નવજીવન ન્યૂઝ. આણંદ: ગુજરતના આણંદમાં પોલીસ દ્વારા હાઈ વે પર પાર્ક કરેલા ટ્રક માંથી ડીઝલ ચોરી કરતી એક ટોળકીને ઝડપી પાડવામાં આવી છે. આ ગેંગ પોતાની સાથે મારક હથિયારો રાખે છે જેના કારણે જો કોઈ ટ્રક વાળા પ્રતિકાર કરે તો ટેમ્ન્બો સામનો કરી શકાય. આણંદ પોલીસ દ્વારા બાતમીના આધારે વોચ રાખીને આ ગેંગની ધરપકડ કરી લેવામાં આવી છે.
આણંદ પોલીસ દ્વારા આણંદમાં અનડિટેક્ટ અપરાધોને પકડવા માટે ડ્રાઈવ ચાલી રહી છે તે દરમિયાન આણંદના વાસદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર પી.જે.પરમારને બાતમી મળી હતી કે કેટલાક લોકો આવી રીતે રસ્તા ઉપર પાર્ક કરેલા ટ્રકમાંથી ડીઝલ ચોરી કરે છે. બાતમી મુજબ પોલીસ દ્વારા વાસદ ટોલનાકા પાસે વોચ રાખીને બાતમી વાળી ટ્રક આવતા તેને ઊભી રાખીને તપપસ કરતાં પોલીસનેર ડીઝલ ભરેલા કેરબા અને કેટલાક ઘાતક હથિયાર મળી આવ્યા હતા.
હનીફખાન મન્સૂરી, સાજિદ ફકીર, શાકીરખાન મન્સૂરી, ફારૂકશા ફકીર, જાહીરખાન મન્સૂરી અને આઝાદખાન મન્સૂરી નામના છ વ્યક્તિઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ છ લોકો ગુજરાતનાં અલગ અલગ હાઈ વે ઉપર હોટલ અથવા તો અન્ય કોઈ જગ્યાએર પાર્ક કરેલા ટ્રકમાંથી ટેન્ક તોડીને ડિઝલની ચોરી કરતાં હતા. પોલીસે તેમની પાસેથી35 લિટરના 25 કેરબા એટલે કે 875 લિટર ડીઝલ જપ્ત કર્યું હતું.આ સાથે પોલીસે કુલ 11,24,510 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











