નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ડાયરેક્ટ સેલિંગ કન્ઝ્યુમર ગુડ્સ કંપની એમવે ઇન્ડિયાની 757 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. ઇડીના એક અધિકારીએ સોમવારે આ જાણકારી આપી છે. એમવે ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડની અસ્થાયી રીતે જપ્ત કરવામાં આવેલી સંપત્તિમાં તામિલનાડુના ડિંડીગુલ જિલ્લામાં જમીન અને ફેક્ટરી બિલ્ડિંગ, પ્લાન્ટ અને મશીનરી, વાહનો, બેંક ખાતાઓ અને ફિક્સ ડિપોઝિટનો સમાવેશ થાય છે. જપ્ત કરેલી સંપત્તિને સ્થાનાંતરિત અથવા બદલી શકાતી નથી.
પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ 757.77 કરોડ રૂપિયાની કુલ સંપત્તિઓમાંથી, સ્થાવર અને જંગમ સંપત્તિની રકમ 411.83 કરોડ રૂપિયા છે, જ્યારે બાકીની રકમ એમવેના 36 બેંક ખાતાઓમાં જમા થયેલી 345.94 કરોડ રૂપિયા છે. ફેડરલ એજન્સીએ કંપની પર બહુ-સ્તરીય માર્કેટિંગ “કૌભાંડ” નો આરોપ મૂક્યો છે, જેમાં કંપની દ્વારા ઓફર કરવામાં આવતી મોટાભાગની પ્રોડક્ટ્સની કિંમતો “ખુલ્લા બજારમાં ઉપલબ્ધ પ્રતિષ્ઠિત ઉત્પાદકોના વૈકલ્પિક લોકપ્રિય ઉત્પાદનોની તુલનામાં અતિશય” હતી.
તપાસ એજન્સીએ કહ્યું કે મની લોન્ડ્રિંગ કેસ હેઠળ ઈડી દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું છે કે, એમવે, ડાયરેક્ટર સેલિગાંગ મલ્ટી લેવલ નેટવર્કની આડમાં પિરામિડ ફ્રોડમાં સામેલ છે. આ આરોપો પર હાલ એમવે ઇન્ડિયા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











