Thursday, May 28, 2026
HomeSeriesDeewal Seriesયુસુફે બાથરુમનો દરવાજો બંધ કર્યો અને ચોધાર આંસુએ રડી પડ્યો, તેને ઘણા...

યુસુફે બાથરુમનો દરવાજો બંધ કર્યો અને ચોધાર આંસુએ રડી પડ્યો, તેને ઘણા વખતથી રડવું હતુ

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-13 દીવાલ): સવારે ઉઠ્યા પછી યુસુફ Yusuf ગુમસુમ બેઠો હતો. સવારથી તેણે કોઈની સાથે વાત કરી ન્હોતી. સવારની ચ્હા આવી ત્યાં સુધી તે બેરેક Barracks માં જ બેસી રહ્યો હતો. ચ્હા લેવા માટે તે બેરેક Barracks ની બહાર ગયો અને ચ્હા લઈ લીમડાના ઝાડ નીચેના ઓટલા ઉપર બેસી રહ્યો હતો. આમ તો રોજ સવારે ચ્હા આવે એટલે સૌથી પહેલા ઉત્સાહ બટકેને જ થતો હતો કારણ તે ચ્હાનો શોખીન હતો. દરિયાપુર Dariapur માં તેની સાયકલની દુકાન સામે જ ગોપાલ Gopal ની કિટલી હતી. ગોપાલ Gopal તેની સાથે જ સ્કૂલમાં ભણતો હતો, તે પણ યુસુફ Yusuf જેવો જ ભણવામાં હતો, તે પણ ભણ્યો નહીં તેના કારણે તંબુ ચોકી પાસે જ ચ્હાની કિટલી Tea store શરૂ કરી હતી. ગોપાલ Gopal ના હાથમાં જાદુ હતો તેવુ બટકે માનતો હતો. ઘરેથી દુકાન ઉપર આવે એટલે સીધો તે ગોપાલની કિટલીએ જતો, ગોપાલ યુસુફ Yusuf ને જોતાની સાથે તેની ચ્હા ભરતો છતાં બટકે તેને બુમ પાડી કહેતો ગોપાલડે એક કટીંગ લગા.



ગોપાલ જે રીતે યુસુફ Yusuf તેને ગોપાલડે કહેતો તે સાંભળી ગુસ્સે થતો અને ચ્હા આપવા આવે ત્યારે છણકો કરતા કહે સાલે મીયાભાઈ કૌનસી હિન્દી બોલતે હો, મુઝે ખબર નહીં. બટકે હસી પડતો અને ચ્હાની ચુસકી મારવા લાગતો, પછી તો દર કલાકે ગોપાલની ચ્હા આવી જ જતી. જેલ Jail માં આવ્યા પછી બટકેને સૌથી પહેલી કોઈ તકલીફ પડી તો તેને ગોપાલના હાથ જેવી ચ્હા મળતી ન્હોતી. જો કે આજે તેને 8 વર્ષ થઈ ગયા હતા, તે ગોપાલની ચ્હા ભુલી ગયો હતો. આમ છતાં ચ્હાનો શોખ યથાવત રહ્યો હતો. સવારના 6 વાગ્યાથી ક્યારેય 7 વાગે અને પાણીવાળી ચ્હા આવે તેની રાહ જોતો હતો.

પરંતુ આજે જાણે તેને ચ્હા Tea પીવાની પણ ઉતાવળ ન્હોતી, તે ચ્હાનો ગ્લાસ લઈ ઓટલા ઉપર બેસી રહ્યો હતો. તેને ધ્યાન જ ના રહ્યુ કે તેની ચ્હા Tea ઠંડી થઈ ગઈ છે. તેણે ઠંડી થઈ ગયેલી ચ્હાનો ગ્લાસ મોંઢે માંડી એક જાટકે ચ્હા પી ગયો ત્યારે પરવેઝ Pervez લંગડો ત્યાં આવ્યો. તેણે યુસુફ Yusuf ને જોતા પુછ્યુ શુ થયુ, બટકે કેમ મોંઢુ લટકાવી બેઠો છે. યુસુફે Yusuf તેની સામે જોયુ પણ કોઈ જવાબ આપ્યો નહીં. પરવેઝ Pervez ને લાગ્યુ કે મામલો ગંભીર છે, કારણ બટકે તેમની ટોળીમાં સૌથી નાનો અને તોફાની હતો, તે કોઈની અને કોઈની મશ્કરી કરતો રહેતો હતો, પણ આજે યુસુફ Yusuf રોજ કરતા જુદો હતો. પરવેઝે Pervez તેના ખભા ઉપર હાથ મુક્યો અને યુસુફ Yusuf ની આંખમાં જોતા પુછ્યુ શુ થયુ, બટકે, મને તો કહે, યુસુફ Yusuf ને લાગ્યુ કે તેની આંખોમાં આંસુ દોડી આવશે, એટલે તે એકદમ ઉભો થયો અને બેરેક Barracks તરફ ચાલવા લાગ્યો પાછળ લંગડા પગે પરવેઝ Pervez રીતસર તેની પાછળ દોડ્યો અને બટકે બટકે બુમો પાડતો રહ્યો પણ તેણે પાછુ વળી જોયુ નહીં.



બટકે બેરેક Barracks માં ગયો અને પોતાના ન્હાવાનો સાબુ અને કપડાં લઈ તે બેરેક Barracks ની અંદરની બાથરૂમ Bathroom તરફ જવા લાગ્યો. પરવેઝ Pervez હજી બેરેક Barracks ના પગથીયા ચઢી બેરેક Barracks માં આવે તે પહેલા યુસુફ Yusuf ને તેણે બાથરૂમ Bathroom તરફ જતા જોયો. પરવેઝ Pervez તેની પીઠ તરફ જોતો રહ્યો, પરવેઝ Pervez જે રીતે બેરેક Barracks માં યુસુફ Yusuf ની પાછળ દોડતો આવ્યો તેના કારણે મહંમદ Muhammad અને યુનુસ Yunus નું ધ્યાન પરવેઝ Pervez તરફ ગયુ. મહંમદ Muhammad તેની જગ્યા ઉપર બેસી પરવેઝ Pervez સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યો હતો પણ યુનુસ Yunus ઉભો થઈ પરવેઝ પાસે આવ્યો તેણે પણ શુ થયુ તેવા ભાવ સામે પરવેઝ Pervez સામે જોયુ. પરવેઝે Pervez કહ્યુ યુનુસભાઈ Yunusઆજ બટકે મુઝે ઠીક નહીં લગતા, કોઈ પ્રોબલેમ હુવા હૈ. યુનુસ Yunus વિચાર કરવા લાગ્યો એટલે પરવેઝે Pervez કહ્યુ મેને ઉસકો પુછા લેકિન કુછ બોલા નહીં, સીધા ન્હાને ચલા ગયા.

- Advertisement -

યુનુસને પણ પરવેઝ Pervez ની ચિંતા સાચી લાગી, તેને પણ સવારથી યુસુફને શાંત જોયો હતો પણ ત્યારે તેને કઈ જુદુ લાગ્યુ નહીં પણ હવે સવારના 8 વાગી રહ્યા હતા, પણ યુસુફે પોતાના એક પણ સાથી સાથે કોઈ શબ્દની વાત કરી ન્હોતી. ઝડપભેર બાથરૂમ Bathroom માં પહોંચી ગયેલા યુસુફે બાથરૂમનો અડધો દરવાજો બંધ કર્યો. જેલ Jail માં સંડાસ-બાથરૂમને આખા દરવાજા હોતા નથી, તેની પાછળનું કારણ એ હોય છે કે કોઈ કેદી Prisoner આત્મહત્યાનો પ્રયાસ કરે તો બેરેક Barracks માં કોઈ પણ જોઈ શકે. બાથરૂમનો દરવાજો બંધ કરતા યુસુફ Yusuf ચોંધાર આસુએ રડી પડ્યો, તેને ક્યારનું જાણે રડવુ હતું પણ રડી શકતો ન્હોતો. તે લગભગ 4-5 મિનિટ સુધી રડતો રહ્યો હતો, તેને રડતાં રડતાં મહંમદે Muhammad 1 મહિના પહેલી વાત સાચી લાગી હતી, આજે તેને લાગી રહ્યુ હતું કે મહંમદે Muhammad જે કહે છે તે કરવુ જ જોઈએ, તેના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. ત્યાર બાદ તેણે ઝડપથી ન્હાવા ખાતર નાહી લીધુ અને શરીર ઉપર પાણી રેડી તેના કપડાં બદલી બેરેક Barracks ની બહાર આવ્યો, તે બેરેક Barracks ની બહાર આવ્યો ત્યારે તેના બધા જ સાથીઓ તેની સામે જોઈ રહ્યા હતા.



જાણે તેઓ પહેલી વખત જોઈ રહ્યા હોય. બધાએ મહંમદ Muhammad સામે જાણે બધા તેને કહેવા માગતા હતા તમે વાત કરોને, મહંમદ Muhammad ઉભો થઈ યુસુફ Yusuf પાસે આવ્યો. યુસુફે પણ જાણે કોઈને જોયા નથી, તેમ નીચે બેસી પોતાના થેલામાં કંઈક મુકી રહ્યો હોય તેવો ડોળ કર્યો હતો. મહંમદ Muhammad તેની પાસે આવ્યો તે પલાઠીવાળી તેની પાસે બેઠો તેણે બંન્ને ખભેથી યુસુફ Yusuf ને પકડતા પુછ્યુ મેરે બટકે ક્યા હુવા? યુસુફે Yusuf તેની સામે જોયુ અને નીચી નજર કરી માથુ હલાવી કંઈ નહીં તેવો ઉત્તર આપ્યો. મહંમદે Muhammad તેની દાઢીને ઉપર તરફ કરતા કહ્યુ મેરે સે ભી જુઠ બોલેગા, તેરી આંખે દેખ કિતની લાલ હો ગઈ હૈ. યુસુફ Yusuf હજી પણ શાંત હતો. મહંમદે Muhammad પોતાના સાથીઓ તરફ જોયુ, બધાના ચહેરા ઉપર ચિંતા હતી પણ યુસુફ Yusuf કંઈ કહેવા જ તૈયાર ન્હોતો. યુસુફ Yusuf ને લાગ્યુ કે જો તે આ પ્રકારનો ચહેરો રાખશે અને પોતાની લાલ આંખો જોઈ બધા માની લેશે કે તે રડ્યો છે. ગરબડ થઈ જશે અને બધાને સાચુ કારણ કહેવુ પડશે.

મહંમદ Muhammad પોતાની તકલીફ વિશે કોઈને જ કહેવા માગતો ન્હોત. મહંમદ Muhammad ને તકલીફ પડે એટલે એકલા થઈ જવુ. શાંત બેસી રહેવુ તેનો સ્વભાવ હતો પણ હવે 8 વર્ષથી સાથે રહેતા તેના સાથીઓ પણ તેને ઓળખી ગયા હતા. બેરેક Barracks માં રહેલા અન્ય કેદી Prisoner ઓને પણ હવે લાગ્યુ કે આ 8 ની ટોળીમાં કંઈક ગરબડ થઈ છે. કદાચ અંદર અંદર ઝઘડ્યા છે, તેના કારણે બટકે શાંત બેઠો છે. કેટલાક કેદી Prisoner ઓ ત્રાસી નજરે પણ બટકે અને તેની આસપાસ બેઠેલા તેના સાથીઓ તરફ જોઈ લેતા હતા. બટકે માટે આ સ્થિતિ અસહ્ય હતી, તે એકદમ ઉભો થયો અને મોટે મોટેથી હસવા લાગ્યો. બધા તેની સામે આશ્ચર્યની નજરે જોઈ રહ્યા, તે એટલે મોટેથી હસવા લાગ્યો હતો કે બેરેક Barracks ના તમામ કેદી Prisoner ઓની નજર અને કાન હવે બટકે તરફ હતા. બટકેને હસતો જોઈ પરવેઝ Pervez ઉભો થયો અને બટકેને પકડી હલાવી નાખતા પુછ્યુ શુ થયુ કેમ હસે છે? એટલે બટકે ગીત ગાવા લાગ્યો, એપ્રિલ ફુલ બનાયા, તુમકો ગુસ્સા આયા.. બધા આ ગીત સાંભળી હસી પડ્યા હતા પણ મહંમદ Muhammad ને ખબર હતી કે યુસુફ Yusuf જુઠ્ઠુ બોલી રહ્યો છે. તે હસવાનો ડોળ ભલે કરે છે, તેનું હ્રદય રડી રહ્યુ હતું. વાત સાચી પણ હતી પણ યુસુફ Yusuf પોતાની વેદનામાં કોઈને ભાગ આપવા માગતો ન્હોતો.

(ક્રમશ:)

- Advertisement -

PART – 12 | મહંમદ ચાલી રહ્યો હતો, ત્યારે તેના કાને મધુર અવાજ આવ્યો વૈષ્ણવજન તો તેને કહીયે



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular