Monday, April 20, 2026
HomeGujaratતે આપણને બચાવવા લડયો, પોતાની જીંદગી દાવ ઉપર લગાડી દીધી આજે તેની...

તે આપણને બચાવવા લડયો, પોતાની જીંદગી દાવ ઉપર લગાડી દીધી આજે તેની સ્થિતિ શુ છે જાણો

- Advertisement -

આપણને લાગે છે કે સરહદ ઉપર લડનાર સૈનિક જ સૌથી વધારે બહાદુર છે, પણ હું કહુ છે કે જે સરહદ ઉપર ફરજ બજાવતા નથી, પણ સરહદની અંદર રહીને પણ પોતાનો વિચાર કર્યા વગર બીજા માટે કામ કરતા માણસો પણ સૈનિકની બહાદુરી કરતા જરા પણ ઉતરતા નથી, આવી જ એક ઘટના દોઢ વર્ષ પહેલા ઘટી પણ ભાગ્યે જ કોઈ મિડીયાએ તેની નોંધ લીધી છે, જો આવી સ્થિતિ કોઈ સૈનિક કે પોલીસ સાથે ઘડી હોત તો તેના માટે મદદની સારવણી ફુટી નિકળી હોત, પણ કમનસીબ અમદાવાદ ફાયર અને ઈમ્જન્સી સર્વિસનો ફાયરમેન કલ્પેશ પટેલ સાથે તેવુ બન્યુ નથી, જો કે કલ્પેશની સ્થિતિ કઈ પણ સમજી શકે તેવી નથી, પણ કલ્પેશનો પરિવાર પણ આ અંગે માટે કોઈ જવાબદાર માનતો નથી.

Advertisement

- Advertisement -




ગત વર્ષે જયારે કોરોનાની પહેલી લહેર આવી ત્યારે મારા તમારા સહિત આપણે બધા જ઼ડરી ગયા હતા, કારણ કોરોના માટે આપણે તૈયાર ન્હોતા અને કોરાના સામે કેવી રીતે લડી શકાય તેની આપણને ખબર ન્હોતી, એટલે તંત્ર સહિત બધા આ સ્થિતિને પહોંચી વળવા માટે પ્રયત્નમાં હતા,અમદાવાદ કોર્પોરેશન પણ પોતાના બનતા પ્રયત્ન કરી રહ્યુ હતું આ દરમિયાન અમદાવાદ ફાયર બ્રીગેડને આદેશ મળ્યો કે જે વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધારે તે વિસ્તારને સેનેટાઈઝ કરવાની કામગીરી સંભાળી લેવી, અમદાવાદના મેમનગર ફાયર સ્ટેશન પણ આ કામગીરી જોતરાઈ ગયુ, ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ કહે છે, પશ્ચીમ વિસ્તારમાં સેનેટાઈઝ કરવાની જવાબદારી ફાયરમેન કલ્પેશ પટેલ સંભાળી રહ્યો હતો.

લોકો ડરી હતા, ફાયર બ્રીગેડને સ્થાનિક કોર્પોરેટર અને અધિકારીઓના સતત કોલ આવી રહ્યા હતા કે ફલાણી સોસાયટીમાં સેનેટાઈઝ કરો, કલ્પેશ પટેલ કંટ્રોલ રૂમમાંથી મળતી સુચના પ્રમાણે રાત દિવસ પોતાની ટીમ સાથે વોટર ટેન્ડર લઈ સેનેટાઈઝ કરી રહ્યો હતો, ફાઈટરના પાવરફુલ પંપ દ્વારા પાણી સાથે ભેળવવામાં આવેલા કેમિકલ દ્વારા સેનેટાઈઝ કરવાનું કામ ચાલી રહ્યુ હતુંસ કલ્પેશ વોટર ટેન્ડર ઉપર બેસી સેનેટાઈઝ કરી રહ્યો હતો , પણ ઘણી વખત પવનની દિશા વિરૂધ્ધ હોવાને કારણે કેમિકલ યુકત પાણીમાં ખુદ કલ્પેશ પણ ભીંજાઈ જતો હતો, પણ તેમાં કોઈને ફરિયાદ કરવાનો પ્રશ્ન ન્હોતો કારણ તે નોકરીનો ભાગ હતો, દિવસો સુધી આ કામ ચાલતી રહી હતી, સેનેટાઈઝની કામગીરી સ્ટાફ ફાયર સ્ટેશન ઉપર પાછો ફરે ત્યારે સુચના હતી કે કોઈના સંપર્કમાં આવ્યો વગર સ્નાન કરી લેવુ.

- Advertisement -

તે દિવસે પણ ફાયરમેન સેનેટાઈઝ કરી મેમનગર ફાયર સ્ટેશન પાછો ફર્યો, તે સ્નાન કરવા જતો હતો અને બાથરૂમ પાસે ફસડાઈ પડી બેભાન થઈ ગયો, કલ્પેશની સ્થિતિ જોતા તરત તેના પરિવારે ફાયર ઓફિસરને જાણ કરતા ફાયર બ્રીગેડની એમ્બુલન્સમાં તેને અમદાવાદની એલજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે કલ્પેશની સાથે તેનો મિત્ર અને ફાયરમેન કાનજી રબારી હતો, કલ્પેશ અને કાનજીએ મોટા ભાગે સાથે નોકરી કરી હોવાને કારણે નોકરી ઉપરાંત પણ એક અન્યય મિત્રતા પણ હતી કાનજી ચીંતીત હતો અને ડરી પણ ગયો, લોકોની જીંદગી બચાવવા દોડતા ફાયરમેનને પોતાનાને ગુમાવવાનો ડર લાગી રહ્યો હતો, મોટા ભાગની સરકારી હોસ્પિટલ કોવીડ હોસ્પિટલ જાહેર થઈ હોવાને કારણે મેમનગરથી મણિનગરમાં આવેલી એલજી હોસ્પિટલમાં કલ્પેશને લઈ જવામાં આવ્યો.

Advertisement




ફરજ ઉપરના ડૉકટરો કલ્પેશની હીસ્ટ્રી તપાસી, તેમને અંદાજ આવી ગયો કે કલ્પેશ માત્ર બેભાન નથી, ગરબડ વધારે મોટી છે, સિનિયર ડૉકટરોને બોલાવવામાં આવ્યે તેમણે તેની તપાસ કરી અને નિદાન થઈ કે સતત સેનેટાઈઝ કરવાની કામગીરી કારણે તેના ફેફસા અને મગજ સુધી પહોચેલા કેમિકલને કારણે તેને બ્રેઈનહેમરેઝ થઈ ગયુ છે, હવે તે કયારે પહેલા જેવો સ્વસ્થ થશે તે કહેવુ મુશ્કેલ છે, પણ તે જીવીત રહે તે માટે તેને વેન્ટીલેટર ઉપર લેવો જરૂરી છે, કલ્પેશ ખુદ પણ કોર્પોરેશનનો કર્મચારી હોવાને કારણે સારવારનો કોઈ પ્રશ્ન ન્હોતો તરત તેને આઈસીસીયુ વોર્ડમાં લઈ જવામાં આવ્યો અને વેન્ટીલેટર ઉપર મુકી દેવામાં એક એક દિવસ પસાર થઈ રહ્યા હતા પણ કલ્પેશ નીસ્તેજ હતો તેનું શરિર કોઈ પણ પ્રકારની હલચન કરતુ ન્હોતુ, પણ એક પણ ક્ષણ એવી ન્હોતી કે મિત્ર અને ફાયરમેન કાનજીથી દુર થયો હતો, આમ કરતા કરતા સાંઈઠમાં દિવસે અચાનક કલ્પેશની આંખ ખુલી, કાનજી સહિત ફરજ ઉપરના મેડીકલ સ્ટાફની આંખમાં હર્ષના આંસુ આવી ગયા.

- Advertisement -

સાંઈઠ દિવસ પછી કલ્પેશ ભાનમાં આવ્યો, પણ તેની આંખો ફરવા સિવાય કોઈ હલનચલન ન્હોતુ, તે કોઈને ઓળખી શકતો નથી તેની આંખો જોઈ સમજી શકાતુ હતુ, કાનજી અને કલ્પેશનો પરિવાર સામે તેની આંખ સામે હોવા છતાં આંખોના ભાવમાં કોઈ ફેર પડતો ન્હોતો, પણ નિરાંત થઈ કે કલ્પેશ પાછો આવ્યો છે, ડૉકટરોએ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સાથે ચર્ચા કરી અને નિર્ણય કર્યો કે કલ્પેશે પોતાની જીંદગીની બે દાયકા ફાયરની નોકરી અને ફાયર કવાર્ટરમાં પસાર કર્યા છે. કદાચ તે માહોલ તેને ફરી પહેલા જેવો કરી શકે એટલે નિર્ણય લેવામાં આવ્યો કે કલ્પેશ પટેલને મેમનગર પાછો લાવવામાં આવે, કલ્પેશ પાછો આવી રહ્યો છે તેની જાણકારી મળતા મેમનગર ફાયર સ્ટેશન અને ફાયર કવાર્ટરમાં રહેતા સ્ટાફના પરિવારે કલ્પેશના સ્વાગત માટે ફુલમાળા લાવી તેના સ્વાગતની તૈયારી કરી.

એમ્યુલન્સમાં કલ્પેશને સાંઈઠ દિવસ પછી મેમનગર ફાયર સ્ટેશન લાવવામાં આવ્યો, ત્યારે આખો સ્ટાફ અને તેનો પરિવાર તેના સ્વાગત માટે હાજર હતો, બધાની આંખો ભીની હતી, તેના ઉપર ફુલ વરસાવ્યા, કલ્પેશ માત્ર આંખો ખોલી જોઈ રહ્યો હતો , કદાચ આખી જીંદગી ફાઈટરની સાઈરન અને ઈમરજન્સી એલાર્મ સાંભળવા કલ્પેશના કાન ટેવાયેલા હતા એટલે તેના સ્વાગતમાં મેમનગરની સાઈરનો અને એલાર્મ શરૂ કરી દેવામાં આવ્યો, બધાની નજર કલ્પેશના વ્યવહાર ઉપર હતી તેણે સાઈરન પણ સાંભળી અને એલાર્મ પણ સાંભળ્યો પણ કોઈ ફેર પડયો નહીં ફાયર સ્ટેશનના પાછળ આવેલા કવાર્ટરમાં તેને લઈ જવામાં આવ્યો, તમામ ફાયર સ્ટાફે તેની પત્ની અને દિકરાને કહ્યુ તમે એકલા નથી અમે છીએ કારણ કલ્પેશ અમારો પણ છે.

Advertisement




હવેની સારવાર ઘરે જ કરવાની હતી આમ કરતા કરતા છ મહિના પસાર થઈ ગયા, કલ્પેશ પથારીવશ હતો, પણ થોડોક સુધારો થઈ રહ્યો હતો હવે તેની આંખો કહી રહી હતી કે તે પોતાના પરિવાર અને મિત્રોને ઓળખે છે, પણ આ દરમિયાન અચાનક તેને લકવાનો હુમલો આવ્યો તેનું અર્ધુ શરીર પકડાઈ ગયુ, ફરી નવી સારવાર શરૂ થઈ તેનો પરિવાર અને સ્ટાફ હાજર જ હતો, લાંબી સારવાર બાદ તે સારો થયો જો કે એકલા ઉભા થવાની અને પોતાનું કામ કરવાની ક્ષમતા ન્હોતી., રોજ તેને કોઈ વ્હીલચેરમાં કોઈ લઈ બહાર લઈ નિકળે કયારેક ફાયર સ્ટેશનમાં લાવે તો કયારેક નજીર ફરવા લઈ, પણ આ દરમિયાન પ્રશ્ન આવ્યો કે કલ્પેશની જે કઈ રજાઓ હતી તે પુરી થવા આવી હવે તેની પાસે રજા ન્હોતી જેના કારણે હવે તે ફરજ ઉપર નહીં હોવાને કારણે તેનો પગાર પણ બંધ થઈ જાય તેવી સ્થિતિ હતી.

ઉચ્ચ અધિકારીઓ સાથે આ પ્રશ્ને ચર્ચા કરવામાં આવી કારણ કલ્પેશ જે સ્થિતિ આવ્યો હતો તે તેની ફરજનું પરિણામ હતું તેણે પોતાનું કામ પ્રમાણિકપણે કર્યુ હતું, ફાયર વિભાગના અધિકારીઓની રજુઆતની અસર થઈ, અમદાવાદ કોર્પોરેશને સ્ટેન્ડીંગ કમિટીમાં નિર્ણય કર્યો કે કલ્પેશ ભલે ફરજ ઉપર નથી, પરંતુ તેને ફરજ ઉપર જ ગણવો અને તેના આ સમયકાળને બીમારીની રજા ગણી તેનો પગાર ચાલુ રાખવો, આમ એક સારો નિર્ણય લેવાયો તેના કારણે તેના પરિવારની એક મુશ્કેલી તો ટળી છે. કલ્પેશ કયારે પહેલા જેવો થશે ફરી અને ફાઈટર લઈ ફરી લોકો બચાવવા કયારે નિકળશે તે કહેવુ ડૉકટરો માટે પણ મુશ્કેલ છે, પણ ફાયર વિભાગની કમનસીબી છે એવી છે તંત્ર અને સમાજ કયારે ફાયર વિભાગને માન અને્ દામ આપી શકયો નહીં, એક ફાયરમેન લોકોને બચાવવા માટે જે જોખમ ઉપાડે છે તેના રીસ્ક એલાઉન્સ પેટે તેને મહિને સાડા ત્રણસો રૂપિયા પગાર ઉપરાંત આપવામાં આવે છે, પણ કલ્પેશ અને કલ્પેશ જેવા દેશના ફાયરમેનોને સલામ તેમણે પોતાને મળતા પૈસા કરતા આપણી જીંદગીની વધારે કિમંતી ગણી છે, તેઓ ફરિયાદ કરતા નથી અને માગણીઓ માટે હડતાલ પાડતા નથી.

Advertisement



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular