Tuesday, October 27, 2026
HomeGeneralઅમદાવાદ: ઇ-વે બિલનું ચેકિંગ કરતી GSTની ટિમને ટ્રકમાંથી દારૂનો જથ્થો મળ્યો

અમદાવાદ: ઇ-વે બિલનું ચેકિંગ કરતી GSTની ટિમને ટ્રકમાંથી દારૂનો જથ્થો મળ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ માં GST વિભાગ બોગસ બિલિંગની તપાસ કરી રહી હતી તે દરમિયાન ટ્રકમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકમાં રહેલો દારૂનો જથ્થો જોઈને જીએસટી વિભગાની ટિમ પણ ચોંકી ઉઠી હતી. ટ્રકમાંથી 7140 નંગ વિદેશી દારૂની બોટલ અને 4704 નંગ બીયરના ટિન મળી આવ્યા હતા. આ ઘટના બાદ સ્થળ પર રામોલ પોલીસ સ્ટેશનના કર્મી આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



GST વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, GST વિભાગના મોબાઈ સ્કવોડ અમદાવાદની ટિમ વસ્ત્રાલ ચાર રસ્તા પાસે ઊભા રહીને ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રસ્તા પરથી પસાર થતી આઇસર ટ્રકને રોકવામાં આવી હતી. GSTની ટિમ દ્વારા ટ્રક ચાલક પાસે ઇ-વે બિલ માગતા ટ્રક ચાલકે પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિ.નું ફેવિકોલનું બિલ રજૂ કર્યું હતું. ઇ-વે બિલ શંકાસ્પદ જણાતાં ટ્રક ચાલકની પૂછપરછ કરી હતી, ટ્રક ચાલકે જણાવ્યુ હતું કે તે એમજી લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટરની લોરી ચલાવે. GSTની ટીમ દ્વારા ટ્રકની તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

GSTની ટિમ દ્વારા ટ્રકની તપાસ ચાલી રહી હતી તે દરમિયાન અચાનક જ રામોલ પોલીસ તે સ્થળ પર આવી પહોંચી હતી. ત્યારે બાદ GST વિભાગના અધિકારીઓની હાજરીમાં રામોલ પોલીસે ટ્રકની તપાસ કરીને ટ્રકમાંથી 7140 બોટલ વિદેશી દારૂ અને 4704 બીયરના ટિન જપ્ત કર્યા હતા. ઉપરાંત ટ્રકના ડ્રાઈવરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદે રીતે દારૂ ઘુસાડવાનો સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના રસ્તા પર દારૂ ભરેલી ટ્રક ફરતી હોવા છતાં પોલીસને ગંધ પણ આવતી નથી, દારૂના જથ્થા સાથે પકડાયેલી ટ્રક ક્યાંથી આવી હતી, કોણે મગાવી હતી અને ક્યાં લઈ જવામાં આવી રહી હતી આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે રામોલ પોલીસની તપાસમાં કેટલા ખુલાસા થાય છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular