસવીર અને અહેવાલ આભારસઃ ધર્મેશ જેઠવા, ઉના)
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











