નવજીવન ન્યૂઝ. અમદાવાદ: વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના જામીન મંજૂર થયા છે. આસામના બારપેટામાં ધરપકડ થયેલા કેસમાં MLA જિગ્નેશ મેવાણીના જામીન મંજૂર થયા છે. MLA જિગ્નેશ મેવાણીની ફરી કોઈ અન્ય કેસમાં ધરપકડ થવાની આશંકા તેમના વકીલે કરી છે.
વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની PM નરેન્દ્ર મોદી અંગે ટ્વિટ કરવાના કેસમાં પાલનપુરથી આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જે કેસમાં કોર્ટે જામીન મળ્યા બાદ MLA જિગ્નેશ મેવાણીની અન્ય એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જે કેસમાં ધારાસભ્યના જામીન અરજી કોર્ટે ફગાવી દેતા MLA પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. જો કે બંને કેસમાં જામીન મળયા બાદ MLA જિગ્નેશ મેવાણીના વકીલએ અન્ય કોઈ કેસમાં મેવાણીની ધરપકડ થાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
PM નરેન્દ્ર મોદી વિરુદ્ધ ટિપ્પણી અંગેના કેસમાં આસામ કોર્ટમાંથી જામીન મળતા જિગ્નેશ મેવાણીને મહિલા કોન્સટેબલ સાથે દુર્વ્યવહાર સબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ જિગ્નેશ મેવાણીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને 5 દિવસ જેલમાં મોકલવામાં આવ્યા હતા. જિગ્નેશ મેવાણીના જામીન મંજૂર થતાં જેલની કાયદાકીય કાર્યવાહી કર્યા બાદ આવતી કાલે જેલમાંથી બહાર આવી શકે છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











