નવજીવન ન્યૂઝ.ભાવનગર: ભાજપના તાલુકા પ્રમુખની ગુંડાગીરી સામે આવી છે. વલ્લભીપુરના ભાજપ પ્રમુખે TDO ઓફિસમાં સરકારી મહિલાનું ગળું દબાવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જુના રતનપર ગામના પાણી કામનો સમગ્ર મામલો વલ્લભીપુર પોલીસ મથકમાં ભાજપના પદુભા ગોહીલ સામે સરકારી મહિલા કર્મચારીએ ફરિયાદ નોંધાવી.
ભાવનગરના વલ્લભીપુર તાલુકા પંચાયત કચેરીમાં TDO ચેમ્બરમાં તાલુકા ભાજપના પ્રમુખ પદુભા ગોહિલે TDO અને સરપંચની હાજરીમાં સરકારી મહિલા કર્મચારીનું ગળું દબાવી ઝઘડો કર્યા હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. આ બનાવ બાદ વલ્લભીપુર પોલીસ મથકમાં ભાજપના પદુભા ગોહીલ વિરુદ્ધ નીલમબેન કાજીએ ફરિયાદ દાખલ કરાવી છે. ભાજપ તાલુકા પ્રમુખે મહિલાનું ગળું દબાવના આક્ષેપો સામે આવતા રાજકારણમાં ચકચાર મચી જવા પામી છે.
સમગ્ર મામલો વધુ ઉગ્ર બનતા નીલમબેન કાજી રજૂઆત કરવા માટે ભાવનગર જિલ્લાના પંચાયત ખાતે દોડી આવ્યા હતા. જોકે તાલુકા ભાજપ પ્રમુખ સમગ્ર આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા. વલભીપુર તાલુકા પંચાયતમાં TDOની ચેમ્બરમાં અધિકારી મદદનીશ એન્જિનિયરને તાલુકા ભાજપના પ્રમુખે ગળુ દબાવી બોલાચાલી કરી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તાલુકા ભાજપના પ્રમુખ વલ્લભીપુર ટીડીઓની ચેમ્બરમાં જુના રતનપર ગામના પાણીનું કામ રદ્દ કરવા બાબતે ટીડીઓની ચેમ્બરમાં ગયા હતા. આ કામ રદ્દ કરવા બાબતે મહિલા કર્મચારી નીલમબેન કાઝીને ચેમ્બરમાં બોલાવ્યા હતા. આ દરમિયાન મહિલા કર્મચારીએ કામ રદ્દ કરવા માટે નિયમો સહિતની વાતચીત કરતાં હતા તે દરમિયાન બોલાચાલી વધુ ઉગ્ર બની જતાં તાલુકા ભાજપના પ્રમુખ પદુભા ગોહિલે ચેમ્બરની અંદર જ મહિલા કર્મચારીનું ગળુ દબાવ્યું હોય તેવા ગંભીર આક્ષેપો સાથે વલભીપુર પોલીસ મથકમાં IPCની કલમ મુજબ મહિલા કર્મચારીએ તાલુકા ભાજપ પ્રમુખ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે.
સમગ્ર મામલે તાલુકા ભાજપના પ્રમુખ પદુભા ગોહિલે કહ્યું હતું કે, તેમના ઉપર જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે તે સંપૂર્ણપણે પાયાવિહોણા છે. રામપર ગામના કામ માટે 9 લાખ રૂપિયા મંજુર થયા છે. અગાઉની ગ્રાન્ટ રદ્દ કરવા માટે TDOને રજૂઆત કરવા માટે યુવા મોરચા સાથે ચેમ્બરમાં ગયા હતા. તે સમય દરમિયાન મહિલા કર્મચારીને ઝઘડો કરવો હતો એટલા માટે તેઓ ચેમ્બરમાં આવી ગયા હતા. ઉપરાંત તાલુકા ભાજપના પ્રમુખે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ મહિલા કર્મચારી જ્યારે ઘોઘા તાલુકામાં ફરજ બજાવતા હતા ત્યારે પણ તેમના પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં શું તથ્ય સામે આવે છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











