પ્રશાંત દયાળ (ભાગ-21 દીવાલ): (8 વર્ષ પહેલા: સ્ટોરી અહીંથી ફ્લેસબેકમાં જાય છે) અમદાવાદ Ahmedabad ના ખાડીયા વિસ્તારમાં આવેલી કામેશ્વરની પોળમાં રાધિકા Radhika તેના 10 વર્ષના પુત્ર રાજુ Raju સાથે એકલી જ રહેતી હતી. 3 વર્ષ પહેલા રાધિકા Radhika નો પતિ કેશવ Keshav ફેક્ટરી માંથી છુટી સ્કૂટર પર ઘરે આવી રહ્યો હતો ત્યારે AMTS બસનું વ્હીલ તેની ઉપર ફરી વળ્યુ અને તેનું પ્રાણપંખેરૂ ત્યાંજ ઉડી ગયુ હતું. તે દિવસે રાધિકા Radhika ખુબ રડી હતી કારણ તેણે ઘરેથી ભાગીને કેશવ Keshav સાથે લગ્ન કર્યા હતા. કેશવ Keshav બીજી કોમનો હોવાને કારણે રાધિકા Radhika ના ઘરવાળા લગ્ન કરવા માટે રાજી ન્હોતા. કેશવ Keshav જતો રહ્યો હવે કોના સહારે લાંબી જીંદગી નિકળશે તેવા ડરે તેને તોડી નાખી હતી. થોડાક જ દિવસોમાં તેણે પોતાના 7 વર્ષના દિકરા રાજુ Raju સામે જોઈ જીંદગી જીવવાની હિમંત કેળવી લીધી હતી. પિયરમાં પાછુ જઈ શકાય તેમ ન્હોતુ એટલે તેણે તે દિવસે જ હવે આગળની લડાઈ પોતે જ લડશે તેવુ મન બનાવી લીધુ હતું. રાધિકા Radhika ભણેલી ન્હોતી, તેના કારણે નોકરી ક્યાં કરવી અને કોણ આપે તેવો તે પણ પ્રશ્ન હતો, પણ રાધિકા Radhika એ રસ્તો શોધી કાઢ્યો અને ખાડીયામાં આવેલી દુકાનમાં કચરા-પોતાનું કામ તેણે શોધી લીધુ હતું.
હવે તેની જીંદગીનો એક માત્ર સહારો તેનો પુત્ર રાજુ Raju હતો. ત્યારે રાજુ Raju બીજા ધોરણમાં જ ભણતો હતો પણ દુખનું ઓસડ દાહડા, તેમ જેમ જેમ દિવસો પસાર થતાં ગયા તેમ તેમ રાજુ Raju અને રાધિકા Radhika ની જીંદગી ગોઠવાતી ગઈ. રાજુ Raju ને મન તેના મમ્મી અને પપ્પા એટલે તેની મમ્મી જ હતી. રાધિકા Radhika પોતાના દિકરાને તમામ લાડકોડ પોતાની હેસીયત પ્રમાણે પુરા કરતી હતી. રાજુ Raju 5 માં ધોરણમાં આવ્યો હતો, તેણે જોયુ કે રાજુ Raju એક દિવસ તેની ઉમંરના છોકરાઓની સાયકલ Cycle પાછળ દોડી રહ્યો હતો. રાજુ Raju ને સાયકલનો શોખ હતો પણ તેની પાસે સાયકલ Cycle ન્હોતી. રાધિકા Radhika એ બીજા જ દિવસે જે દુકાનમાં કામ કરતી હતી ત્યાંથી ઉપાડ લઈ રાજુ Raju ને સાયકલ લઈ આપી હતી. રાજુ Raju સ્કૂલેથી આવ્યો ત્યારે પોતાના ઘરની આગળ નવી સાયકલ જોઈ, તે આશ્ચર્ય સાથે ઘરમાં આવ્યો હતો. જ્યારે રાધિકા Radhika એ તેના હાથમાં નવી સાયકલ Cycle ની ચાવી મુકી ત્યારે આનંદથી ઝુમી ઉઠ્યો હતો. બસ પછી તો તે સ્કૂલે જતા પહેલા અને સ્કૂલેથી આવી માત્ર સાયકલ જ ચલાવતો હતો. તે સાયકલ લઈ સ્કૂલે જવા માગતો હતો પણ તે નાનો હતો અને કેશવ Keshav નું જે રીતે રોડ અકસ્માત Accident માં મૃત્યુ થયુ હતું તેના કારણે રાજુ Raju સાયકલ લઈ રસ્તા ઉપર જવાની વાત કરતો ત્યારે રાધિકા Radhika ફફડી જતી હતી. તે રાજુ Raju ને સમજાવતી કે બેટા મોટો થાય પછી સાયકલ લઈ નિકળજે અને તે માની જતો હતો.
રાજુ Raju ની સ્કૂલમાંથી પ્રવાસ વડોદરા Vadodara કમાટીબાગમાં જવાનો હતો. જ્યારે રાધિકા Radhika એ સ્કૂલમાં જઈ રાજુ Raju ની પ્રવાસ ફી ભરી તે દિવસથી રાજુ Raju વડોદરા Vadodara જઈ શું કરશે તેની વાતો તેના મિત્રો અને પોતાની મમ્મીને કહ્યા કરતો હતો, તે ખુબ ખુશ હતો. પ્રવાસની આગલી સાંજે તે ઘરે આવ્યો અને તેણે પોતાની મમ્મીને કહ્યુ મમ્મી બસમાં લઈ જવા માટે મને નાસ્તો આપજે, રાધિકા Radhika એ તેને હા પાડી અને કહ્યુ હા મે તારા નાસ્તા માટે સક્કરપારા બનાવ્યો છે. તે સાંભળી તેણે કહ્યુ ના મમ્મી મારે વેફર લઈ જવી છે. રાધિકા Radhika એ તેને સમજાવ્યો કે વેફરથી પેટ ભરાશે નહીં, પણ તે વેફર લાવવાની જીદ કરતો રહ્યો એટલે રાધિકા Radhika એ તેને 20 રૂપિયાની નોટ આપી કહ્યુ જા વેફર લઈ આવ, તે રાજી થઈ ગયો અને મમ્મી પાસેથી 20 રૂપિયા લઈ પોળની બહાર દુકાન ઉપર વેફર લેવા સાયકલ લઈ નિકળ્યો. રાજુ Raju આસપાસની દુકાનવાળાનો લાડકો હતો, કારણ તે બહુ મીઠુ બોલતો, તેણે દુકાનની બહાર સાયકલ Cycle મુકી અને વેફરનું પેકેટ લીધુ.
તે પોતાની સાયકલ Cycle પાસે ગયો ત્યારે તેની સાયકલની બાજુમાં સ્ટેન્ડ કરેલી સાયકલ ઉપર મુકેલી થેલીમાં પ્રચંડ ધડાકો થયો. અવાજ એટલો પ્રચંડ હતો કે ક્ષણવાર માટે બધાની આંખો બંધ થઈ ગઈ હતી, જેવો ધુમાડો શાંત થયો ત્યારે ચારે તરફ લોહીલુહાણ માણસો પડ્યા હતા, જેમાં એક રાજુ Raju પણ હતો. ખરેખર શુ થયુ છે તેની કોઈને ખબર પડતી ન્હોતી પણ ચારે તરફ દોડધામ થઈ ગઈ હતી. પોતાના રસોડામાં કામ કરી રહેલી રાધિકા Radhika ના કાન ઉપર પણ ધડાકાનો અવાજ આવ્યો, પણ તેને લાગ્યુ કે ઘણીવાર લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડે છે તેવુ કંઈક થયુ હશે, પણ એક માણસો દોડતો અને હાંફતો કામેશ્વર Kameshwar ની પોળમાં દાખલ થયો. તે સીધો રાધિકા Radhika ના દરવાજામાં આવ્યો, તેણે બુમ પાડી રાધિકા Radhika ને કહ્યુ જલદી ચાલો, રાજુ Raju ત્યાં પડ્યો, બોમ્બ ફાટ્યો છે.
રાધિકા Radhika ના હાથમાં રહેલી તપેલી પડી ગઈ, તે એકદમ હાંફળી ફાંફળી દોડી, તેણે પોળ Pol ની બહાર આવી જોયુ તો લોકો પાગલની જેમ ડરીને ભાગી રહ્યા હતા, તે પણ પાગલની જેમ દોડતી આંખમાં આંસુ સાથે દુકાને પહોંચી ત્યારે તેણે જોયુ તો તે ભાંગી પડી હતી. અનેક માણસો લોહીલુહાણ હતા અને રાજુ Raju તેની નવી સાયકલની બાજુમાં પડ્યો હતો, તે પણ લોહીમાં લથબથ હતો, તેનો ચહેરો કાળો પડી ગયો, તે રાજુ Raju પાસે ગઈ તેણે રાજુનો ચહેરો પોતાના ખોળામાં લીધો અને મોટે મોટેથી રાજુ Raju રાજુ Raju કંઈક તો બોલ કહેવા લાગી, તેના આક્રંદે વાતાવરણ ગમમીન બનાવી દીધુ પણ ત્યારે તેની મદદ કરી શકે તેવુ ત્યાં કોઈ ન્હોતુ, પણ એટલી જ વારમાં ત્યાં પોલીસ Police ના વાહનો પહોંચ્યા. સ્થળ ઉપર આવેલા પોલીસ અધિકારીએ એમ્બ્યુલન્સ Ambulance ની રાહ જોયા વગર ત્યાં જે લોકો પડ્યા હતા તેમને પોલીસના વાહનોમાં જ વીએસ હોસ્પિટલ VS Hospital મોકલી આપવાની શરૂઆત કરી હતી.
પોલીસના વાહનો ઘાયલોને લઈ વીએસ હોસ્પિટલ VS Hospital જઈ રહ્યા હતા પણ પોલીસના વાહનમાં રહેલા વાયરલેસ સેટ સતત એકબીજા પોલીસ સ્ટેશનને એલર્ટનો મેસેજ આપી રહ્યા હતા. અમદાવાદ Ahmedabad ના મણિનગર Maninagar, ઈસનપુર Isanpur, કાલુપુર Kalupur, શાહપુર Shahpur, ગોમતીપુર, રખીયાલ અને બાપુનગર જેવા વિસ્તારમાં પણ સાયકલ બોમ્બ cycle bomb ફુટવાની શરૂઆત થઈ હતી. પોલીસના વાહનો દોડી રહ્યા હતા અને એમ્બ્યુલન્સ Ambulance ની ચીચીયારીઓ સંભળાઈ રહી હતી પણ પોલીસને પણ સમજ પડતી ન્હોતી ક્યાં મદદ કરવી અને કેવી રીતે કરવી? કોણે અને શુ કામ બોમ્બ ફોડ્યા તે પ્રશ્નોનો ઉત્તર તો શોધવાનો હતો, પણ શહેર જાણે સ્તબ્ધ અને સ્થિર થઈ ગયુ હતું. ત્યારે અમદાવાદ Ahmedabad રેલવે સ્ટેશન Railway station ઉપર મુંબઈ જતી ટ્રેન નિકળી રહી હતી, જેમાં Third AC માં 6 યુવાનો પ્રવાસ કરી રહ્યા હતા. તેઓ જ્યારે અમદાવાદ Ahmedabad રેલવે સ્ટેશન Railway station ના પ્લેટફોર્મ ઉપર હતા ત્યારે ત્યાં મુકવામાં આવેલા TV સેટ સામે વાંર-વાંર જોઈ રહ્યા હતા, તેમના ચહેરા એકદમ ગંભીર હતા અને તેઓ એકબીજા સાથે પણ વાત કરતા ન્હોતા. ટ્રેન આવી ગઈ, તેઓ ટ્રેનમાં ગોઠવાઈ ગયા ત્યારે ટેલીવીઝન TV સેટ ઉપર બ્રેકિંગ ન્યુઝ આવ્યા, અમદાવાદ Ahmedabad ના સંખ્યાબંધ વિસ્તારમાં બોમ્બ ધડાકા થયા.
(ક્રમશ:)
PART – 20 | મહંમદ અને તેના સાથીઓ કોર્ટ ના હુક્મથી નારાજ થયા કારણ હવે બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.