અમદાવાદના બહેરામપુરામાં રહેતા અને એક મોલના ખાનગી સીકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા રાજેશ દાફડાને ઈન્કમટેકસ વિભાગ દ્વારા બેનામી વ્યવહાર અંગે એક નોટીસ પાઠવી તેનો ખુલાસો કરવા જણાવવામાં આવ્યુ છે, નોટીસ અનુસાર વડોદરાના વાધોડીયામાં આવેલી ડીસીબી બેન્કમાં રાજેશ દાફડાનું ખાતુ આવેલુ છે જેમાં 2015-2016 અને 2016-2017માં અનુક્રમે રૂપિયા 5-54973 અને 20219892ના વ્યવહાર થયા હતા આ ખાતામાં પારુલ આરોગ્ય સેવા મંડળ દ્વારા પગાર પેટે રકમ ઉધારવામાં આવી હતી, પરંતુ તમે મંડળના રેકોર્ડ પ્રમાણે તેના કર્મચારી નથી, આ નોટીસ મળતા રાજેશ દાફડા હતપ્રત થઈ ગયો કારણ તેણે પોતાની જીંદગીમાં વડોદરા સુધ્ધા જોયુ નથી આમ છતાં પોતાના કહેવાતા ખાતામાં કરોડો રૂપિયા આવ્યા જતા રહ્યા તેની ખબર સુધ્ધા નથી.

દાફડાને પાઠવેલી નોટીસમાં નોંધવામાં આવ્યુ કે ઈન્કમટેકસ દ્વારા પારૂલ સેવા આરોગ્ય મંડળમાં સર્વે કરવામાં આવ્યો ત્યારે રૂમ નંબર 178 બેન્ક ખાતાની માહિતી મળી આવી જેમાં ચેક બુક-એટીએમ કાર્ડ અને પીન નંબર મળી આવ્યા હતા,. આ તમામ ખાતા બોગસ હતા અને તેમના ખાતામાં કરોડો રૂપિયા પગાર પેટે જમા કરાવી ઉપાડી લેવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે આ તમામ ખાતેદાર આરોગ્ય સેવા મંડળ અને પારુલ યુનિવર્સિટીના કર્મચારી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. જે પૈકી એક ખાતુ રાજેશ દાફડાનું છે જેમાં રૂપિયા 16493269 જમા થયા અને ઉપાડી પણ લેવામાં આવ્યા હતા આ અંગે ઈન્મટેકસ વિભાગ દ્વારા મંડળના મેનેંજીગ ટ્રસ્ટી પારૂલ પટેલેને પુછતાં તેમણે કબુલ્યુ હતું કે અસ્તીત્વમાં ના હેોય તેવા કર્મચારીના ખાતામાં પગાર ઉધારવામાં આવ્યો હતો.

ઈન્કમટેકસ વિભાગ દ્વારા આ મામલે મંડળના એસ્ટાબીલીશમેન્ટની જવાબદારી સંભાળતા અધિકારી અતુલ પંડયાને પુછતાં તેમણે ઈન્મટેકસને જણાવ્યુ હતું કે તેઓ 2003થી અત્રે ફરજ બજાવે છે, પરંતુ આ કહેવાતા કર્મચારીઓની નિમુણક કયારે અને કેવી રીતે થઈ તે અંગે તેઓ કઈ જાણતા નથી, આ કર્મચારીઓ ફરજ ઉપર આવે છે કે નહીં તેમની હાજરી અંગે પણ તેમની પાસે કોઈ માહિતી નથી આ કર્મચારીના પગાર અંગે પણ તેમની પાસે કોઈ જાણકારી નથી, ઈન્કમટેકસ વિભાગે જયારે પારૂલ પટેલે પણ રાજેશ દાફડા અંગે પુછયુ ત્યારે તેમણે પણ રાજેશ તેમનો કર્મચારી હોવાનો ઈન્કાર કરી દીધો હતો, ઈન્કમટેકસ વિભાગને એડમીશન સેલના કોમ્યુટરમાંથી પણ કેટલીક મહત્વની જાણકારી અને 139 બેન્ક ખાતાની વિગતો મળી આવી છે.

ઈન્મકટેકસ વિભાગ દ્વારા આ મામલે પોતાનો જવાબ રજુ કરવા માટે બે બે વખત સમન્સ મોકલાવ્યા છતાં તેઓ જવાબ આપવા આવ્યા નથી અને તેમણે વધુ સમય આપવાની માગણી વિભાગ સામે કરી છે, પરંતુ અહિયા સવાલ એવો ઉભો થાય છે કે રાજેશ દાફડાની વાત સાચી માનીએ તો જો તેણે કયારેય વડોદરા જોયુ જ નથી તો વડોદરાની ડીસીબી બેન્કમાં તેનું ખાતુ ખુલ્યુ કેવી રીતે અને ખાતુ ખોલવા માટે જરૂરી આધાર કાર્ડ-પાન કાર્ડ અને જરૂરી દસ્તાવેજો આરોગ્ય મંડળ પાસે આવ્યા કેવી રીતે, આ જૌ કૌભાંડ હોય તો મંડળના આ કારસ્તાનમાં બેન્ક અધિકારીઓની સંડોવણી હતી આ ઉપરાંત જો એક જ ખાતામાં 1.64 કરોડ આવ્યા અને ઉપડી ગયા તો કુલ 139 ખાતા ઈન્કમટેકસને મળ્યા છે તેમાં કેટલાં રૂપિયા જમા થયા અને ઉપડી ગયા તે પણ તપાસનો વિષય છે.

આ દરમિયાન રાજેશ દાફડાના ઘરે એક વ્યકિત આવે છે તે પોતાનો પરિચય ગૌરવ પટેલ તરીકે આપી જણાવે છે કે તે પારૂલ યુનિવર્સિટીમાંથી આવે છે અને જાણવા માંગે છે કે તમને ઈન્કમટેકસ તરફથી કોઈ નોટીસ મળી છે કે નહીં, પરંતુ રાજેશનો પરિવાર નોટીસ મળ્યાનો ઈન્કાર કરતા તે પોતાનું નામ અને ફોન નંબર આપી જાય છે, આ ઘટના અમારા ધ્યાનમાં આવ્યા પછી અમે પારૂલ યુનિવર્સિટીના ડૉ દેવાંશુ પટેલનો સંપર્ક કરી તેમનો મત જાણવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમણે ફોન કાપી નાખ્યો હતો આથી અમે તેમને મેસેજ કરી તેમનો મત આપવા જણાવ્યુ હતું પણ તેમનો કોઈ વળતો ઉત્તર મળ્યો નથી, આ મામલે રાજેશના ઘરે આવનાર ગૌરવ પટેલનો સંપર્ક કર્યો તો તેમણે જણાવ્યુ કે હું નોટીસ અને દાફડા અંગે કઈ જાણતો નથી મને માત્ર મને નોટીસ મળી છે કે નહીં તેની તપાસ કરવા મોકલ્યો હતો માટે હું દાફડાના ઘરે પહોંચ્યો હતો.








