નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ જમ્મૂ કશ્મીરથી અનુચ્છેદ 370 હટ્યાના બે વર્ષ પછી ઘાટીમાં સ્થિતિ ખરાબ થવા લાગી છે. આતંકવાદીઓના ટાર્ગેટ પર કશ્મીરી લોકો છે. આતંકવાદી બીજા પ્રદેશોમાં પહોંચેલા મજુરોને પણ નથી છોડી રહ્યા. ગત છ મહિનામાં ટાર્ગેટ કરીને 18 લોકોની હત્યા કરાઈ ચુકી છે, તેમાં 11 હિન્દુ અને 1 સિખ અને 6 મુસ્લિમ હતા. તેવામાં સવાલ એ ઉઠે છે કે આખરે કશ્મીરીઓ આતંકવાદીઓના નિશાના પર કેમ છે. કેમ તેમની હત્યાઓ કરવામાં આવી રહી છે.
ડિસેમ્બર 2021માં રાજ્યસભામાં એક સવાલ જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું હતું કે આતંકવાદીઓએ જમ્મૂ કશ્મીરમાં ગત પાંચ વર્ષમાં અલ્પસંખ્યક સમુદાય (હિન્દુ અને સિખ)ના અંદાજે 34 લોકોની હત્યા કરી છે જેમાં 2021માં માર્યા ગયેલા 11 લોકો પણ શામેલ છે.
કશ્મીરીઓની હત્યા કર્યા પછી આ આતંકવાદીઓ કોઈને કોઈ પત્ર જરૂર જાહેર કરે છે, 13 એપ્રિલ 2022એ કુલગામ જિલ્લામાં ડ્રાઈવર સતીશ કુમાર સિંહ પર ગોળીઓ વરસાવી દીધી હતી. જે ઘટના પછી આતંકી સંગઠન લશકર એ ઈસ્લામએ કશ્મીરી હિન્દુઓને ધમકી આપતા એક પત્ર જાહેર કર્યો જેનું નામ ‘કાફિર કે નામ એક પત્ર’ હતું. તેમાં આતંકવાદીઓએ કશ્મીરીઓને કહ્યું હતું કે ઘાટી છોડી દે અથવા તેમને મારી નાખવામાં આવશે. તે પ્રકારે ગુરુવારે બેન્ક મેનેજર અને એક મજુરની હત્યાની જવાબદારી સંગઠન કેકેએફએ લીધી હતી. તેણે પણ ધમકી ભર્યો પત્ર જાહેર કરીને હત્યા કરવાની વાત માની હતી અને કહ્યું કે કોઈ પણ કશ્મીરની ભૌગોલિક સ્થિતિને બદલવાના પ્રયત્ન કરશે તો તેનો આ જ અંજામ થશે.
સ્થાનીક સ્થિતિ પર નજર કરીએ તો હાલમાં 370 અનુચ્છેદ હટાવ્યા પછી કેન્દ્ર સરકારે કશ્મીરથી ઘણી સુરક્ષા ઓછી કરી લીધી છે. સામાન્ય લોકો સારી રીતે રહી શકે, તે કારણે ઘણી છૂટછાટો અપાઈ રહી છે. કશ્મીરી હિન્દુ જે 1990માં પલાયન કરીને દિલ્હી અને બાકી પ્રદેશોમાં ચાલ્યા ગયા હતા, તેમને પણ ફરી વસાવવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે. તે કારણે તેમને નોકરી અને અન્ય સુવિધાઓ પણ અપાઈ રહી છે. ઘાટીમાં સુધરતી સ્થિતિ અને સંજોગોથી આતંકવાદીઓ બોખલાયેલા છે. આ જ ગભરાટમાં આ પ્રકારની ઘટનાઓ થકી કશ્મીરના સામાન્ય લોકોને ડરાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.
2022માં થયેલી હિંસક ઘટનાઓ
2 જૂન: કુલગામ જિલ્લામાં બેંક મેનેજર વિજય કુમારની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી. સાંજે આતંકીઓએ કામદારો પર હુમલો કર્યો. આમાં બિહારના દિલખુશનું મોત થયું છે, જ્યારે પંજાબનો એક મજૂર ગંભીર રીતે ઘાયલ થયો છે.
31 મે: કુલગામના ગોપાલપોરામાં શિક્ષક રજની બાલાની હત્યા.
25 મે: ટીવી એક્ટર અમરીન ભટની બડગામમાં ઘરમાં હત્યા. તેના 10 વર્ષીય ભત્રીજાને હાથમાં ગોળી વાગવાથી ઈજા થઈ હતી.
24 મે: શ્રીનગરમાં પોલીસકર્મી સૈફુલ્લાહ કાદરીની હત્યા. તેમની 7 વર્ષની પુત્રી ઘાયલ થઈ હતી.
17 મે, 2022: બારામુલ્લા જિલ્લાના દીવાન બાગ વિસ્તારમાં નવી ખુલેલી દારૂની દુકાન પર આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો. આ હુમલામાં 52 વર્ષીય રણજીત સિંહનું મોત નીપજ્યું હતું અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
12 મે 2022: સરકારી કર્મચારી રાહુલ ભટને મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચદૂરા નગરની તહેસીલ ઓફિસની અંદર આતંકવાદીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેને 2010-11માં સ્થળાંતર કરનારાઓ માટે આપવામાં આવેલા વિશેષ પેકેજ હેઠળ અહીં ક્લાર્કની નોકરી મળી હતી.
13 એપ્રિલ, 2022: જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં સતીશ કુમાર સિંહ રાજપૂતનું મોત થયું હતું. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ તેનું મોત નીપજ્યું. કાકરાનનો રહેવાસી સતીશ વ્યવસાયે ડ્રાઈવર હતો.
4 એપ્રિલ, 2022: બાલ કૃષ્ણ ભટ (39)ને શોપિયાંમાં તેમના ઘર પાસે એક શંકાસ્પદ આતંકવાદીએ માર્યો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











