પ્રશાંત દયાળ (ભાગ-22 દીવાલ): કાલુપુર ફ્રુટ માર્કેટ Kalupur Fruit market માં તે દિવસે વેપારીઓ પોતાનો વધેલો સામાન સસ્તામાં કાઢી રહ્યા હતા કારણ હવે સાંજ થઈ ગઈ હતી અને નવા ગ્રાહકો આવવાની સંભવાના ઓછી હતી. જેના કારણે જે ગ્રાહક આવે તેને વેપારીઓ છોડવા માગતા ન્હોતી. ભાવતાલ કરતા ગ્રાહકોને પોતાનો માલ પધરાવી દેવાની ઉતાવળમાં હતા. ફિરોઝ Feroze ની પણ એક લારી આ માર્કેટમાં લાગતી હતી, તેના પિતા પણ આ માર્કેટમાં કેળાની લારી લગાવતા હતા અને ફિરોઝ Feroze પણ કેળાની લારી લગાવવા લાગ્યો હતો. ફિરોઝ Feroze ને તો ઘરે જવાની ઉતાવળ પાછળ બીજુ કારણ પણ હતું, ફિરોઝ Feroze ની દીકરી જુબેદાનો આજે જન્મ દિવસ હતો. જુબેદા Jubeda 15 વર્ષની હતી, ફિરોઝ Feroze ની પત્ની બપોરના લારી ઉપર ટિફિન આપવા આવી ત્યારે તેણે ફિરોઝ Feroze ને કહ્યુ હતું, તે પ્રેમ દરવાજા પાસેની બેકરી ઉપર જુબેદાની બર્થ ડે કેક Cake નો ઓર્ડર આપી આવી છે.
સાંજે થોડા વહેલા લારી બંધ કરી આવતા કેક Cake લઈ ઘરે આવજો. ફિરોઝ Feroze નું એક માત્ર સંતાન એટલે જુબેદા Jubeda હતી, તે 10માં ધોરણમાં ભણતી હતી. ભણવામાં ખુબ હોશીયાર હતી, જુબેદાના 5 વર્ષથી થઈ ત્યારે ફિરોઝ Feroze ની માએ તેને કહ્યુ બેટા તારે એક દિકરો તો જોઈએ, ઘડપણમાં તારે દિકરાની જરૂર પડશે. ફિરોઝે Feroze ત્યારે પોતાની માતાને સમજાવતા કહ્યુ અમ્મી તારે 5 દિકરા છે, ક્યા દિકરાએ પોતાના ઝંડા લગાડ્યા, જો તારે એક જ દિકરો હોત તો તુ સારી રીતે ભણાવી શકી હોત. આજે મારે લારી ચલાવવી પડે છે કારણ તમારી પાસે મને અને મારા ભાઈઓને ભણાવવાની વ્યવસ્થા ન્હોતી. એટલે જુબેદા Jubeda જ મારો દિકરો છે, તેને હું ખુબ ભણાવીશ અને મોટી કરીશ, બાકી બધુ અલ્લાહ સંભાળી લેશે. ફિરોઝ Feroze ઓછુ ભણેલો અને આવક ઓછી હોવા છતાં ફિરોઝ Feroze પોતાના મહોલ્લાના પુરૂષો કરતા જુદો ઈન્સાન છે તેનું ફિરોઝ Feroze ની પત્નીને ગૌરવ થતુ હતું.
ફિરોઝ Feroze કાલુપુર ફ્રુટ માર્કેટ Kalupur Fruit market થી 10 મિનિટના અંતરે કાલુપુર લીમડા ચોક પાસે જ રહેતો હતો, તેનો જન્મ અને ઉછેર દરિયાપુરમાં જ થયો હતો. જેના કારણે તેણે 1985 અને 1993માં થયેલા કોમી તોફાનો પણ જોયા હતા, 1993ના કોમી તોફાનો ભયંકર હતા. ફિરોઝ Feroze ત્યારે નાનો હતો પણ પિતા સાથે તેણે કેળાની લારી ઉપર ઉભા રહેવાની શરૂઆત કરી હતી પણ કર્ફ્યુ Curfew લાગી ગયો હતો. જેના કારણે માર્કેટ પણ બંધ થઈ ગયુ, જેમ તેમ કરી ફિરોઝ Feroze ના પિતા અને માતાએ ઘરમાં જે હતું તેનાથી બાળકોને થોડા દિવસ જમાડી દીધા પણ હવે તો ઘરમાં પૈસા પણ ખલાસ થઈ ગયા. પડોશીને પણ કેટલા દિવસ મદદ કરે કારણ તેમના પડોશીમાં સ્થિતિ પણ કંઈ વધુ સારી ન્હોતી, બરાબર 12 દિવસ પછી જ્યારે 2 કલાક કરફ્યુ Curfew ખુલ્યો ત્યારે ફિરોઝ Feroze ના પિતા ઝડપથી જઈ માર્કેટમાંથી ઉધારમાં કેળા ભરી લાવ્યા હતા.
2 દિવસે પણ 3 કલાક માટે કરફ્યુ Curfew મુક્તિ મળી ત્યારે ફિરોઝ Feroze ના પિતાએ લારી લઈ આસપાસના વિસ્તારમાં થોડો ધંધો કરી આવુ તેમ કહી નિકળ્યા હતા. ફિરોઝ Feroze પણ પિતાની સાથે જવા નિકળ્યો પણ પિતાએ તેને કહ્યુ શહેરનો માહોલ સારો નથી, ગમે ત્યારે દોડવુ પડે તો તુ હમણા મારી સાથે આવતો નહીં અને ઘરે જ રહેજે, પાછો રખડવા જતો રહેતો નહી. તે દિવસે ફિરોઝ Feroze ના પિતા ગયા અને એકાદ કલાકમાં દરિયાપુરમાં દોડધામ મચી ગઈ. પોલીસના વાહનો તરત માઈક ઉપર જાહેરાત કરવા લાગ્યા કે કરફ્યુ Curfew મુક્તિ રદ કરી દેવામાં આવી છે, તમામ લોકો પોતાના ઘરમાં જતા રહો.
પોલીસ દ્વારા કરફ્યુ Curfew મુક્તિ આપવામાં આવી ત્યારે દિલ્હી ચકલા પાસે 2 ટોળા વચ્ચે પહેલા બોલાચાલી થઈ અને પછી પથ્થરમારો શરૂ થઈ ગયો હતો જેના કારણે ભયગ્રસ્ત લોકો દોડાદડી કરી રહ્યા હતા. ફિરોઝ Feroze ની માતાને જ્યારે ખબર પડી કે પાછો કરફ્યુ Curfew લાગી ગયો ત્યારે તેને પોતાના પતિની ચિંતા થવા લાગી હતી, કારણ હજી તે ઘરે આવ્યા ન્હોતા. ફિરોઝ Feroze પોતાના પિતાની તપાસ કરવા નિકળતો હતો પણ તેની માતાએ તેને ના પાડી હતી. એક તરફ કરફ્યુ Curfew લાગી ગયો હતો અને ફિરોઝ Feroze પણ નાનો હતો. ક્યાં અને કેવી રીતે પોતાના પિતાને શોધે તે પણ એક પ્રશ્ન હતો. કરફ્યુ Curfew ને કારણે માર્કેટમાં કરફ્યુ Curfew ખુલે ત્યારે પણ ડરના કારણે ગ્રાહકો આવતા ન્હોતા એટલે તેના પિતા દરિયાપુર-શાહપુર Daiapur – Shahpur તરફ જઈશ તેવુ કહીને નિકળ્યા હતા અને તોફાન પણ તે વિસ્તારમાં જ થયા હતા. જેના કારણે ફિરોઝ Feroze ની માતાને વધુ ડર લાગી રહ્યો હતો. ફિરોઝ Feroze ની માતા ચપ્પલ પહેરી ઘરની બહાર નિકળી ત્યારે પણ ફિરોઝ Feroze તેની પાછળ આવ્યો પણ તેની માતાએ તેને કહ્યુ તુ હમણાં ઘરમાં જ રહે.
તેમ કહી તે લીમડા ચોકની બહાર નિકળી દરિયાપુર પોલીસ સ્ટેશન Dariapur Police Station તરફ ચાલવા લાગી હતી. બહાર ઉભા રહેલા પોલીસવાળાને તેને રોકી અને ધમકાવતા કહ્યુ ખબર પડે છે કે કરફ્યુ Curfew લાગી ગયો છે, ચાલ પાછી જા. ફિરોઝ Feroze ની માતાની આંખમાં આંસુ આવી ગયા, તેણે પોલીસવાળાને 2 હાથ જોડતા કહ્યુ સાહેબ મારો ઘરવાળો હજી પાછો આવ્યો નથી, તેને શોધવા જવુ છે. પણ સાંભળે તો પોલીસ કેવી, પોલીસવાળાએ ડંડો ઉગામ્યો અને કહ્યુ સંભાળતુ નથી, ઘરે જા. ફિરોઝ Feroze ની માતાએ પોતાના ઘુંટણ ઉપર બેસી પોલીસને 2 હાથ જોડ્યા અને કહ્યુ સાહેબ મારે બીજે ક્યાંય જવુ નથી, તેમ કહી ત્યાંથી દેખાતા દરિયાપુર પોલીસ સ્ટેશન Dariapur Police Station તરફ ઈશારો કરતા કહ્યુ પોલીસ સ્ટેશન જવુ છે, અમને કેટલાંક સાહેબ ઓળખે છે.
બસ તેમને એક વખત કહી આવુ કદાચ તે તેમને શોધી કાઢશે. એક વૃદ્ધ પોલીસવાળાને તેની દયા આવી તેણે ફિરોઝ Feroze ની માતાને કહ્યુ જલદી જતો રહો, પાછા અમારા સાહેબ આવશે તો અમારી ધુળ કાઢી નાખશે. ફિરોઝ Feroze ની માતા ઉતાવળે પોલીસ સ્ટેશન ગઈ અને પરિચીત પોલીસવાળાને વિનંતી કરી આવી હતી કે ફિરોઝ Feroze ના પિતા મળે તો તેમને જલદી ઘરે મુકી જજો. જો કે 3 કલાક પછી એક પોલીસવાળો ફિરોઝ Feroze ના પિતાના સમાચાર લઈ આવ્યો પણ તેણે કહ્યુ ફિરોઝ Feroze ના પિતાને કોઈએ છુરો માર્યો છે અને તે વીએસ હોસ્પિટલ VS Hospital માં છે. ખરેખર તે પોલીસવાળાને ખબર હતી કે ફિરોઝ Feroze ના પિતા મૃત્યુ પામ્યા છે, પણ તે ફિરોઝ Feroze ના ઘરની સ્થિતિ જોઈ ત્યારે સાચુ બોલી શક્યો ન્હોતો.
આમ કોમી તોફાન Communal riots માં ફિરોઝે Feroze પોતાના પિતા ગુમાવ્યા હતા પણ બહુ જલદી તે તેનું દુઃખ ભુલી પિતાના ધંધા ઉપર લાગી ગયો હતો. ફિરોઝ Feroze ની કેળાની લારીની બાજુમાં કોઈએ સાયકલ મુકી હતી. જો કે માર્કેટમાં સાયકલ લઈ ખુબ લોકો આવતા હતા જેના કારણે ત્યારે કંઈ અજુગતુ લાગ્યુ નહીં. સાયકલની કેરીયરમાં એક થેલી પણ હતી, તે થેલી તરફ પણ કોઈનું ધ્યાન ગયુ નહીં. ફિરોઝ Feroze લારી ઉપર રહેલા છેલ્લાં 3 ડઝન કેળા એક ગ્રાહકને આપી કેક cake લેવા માટેની ઉતાવળમાં હતો ત્યારે સાયકલ ઉપર રહેલી થેલીમાં પ્રચંડ ધડાકો થયો અને ફિરોઝ Feroze અને તેની સામે ઉભા રહેલો ગ્રાહક ત્યાં જ પડી ગયા. ફિરોઝ Feroze ની લારીના ફુરચા ઉડી ગયા હતા, માર્કેટમાં ચારે તરફ ધુમાડો હતો. પહેલા તો બધાને પોતાનો જીવ બચાવવાની ઉતાવળ હતી, ફિરોઝ Feroze ને કેક લેવા જવાનું હતું, જુબેદા Jubeda અને તેની મમ્મી તેમની રાહ જોઈ રહ્યા હતા, પણ હવે ફિરોઝ Feroze ક્યારેય ઘરે પાછો આવવાનો ન્હોતો. તે પણ પોતાને પિતાને મળવા નિકળી ગયો હતો.
(ક્રમશ:)
PART – 21 | રાધિકા પિયર જઇ શકે તેમ ન્હોતી હવે આગળની લડાઇ જાતે જ લડવાની હતી
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









