નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં સ્કૂલવાન અને અન્ય કારનો અકસ્માત થયો છે. જસદણ હાઇવે પર અવાર-નવાર અકસ્માતના બનાવ બની રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતે એક માસૂમ વિદ્યાર્થીનો જીવ લીધો છે. સ્કૂલવાનમાં સવાર 2 વિદ્યાર્થી અને અન્ય 5 લોકો અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે.
માહિતી અનુસાર, જસદણની એકલવ્ય સ્કૂલનીવાન વિદ્યાર્થીઓને લઈને વિરનગર તરફ જઇ રહી હતી તે દરમિયાન આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે સામેથી આવતી એસન્ટ કાર સાથે અથડાઇ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે એસેન્ટ કાર રોડ પરથી નીચે ઉતારી ગઈ હતી જ્યારે સ્કૂલવાન રોડ પર આડી થઈ ગઈ હતી. સ્કૂલવાનમાં ત્રણ વિદ્યાર્થીઓ અને એસેન્ટ કારમાં પાંચ મુસાફર સવાર હતા.

આ અકસ્માતમાં ધોરણ પાંચની વિદ્યાર્થીનીનું મોત નીપજયું હતું. જ્યારે બે વિદ્યાર્થી અને અન્ય 5 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પીટલ લઈ જવામાં આવ્યા હતા. વિદ્યાર્થીનીનું મોત થતા જ તેના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેથી ઘટના સ્થળ પર હૈયાફાટ રુદનના દ્રશ્ય સર્જાયા હતા. અકસ્માદ બાદ વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવી હતી. પોલીસે અકસ્માત અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ઘરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











