Wednesday, July 1, 2026
HomeGujaratવરઘોડામાં ડાન્સમાં મશગુલ બનેલા યુવકોને વરઘોડો આગળ જવા દેવા કહેતા ઉશ્કેરાયા: કન્યાના...

વરઘોડામાં ડાન્સમાં મશગુલ બનેલા યુવકોને વરઘોડો આગળ જવા દેવા કહેતા ઉશ્કેરાયા: કન્યાના જીજાજી ઉપર કર્યો હુમલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. શામળાજી: ગુજરાતમાં અત્યારે લાગણી સિઝન ચાલી રહી છે. સામન્ય રીતે લગ્ન પ્રસંગોમાં વાદ-વિવાદ અને સામન્ય ઝગડા થતાં રહેતા હોય છે. તેવી જ રીતે શામળાજીમાં આવો જ એક ઝગડો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. શામળાજી નજીક ખરી ગામમાં એક યુવતીના વરઘોડાની આગળ કેટલાક યુવકો ડાન્સ કરી હયા હતા, જેના કારણે વરઘોડો આગળ વધવામાં વિલંબ થઈ રહ્યો હતો. તે સમયે યુવતીના જીજાજીએ આ યુવકોને ડાન્સ પછી કરવાનું કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા યુવતીના જીજાજી ઉપર પથ્થરથી હુમલો કરી દીધો હતો અને જાનથી મારી નખ્વ્કની ધમકી આપી હતી. યુવતીના જીજાજી જેમને જીઇબીમાં નોકરી કરે છે તેમણે ત્યાર બાદ શામળાજી પોલીસ સ્ટેશનમાં આ 4 યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી.


પોતાની સાળીના લગ્નમાં વાઘપૂર ગામના દિનેશ ખરાડી પરિવાર સાથે ભિલોડાના ખરી ગામમાં આવ્યા હતા. સાળીનો વરઘોડો ગામમાં પરત આવી રહ્યો હતો તે સમયે વરઘોડામાં ડાન્સ કરી રહેલા અભિષેક નિનામા, કુલદીપ ગામેતી, ક્રિશ નિનામા અને હાર્દિક નીનામા નામના યુવાનો ડાન્સમાં મશગુલ બની વરઘોડો આગળ વધવા દેટા ન હતા. તે સમયે દિનેશ ખરાડીએ વરઘોડો ઘરે પહોંચી જાય પછી ડાન્સ કરજો તેવું કહેતા ચારેય યુવકો ઉશ્કેરાઈ ગયા હતા અને પથ્થર મારીને ગડદા-પટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે દિનેશ ખરાદી શામળાજી પોલીસ સ્ટેશનમાં 4 યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી. જેના અનુસંધાનમાં પોલીસે તપાસ શરૂ કરી છે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular