Friday, August 28, 2026
HomeGeneralના કોણ પાડે છે હું કોંગ્રેસથી નારાજ જ છું: હાર્દિક પટેલ, 'નરેશભાઈ...

ના કોણ પાડે છે હું કોંગ્રેસથી નારાજ જ છું: હાર્દિક પટેલ, ‘નરેશભાઈ આવશે તો…’

- Advertisement -

નવજીવન ન્યુઝ. રાજકોટ: ખોડલધામ ખાતે આજે પાટીદાર આગેવાનો અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને બંધબારણે બેઠક કરી હતી આ બેઠક પછી હાર્દિક પટેલ મીડિયા સામે નિવેદન આપ્યું હતું કે હું કોંગ્રેસથી નારાજ જ છું ના કોણ પાડે છે અને આ વાત જગજાહેર છે, નરેશભાઈ કોંગ્રેસમાં આવશે તો મારી નારાજગી દૂર થશે પછી તો મારે તેમની સાથે જ ચર્ચા કરવાની થશે. કારણકે આજે હું કાર્યકારી પ્રમુખ છું તો મારી કોઈ જવાબદારી તો નક્કી હોવી જોઈએ ને.



ખોડલધામ ખાતે આજે અલ્પેશ કથેરિયા દિનેશ મામા ભણ્યા સહિતના પાસ કાર્યકરો અને નેતાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત કરણી સેના ની એકતા યાત્રા પણ ખોડલધામ પહોંચી હતી. ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે તેમનું પણ સ્વાગત કર્યું હતું. હાર્દિક પટેલે બંધ થયેલી બેઠક પછી મીડિયા સામે નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે આજે અલ્પેશભાઈ હું અને દિનેશભાઈ નરેશભાઇ પટેલને મળ્યા હતા તેમની સાથે ચર્ચા કરી હતી. નરેશભાઈ કોઈપણ રાજકીય નિર્ણય લેશે તેને અમે માન્ય રાખી શું. તેમણે મુખ્યમંત્રીને પાટીદારો પર થયેલા કેસ પાછા ખેંચવા માટે રજૂઆત કરી હતી જે પછી 22 થી 25 કેસ પાછા ખેંચવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો જેનો અમે આભાર માનવા પણ અહીં આવ્યા હતા. હજુ બીજા 244 કેસની ઝડપી કાર્યવાહી થાય તેની પણ રજૂઆત કરવામાં આવી છે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular