નવજીવન ન્યૂઝ. સુરત: સુરતનો ડુમસ બીચ દિવસેને દિવસે જોખમી બની રહ્યો છે. દરિયાના મોજામાં 17 વર્ષની સગીરા ખેચાઈ જતાં તેનું મોત નીપજયું છે. સગીરા પરિવાર સાથે રજાની મજા માણવા ડુમસ આવી હતી. સગીરના મોતથી મજા શોકમાં ફરી વળી હતી.
માહિતી અનુસાર, રામપુરાના ચુમ્માલીસની ચાલમાં રહેતા મહેશભાઈ સોલંકી સુરત મહાનગરપાલિકામાં સફાઈકર્મી તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારની રજા હોવાથી પરિવાર ડુમસ દરિયા કિનારે ફરવા માટે આવ્યા હતા. તે દિવસે પૂનમ હોવાથી ભરતીના લીધે પાણી વધુ હોવાને કારણે સગીરા વહેણમાં ખેંચાઈ ગઈ હતી જ્યારે કાકા તરીને કિનારા પર આવી ગયા હતાં.
દીકરીને પાણીમાં તણાતા જોઈને પરિવાર બૂમાબૂમ કરતાં આસપાસના લોકો અને પોલીસ મદદ માટે આવી પહોંચી હતી. સ્થાનિક તરવૈયાઓ સગીરાને બચાવવા માટે દરિયામાં ઉતારી પડ્યા હતા. 20 મિનિટ સુધી ભારે જહેમત બાદ સગીરાને દરિયામાંથી બહાર કાઢવામાં આવી હતી. ત્યાર બાદ સગીરાને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હોસ્પિટલ પહોંચતા ફરજ પર હજાર તબીબએ સગીરાને મૃત જાહેર કરી હતી. સમગ્ર બાબતે ડુમસ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











