નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ઉત્તરાખંડ રાજ્યમાં એક વૃદ્ધ દંપતીએ પૌત્ર/પૌત્રી માટે પુત્ર પર દાવો માંડ્યો હોવાનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એસ.આર.પ્રસાદે ઉત્તરાખંડની એક કોર્ટમાં કહ્યું, “અમને માત્ર એક પૌત્ર/પૌત્રી જોઈએ છે.” ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર પૌત્ર/પૌત્રી માટે તેમની ઈચ્છા એવી છે કે તેઓ પોતાના પુત્ર અને પુત્રવધૂ પર બાળક માટે અથવા એક વર્ષની અંદર 5 કરોડ રૂપિયાના વળતરનો દાવો કરી રહ્યા છે.
એસ.આર.પ્રસાદે જણાવ્યું હતું કે, અમેરિકામાં પુત્રના શિક્ષણ અને તાલીમ માટે નાણાંની વ્યવસ્થા કર્યા બાદ તેમની પાસે કોઇ રકમ બાકી રહેતી નથી. એએનઆઈએ પ્રસાદને ટાંકીને જણાવ્યું હતું કે, “અમે પૌત્ર-પૌત્રીઓની આશામાં 2016માં અમારા પુત્રના લગ્ન કર્યા હતા. પૌત્ર હોય કે પૌત્રી, અમને કોઈ પરવા નથી. અમારે તો ફક્ત “બાળકો” જ જોઈતાં હતાં.
Haridwar, Uttarakhand | Parents move court against son&daughter-in-law, demand grandchildren/Rs 5 cr compensation.
They were wedded in 2016 in hopes of having grandchildren. We didn't care about gender, just wanted a grandchild: SR Prasad, Father pic.twitter.com/mVhk024RG3
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 11, 2022
“મેં મારા બધા પૈસા મારા પુત્રને આપી દીધા, તેને યુ.એસ.માં તાલીમ આપી. મારી પાસે હવે પૈસા નથી. અમે ઘર બનાવવા માટે બેંકમાંથી લોન પણ લીધી છે. અમે આર્થિક અને વ્યક્તિગત રીતે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. અમારી અરજીમાં, અમે પુત્ર અને પુત્રવધૂ પાસેથી 2.5 કરોડ રૂપિયાની માંગ કરી છે.
પ્રસાદના વકીલે પોતાના પુત્ર સામેની અરજીમાં કહ્યું કે, આ કેસ સમાજનું કડવું સત્ય દર્શાવે છે. “અમે અમારા બાળકોમાં રોકાણ કરીએ છીએ જેથી તેઓ સારી કંપનીમાં કામ કરવા માટે યોગ્ય બને. બાળકોની મૂળભૂત આર્થિક જવાબદારી તેમના માતાપિતાની હોય છે. માતા-પિતાએ એક વર્ષમાં પાંચ કરોડ રૂપિયા (દીકરા-વહુ પાસેથી અઢી-અઢી કરોડ રૂપિયા)નું વળતર માગ્યું છે.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











