લતીફ ભાગ-42: દિલ્હી Delhi માં કોંગ્રેસ Congress હાઈકમાન્ડ High Command સાથે શંકરસિંહ વાઘેલા Shankarsinh Vaghela અને સી ડી પટેલ C. D. Patel વચ્ચે થયેલી મંત્રણામાં નક્કી થયુ હતું શંકરસિંહ Shankarsinh મુખ્યમંત્રી CM તરીકે રાજીનામુ Resign આપે, અને તેમના સ્થાને તેઓ ઈચ્છે તેમને મુખ્યમંત્રી CM પદ સોંપે તો કોંગ્રેસ Congress ને કોઈ વાંધો નથી અને જો આ શરત મંજુર હોય તો કોંગ્રેસ Congress તેમનો ટેકો ચાલુ રાખશે. બાપુ Bapu ના સ્વભાવ પ્રમાણે તેઓ વાતને હરગીજ મંજુર કરે નહીં, પણ તેમની પાસે કોઈ વિકલ્પ પણ ન્હોતો. અમદાવાદ Ahmedabad આવી તેમણે જાહેરાત કરી કે તેઓ મુખ્યમંત્રી CM પદેથી રાજીનામુ Resign આપશે, અને નવા મુખ્યમંત્રી તરીકે દિલીપ પરીખ Dilip Parikh પદભાર સંભાળશે, ગુજરાત વેપારી મહામંડળમાંથી ભાજપમાં જોડાયેલા દિલીપ પરીખ Dilip Parikh ને કયારેય એવી કલ્પના ન્હોતી, કે તેઓ ધારાસભ્ય થશે અને છેક મુખ્યમંત્રી CM થશે, પણ કેટલાંક નસીબને બંન્ને હાથોમાં લખાવી આવે છે. ધંધુકાથી ચુંટાયેલા દિલીપ પરીખ Dilip Parikh ને હવે મુખ્યમંત્રી થઈ ગયા. જો કે સાલસ સ્વભાવના દિલીપ પરીખ Dilip Parikh ને પોતાના મુખ્યમંત્રી પસંદ કરવા પાછળ પણ બાપુ Bapu નો ચોક્કસ તર્ક હતો, જેમાં મુખ્યમંત્રી તરીકે નામ અને ફાઈલો ઉપર સહી જ દિલીપ પરીખ Dilip Parikh ની થવાની હતી, પણ સત્તાની બાગડોર તો બાપુ Bapu ના જ હાથમાં રહેવાની હતી.
સાબરમતી જેલ Sabarmati Jail માં રહેલો લતીફ Latif ખુબ જ ગુસ્સામાં હતો, તે પોતાના હાથમાં રહેલો કાગળ થોડી થોડી વારે વાંચી રહ્યો હતો, તેની સાથે બેરેકમાં રહેલા અન્ય ગેંગસ્ટરોએ Gangsters પણ લતીફ Latif ની બેચેનીની નોંધ લીધી હતી. તેના એક સાથીએ પુછયું ત્યારે તેણે જવાબ આપવાને બદલે તેના હાથમાં રહેલો કાગળ હાથમાં થમાવી દીધો, પેલો ગેંગસ્ટર Gangsters પણ કાગળ વાંચતા ચિંતામાં પડી ગયો. તે કાગળ એટલે સગીરઅહમદે Sagir Ahmed ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં આપેલી અરજી હતી. પહેલા તો સગીરે Sagir પૈસા આપવાની ના પાડી દીધી, ત્યાં સુધી વાત બરાબર હતી, પણ તે પૈસા આપવા માગતો નથી, તેવું આ અરજી મારફતે સ્પષ્ટ કરી નાખ્યુ હતું.
આ ઉપરાંત સગીર Sagir પોલીસ Police સુધી જઈ લતીફ Latif ની સામે ફરિયાદ આપવાની હિંમત કરી શકે તે વાત પણ લતીફ Latif માટે અસ્હય હતી, સગીર Sagir ની વધેલી હિંમતને કારણે પાંજરામાં પુરાયેલો અને ગુસ્સે થયેલો વાઘ ચક્કર મારે તેમ લતીફ Latif બેરેકમાં ફરતા ફરતા વિચારી રહ્યો હતો. પણ મહત્વનો સવાલ હતો કે સગીરઅહમદે Sagir Ahmed ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં તેની સામે આપેલી અરજી ખુદ લતીફ Latif સુધી કેવી રીતે પહોંચી ગઈ, શું લતીફ Latif તરફ સહાનુભુતી રાખનાર અધિકારીઓ હજી પણ પોલીસ Police માં હતા, ના ખરેખર તેવું ન્હોતુ, પણ ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ની યોજના પ્રમાણે જ બધુ થઈ રહ્યું હતું, ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માંથી જાણે કોઈ લતીફ Latif ને મદદ કરવા માગે છે તેવો ડોળ કરવામાં આવી રહ્યો હતો અને ઈરાદાપુર્વક લતીફ Latif સુધી તે અરજીની કોપી મોકલવામાં આવી હતી, ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ને અંદાજ હતો કે લતીફ Latif આ અરજી વાંચી ગુસ્સે થશે અને કોઈ ભુલ કરી બેસશે. જેમ સિંહને બોલાવવા માટે મારણ બાંધવુ પડે તેમ સગીર Sagir ની અરજીનો મારણ તરીકે પોલીસે ઉપયોગ કર્યો હતો અને પોલીસ અધિકારીઓ ઈચ્છી રહ્યા હતા તેવુ જ થઈ રહ્યુ હતું, લતીફ Latif જાણતો ન્હોતો કે તે પોલીસ Police ની ટ્રેપમાં આવી ગયો છે.
સગીરઅહેમદ Sagir Ahmed સાથે હવે 24 કલાક પોલીસનો એક હથિયારબંધ જવાન રહેતો હતો, પહેલા લોકોએ તેને અનેક વખત મુખ્યમંત્રી CM શંકરસિંહ વાઘેલા Shankarsinh Vaghela સાથે સ્ટેજ ઉપર બેઠેલો જોયો હતો હવે તેની સાથે પોલીસ Police જવાન રહેતો હોવાને કારણે તેને તેના સમાજ, મીત્રો અને વિસ્તારમાં વટ પડી ગયો હતો, જો કે લોકો જાણતા ન્હોતા કે તેણે લતીફ Latif સામે કરેલી ફરિયાદને કારણે તેને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે, લોકો માનતા હતા કે સગીરભાઈ Sagirbhai હવે નેતા અને વીઆઈપી VIP થઈ ગયા હોવાને કારણે તેમને પોલીસ રક્ષણ મળ્યું છે. પોલીસની હાજરીની કારણે ખુદ સગીર Sagir નો પણ આત્મવિશ્વાસ Confidence વધી ગયો હતો, તેની ઓફિસમાં ધંધા માટે આવતા લોકો પણ પોલીસ Police ને હાજરી જોઈ સગીર Sagir સાથે ફટાફટ ધંધો કરી નાખતા હતા, તેઓ માનતા તેમનો કોઈ બહુ મોટા વેપારી સાથે નાતો બંધાયો છે.
લગભગ 3 મહિના થયા હશે, સગીર Sagir એક લગ્ન પ્રસંગે wedding Function દાણીલીમડા Danilimda વિસ્તારમાં આવ્યો હતો, સગીર Sagir ને હવે લગ્ન પ્રસંગે હાજરી આપવા જરૂર આવજો તેવા આમંત્રણો Invitations પણ મળતા હતા, રાતના 8 વાગ્યા હશે, સગીર Sagir પોતાના પોલીસ Police રક્ષક સાથે લગ્નમાં આવ્યો, લગ્નમાં વરવધુને આર્શીવાદ Blessings to the bridegroom આપ્યા અને ત્યાંથી જવા માટે બહાર નિકળ્યો, સગીર Sagir પોતાની કાર ખુદ ચલાવતો હતો, સગીર Sagir પાર્કિગમાં પોતાની કાર લેવા માટે ગયો જો કે તેનો પોલીસ રક્ષક માત્ર 10 ફુટના અંતરે જ ઊભો હતો, તે સગીર Sagir ને બરાબર જોઈ શકતો હતો. સગીર Sagir જેવો કારના દરવાજા પાસે પહોંચ્યે ત્યારે 1 બાઈક ઉપર બે યુવકો આવ્યા, પોલીસે તેને જોયા પણ ખરા, પણ તે લગ્નમાં જ આવ્યા છે તેવું તેણે માની લીધું, એકદમ બાઈકની પાછળ બેઠેલા યુવકે પોતાની પાસે રીવોલ્વર બહાર કાઢી ફટ-ફટ 2 રાઉન્ડ સગીર Sagir ની પીઠમાં ઠોંકી દીધા, પોલીસવાળાનું ધ્યાન અચાનક થયેલા અવાજને કારણે સગીર Sagir તરફ ગયું તેણે જોયું તો સગીર Sagir ત્યાં ઢગલો થઈ ગયો હતો.
પોલીસવાળો Police Man તે તરફ દોડયો, પણ તે પહેલા તો તે બાઈક સવાર જાણે હવામાં ઓગળી ગયા હોય તેમ અલોપ થઈ ગયા, તરત પોલીસે મદદ માટે લગ્નમાં આવેલા લોકોને બુમ પાડી બોલાવ્યા, કારણ તેની પહેલી પ્રાથમિકતા હતી કે સગીર Sagir ને દવાખાને લઈ જવામાં આવે, સગીર Sagir નો શ્વાસ હજી ચાલતો હતો, તરત લોકો દોડી આવ્યા અને સગીર Sagir ને કારમાં નાખી દવાખા Hospital ને લઈ ગયા, પણ ત્યાં સુધી શ્વાસ તુટી ગયો હતો. જયારે સગીર Sagir ઉપર ગોળીબાર Firing થયો અને સગીર Sagir નું મૃત્યુ થયું તેવા સમાચાર ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં પહોંચ્યા ત્યારે અધિકારીઓ એકબીજા સામે જોવા લાગ્યા હતા ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં નિરવ શાંતિ હતી.
(ક્રમશઃ)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









