Thursday, April 16, 2026
HomeGeneralKGF ફિલ્મની સાચી હકીકત શું છે, શું છે KGFનો ઇતિહાસ? જાણો

KGF ફિલ્મની સાચી હકીકત શું છે, શું છે KGFનો ઇતિહાસ? જાણો

- Advertisement -

દેવલ જાદવ (નવજીવન ન્યૂઝ. કર્ણાટક): હાલમાં જ KGF 2 નામની એક ફિલ્મ રીલીઝ થઈ છે. આ ફિલ્મમાં બતાવવામાં આવેલો વિસ્તાર KGF હકીકતમાં ભારતમાં શું મહત્વ ધરાવતો હતો અને તેનો ઇતિહાસ શું છે તે અંગે આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. KGFનો મતલબ છે કોલાર ગોલ્ડ ફીલ્ડ્સ (kolar gold fields). આ એક સોનાના ખનન માટેનો વિસ્તાર હતો.



હાલ કન્નડ ભાષામાં બનેલી આ ફિલ્મ લોકોમાં ઘણી પ્રચલિત થઈ રહી છે. KGF ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે યશ મુખ જોવા મળે છે, આ ઉપરાંત સંજય દત્ત, પ્રકાશ રાજ અને રવિના ટંડન જેવા મોટા અભિનેતાઓ પણ આ ફિલ્મમાં છે. આ ફિલ્મનો પ્રથમ ભાગ 2018માં રીલીઝ થયો હતો જેને દર્શકો દ્વારા અત્યંત સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે 14મી એપ્રિલના રોજ KGF ચેપ્ટર 2 રીલીઝ કરવામાં આવ્યું છે, જેના માટે દર્શકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો છે, પરંતુ આ KGF હકીકતમાં શું છે તે વિષે કોઈ ખાસ જણાતું નથી.

KGF (Kolar Gold Fields)નો ઇતિહાસ શું છે?

- Advertisement -

KGFનો ઇતિહાસ આપણે વિચારીએ છે તેના કરતાં પણ જૂનો છે, કોલાર ગોલ્ડ ફીલ્ડ્સ કર્ણાટકની રાજધાનીથી 100 કિલોમીટર દૂર આવેલો વિસ્તાર છે. કોલાર ગોલ્ડ ફીલ્ડ્સ સોનાના ખનન માટે મુખ્ય કેન્દ્ર હોવાને કારણે તેને ભારતનું પ્રથમ વીજળી મેળવતું ક્ષેત્ર બનાવવામાં આવ્યું હતું. 20મી સદીની શરૂઆતમાં KGF ભારતના સોનાના ઉત્પાદનના 95% સોનું ઉત્પાદન કરતું હતું.

સોનાની આ ખાણની શોધ ચોલ સામ્રાજ્ય દરમિયાન થઈ હતી. ચોલ સામ્રાજ્યમાં આ સોનાની ખાણ માંથી સોનું કાઢવા માટે હાથની મદદથી જમીન ખોદવામાં આવતી હતી. આ વિસ્તારની જમીન ખોદતાં માટીની સાથે સોનાના કણ મળી આવતા હતા, આ માટીને ધોઈને સોનું પ્રાપ્ત કરવામાં આવતું હતું. ત્યાર બાદ 1880માં અંગ્રેજોના શાસન દરમિયાન એક એન્જીનિયરીંગ કંપનીને આ સોનાની ખાણનું ખાનન કરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ પહેલા પણ અગ્રેજી હૂકુમતની અનેક કંપનીઓને KGF માંથી સોનું કાઢવાનો પ્રયત્ન કર્યો કર્યો હતો, પરંતુ તે સફળ થયા ન હતા. 1880માં જ્હોન ટેલર એન્ડ સન્સ નામની કંપનીને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. KGF માંથી સોનું કાઢવામાં તેમણે સફળ થયા અને વર્ષો સુધી ત્યાંથી સોનાનું ખનન કરતાં રહ્યા.



અંગ્રેજો દ્વારા KGFને મિનિ ઈંગ્લેંડનું નામ આપવામાં આવ્યું હતું. કોલાર ગોલ્ડ ફીલ્ડ્સનું વાતાવરણ થોડું ઘણું ઇંગ્લેન્ડને મળતું આવતું હોવાને કારણે આ નામ આપવામાં આવ્યું હતું. સોનું મળ્યા બાદ જ કોલરના દિવસો બદલાઈ ગયા હતા. ઘણા અંગ્રેજ અધિકારીઓએ કોલારમાં પોતાના ઘર બનાવ્યા હતા. શરૂઆતમાં સોનાના ખનન દરમિયાન આગ અને મસાલનો ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ સમય જતાં વધુ સોનું પ્રાપ્ત કરવા માટે વીજળીની જરૂરિયાત ઊભી થતાં 1902માં કોલારની નજીક એક વીજળી ઉત્પાદન કરતો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો જેના કારણે કોલાર ભારતનું પ્રથમ વીજળી મેળવતું શહેર બની ગયું હતું. બેંગલોર અને મદ્રાસ જેવા શહેરોની અવગણના કરીને વીજળી માટે કોલારની પસંદગી કરવામાં આવી તેનું મુખ્ય કારણ સોનું જ હતું. વીજળી આવ્યા બાદ કોલાર ગોલ્ડ ફીલ્ડ્સમાં સોનાનું ખનન વધારી દેવામાં આવ્યું હતું.

આ બધા કારણોના લીધે કોલારમાં એક મોટી વસાહત ઉભી થઈ હતી. અંગ્રેજી અધિકારીઓએ અને એન્જિનીયર્સ પણ અહિયાં પોતાનું ઘર બનવીને વસવા લાગ્યા હતા. જેના કારણે કોલારમાં પાણીની જરૂરિયાત ઊભી થઈ. કોલારની પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે બ્રિટિશ સરકારે એક તળાવનું નિર્માણ કર્યું હતું, આ તળાવ બાદમાં એક પર્યટન સ્થળ બની ગયું હતું. મોટી સંખ્યામાં પર્યટકો અહિયાં સમય વિતાવવા આવવા લાગ્યા હતા.



આઝાદી બાદ આ કોલાર ગોલ્ડ ફીલ્ડ્સને ભારત સરકારે 1956માં પોતાના હસ્તક લઈને તેનું રાષ્ટ્રીયકારણ કર્યું હતું. KGFના રાષ્ટ્રીયકરણ બાદ ભારત ગોલ્ડ માઇન્સ લિમિટેડને KGFમાં સોનાના ખનન શરૂ કરવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા. 1956થી 1979 સુધી ભારત ગોલ્ડ માઈન્સ લિમિટેડ દ્વારા અહિયાથી સોનું કાઢવામાં આવ્યું હતું પણ ત્યાર બાદ ક્રમશ: કંપનીના નફામાં ઘટાડો આવતો ગયો અને કંપની પાસે મજૂરોને ચૂકવવા માટે પૈસા પણ વધ્યા ન હતા. જેના કારણે બાદમાં KGFને બંધ કરી દેવામાં આવી હતી. અત્યારે હાલ આ કોલાર ગોલ્ડ ફીલ્ડ્સ ખંડેર છે. 2014માં ભાજપની સરકાર બન્યા બાદ 2016માં મોદી સરકાર દ્વારા KGF માટે હરાજી બોલાવવાના સંકેત આપ્યા હતા પણ હજુ સુધી તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. અંગ્રેજી શાસનથી લઈને ભારત સરકાર દ્વારા 121 જેટલા વર્ષોમાં આ ખાણોમાંથી અંદાજિત 900 ટન જેટલું સોનું કાઢવામાં આવ્યું છે.




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular