નવજીવન ન્યૂઝ. કરનાલઃ હરિયાણાના કરનાલ પોલીસે હુમલાના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવી દીધું છે. પોલીસે પંજાબમાંથી ખાલિસ્તાની આતંકવાદ અને આઈએસઆઈ સાથે જોડાયેલા ચાર શંકાસ્પદ આતંકીઓને હથિયારો અને આરડીએક્સ સાથે ધરપકડ કરી છે. જાણકારી અનુસાર ચારેયની સવારે 4 વાગે કરનાલના બસ્તાડા ટોલ પરથી ધરપકડ કરવામાં આવી હતી. ચારેય ઇનોવા કારમાં દિલ્હી તરફ જઇ રહ્યા હતા. પકડાયેલા શકમંદોમાં ગુરપ્રીત, ભૂપેન્દ્ર, અમનદીપ અને પરવિંદર સિંહ પંજાબના રહેવાસી છે.
જાણકારી મુજબ પકડાયેલા લોકો પાકિસ્તાનનો રહેવાસી હરવિંદર સિંહના ચાર સાથીઓ છે. કરનાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. પકડાયેલા શંકાસ્પદ આતંકીઓ અંગે કરનાલના એસપીએ જણાવ્યું કે, તેમને આતંકી હરવિંદર સિંહ રિંડાએ આ આદેશ આપ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ચાર શંકાસ્પદ આતંકીઓને તેલંગાણા આઈઈડી મોકલવાના હતા. આ લોકેશન પાકિસ્તાનથી મોકલવામાં આવ્યું હતું. આ પહેલા આ લોકો બે જગ્યાએ આઈઈડી સપ્લાય કરી ચૂક્યા છે. તેમની સામે મધુબન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. એસીપી ઇન્દ્રી આ કેસની તપાસ કરશે.
તેમની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ, 31 કારતૂસ અને ત્રણ લોખંડના કન્ટેનર મળી આવ્યા હતા. આ ઉપરાંત 1 લાખ 30 હજાર રૂપિયાની રોકડ પણ મળી આવી છે. ત્રણ યુવકો ફિરોઝપુરના રહેવાસી છે. 1 યુવક લુધિયાણાનો રહેવાસી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મુખ્ય આરોપી જેલમાં અન્ય એક યુવકને મળ્યો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











