Monday, July 6, 2026
HomeGeneralવડગામ: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાએ ગુજરાતમાં ભાજપનો હાથ પકડ્યો, સી.આર.પાટિલે કેસરિયો...

વડગામ: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાએ ગુજરાતમાં ભાજપનો હાથ પકડ્યો, સી.આર.પાટિલે કેસરિયો પહેરાવ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડગામ: આ વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા રવિવારે પોતાના અનેક સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા તેમને ટિકિટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના વડગામમાં યોજાયેલા ‘વિજય વિશ્વાસ સંમેલન’માં ભાજપના ગુજરાત એકમના પ્રમુખ સી.આર.પાટીલે મણિલાલ વાઘેલાનું પાર્ટી કેસરીયો પહેરવીને સ્વાગત કર્યું હતું.



મણિલાલ વાઘેલા 2012માં વડગામ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા, પરંતુ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેમને ટિકિટ મળી નહોતી. પાર્ટીએ અપક્ષ ઉમેદવાર અને દલિત નેતા જિગ્નેશ મેવાણીને ટેકો આપવાનો નિર્ણય કર્યો હતો, જેમણે ભાજપના પોતાના પ્રતિસ્પર્ધીને હરાવ્યા હતા. લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા મણિલાલ વાઘેલાએ ગત વર્ષે નવેમ્બરમાં પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે મેવાણી માટે તેમની અવગણના કરતા પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જિગ્નેશ મેવાણીના “ભડકાઉ ભાષણો” અને દલિત ઓળખના રાજકારણ સામે વાંધો ઉઠાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, જિગ્નેશ મેવાણીને થોડા દિવસ પહેલા આસામ પોલીસે બનાસકાંઠાના પાલનપુર શહેરમાંથી એક ટ્વીટના કારણે ધરપકડ કરી હતી. હાલ તે આસામ પોલીસની કસ્ટડીમાં છે. પૂર્વોત્તર રાજ્યની એક કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. ભાજપમાં જોડાયા બાદ તરત જ મણિલાલ વાઘેલાએ કોંગ્રેસની ટીકા કરતા તેને “દિશાવિહીન પાર્ટી” ગણાવી હતી, જ્યાં કોંગ્રેસના કાર્યકરોની ફરિયાદો સાંભળવા માટે કોઈ નથી.



મણિલાલ વાઘેલાએ જણાવ્યું હતું કે, “અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત એવી વડગામ બેઠક પરથી ભાજપની જીત સુનિશ્ચિત કરશે. મેં આ વિસ્તારના લોકોનો સંપર્ક કર્યો છે અને વિવિધ ગામોની મુલાકાત લીધા પછી અને સરપંચો અને અન્ય લોકોને મળ્યા પછી ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું છે. હું સુનિશ્ચિત કરીશ કે ભાજપ આ બેઠક જીતે, પછી ભલેને આ બેઠક પરથી કોને ટિકિટ આપવામાં આવે.”

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular