પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આપણે ત્યાં સામાજીક યોગદાનનું પણ એક મહત્વ છે , દરેક માણસ પોતાના અને પરિવાર માટે ધંધો રોજગાર કરે છે, પણ તેની સાથે એક સામાજીક જવાબદારી પણ હોય છે, એશીયાની સૌથી મોટી અમદાવાદ ડીસ્ટ્રીકટ કોઓપરેટીવ બેન્કે પોતાની સામાજીક જવાબદારી સમજી પોતાના ગ્રાહકો અને તેમના પરિવારજનો સાથે મળી રકતદાન કાર્યક્રમ શરુ કર્યો છે જેના ભાગ રૂપે અમદાવાદની આઠ બ્રાન્ચમાં શનિવારના રોજ રકતદાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, એડીસી બેન્કની કુલ 207 બ્રાન્ચ છે જે તમામમાં તબ્બકાવાર આ પ્રકારનો રકતદાન કાર્યક્રમ યોજવામાં આવશે.

એડીસી બેન્કના વહિવટી અઘિકારી પ્રિતેશ મહેતાએ અમારા સંવાદદાતાને માહિતી આપતા જણાવ્યુ હતું બેન્કમાં રજા દિવસે બેન્કના ગ્રાહકો અને તેમના પરિવારજનો સહિત બેન્કની આસપાસ ધંધો રોજગાર કરતા નાગરિકોને રકતદાન કરવા પ્રોત્સાહીત કરવામાં આવશે, માત્ર અમદાવાદમાં શહેરમાંથી એક હજાર બોટલ રકત એકત્રીક કરવાનો અમારો લક્ષાંક છે એડીસી બેન્કની કુલ 207 શાખાઓ છે જે તમામમાં આ પ્રકારે રકતદાન કાર્યક્રમ યોજી રકત એકત્રીત કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે એડીસી બેન્કના ચેરમેન અજય પટેલની વરણી રેડક્રોસના અધ્યક્ષ તરીકે થતાં તેમણે આ સેવા યજ્ઞને વેગ આપવા માટે રકતદાન અંગે જાગૃત્તી આવે અને વધુ લોકો રકતદાન કરતા થાય તેવા પ્રયાસો તેમણે મોટા પાયે શરૂ કર્યા છે.

![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











