Sunday, June 14, 2026
HomeGeneralસુરત: માત્ર સફેદ કલરના એક્ટિવા ચોરતા ત્રણ ચોર ઝડપાયા, જાણો કેમ કરતાં...

સુરત: માત્ર સફેદ કલરના એક્ટિવા ચોરતા ત્રણ ચોર ઝડપાયા, જાણો કેમ કરતાં હતા ચોરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વાહન ચોરીના કેસમાં બે વ્યક્તિઓ અને એક કિશોરની ધરપકડ કરવામાં આવી છે. પણ આ કેસમાં નવાઈની વાત એ હતી કે આ ત્રણેય આરોપીઓ માત્ર એક્ટિવાની ચોરી કરતાં હતા અને તેમાં પણ માત્ર સફેદ કલરના એક્ટિવાની જ ચોરી કરતાં હતા, આના પાછળનું કારણ તેમણે જણાવ્યું હતું કે તેમને સફેદ જ કલર ગમે છે.



સુરતમાં પાંડેસારા અને ઉધના વિસ્તારમાંથી આ ત્રણેય આરોપીઓએ 5 એક્ટિવાની ચોરી કરી હતી અને ત્યાર બાદ બે એક્ટિવા જ્યાંથી ચોરી કરી હતી તે જ જગ્યાએ ફરીથી મૂકી દીધા હતા. આ ઉપરાંત તેમણે રસ્તે ચાલતા એક રાહગીરના હાથમાંથી એક મોબાઈલ ફોન પણ છીનવી લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેય આરોપીઓ બેરોજગાર છે અને મોજ શોખ કરવા માટે આવી રીતે એક્ટિવાની ચોરી કરતાં હતા. તેમને સફેદ કલર ગમતો હોવાને કારણે તેમણે માત્ર સફેદ કલરના એક્ટિવા ચોરી કરતાં હતા.

10 દિવસના સમયગાળામાં આ ત્રણેય આરોપીઓએ 5 એક્ટિવા અને એક મોબાઇલની લૂંટ કરી હતી. આ આરોપીઓને શોધવા માટે સુરત DCBમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટરના સૂચન મુજબ DCBના પોલીસકર્મીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન તેમને આ આરોપીઓ અંગે બાતમી મળી હતી. બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular